SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1016
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દાન દીપિકા, L ઘણી વાર ઉત્તમ વિચાર, અનુકરણીય ત્યાગ ઇત્યાદિ ગુણા હૈાય છે. આ ગુણ્ણાથી આકર્ષાઇ દોષ અને ગુણાના ભેદ કર્યા સિવાય જ તેવા જનાની પ્રશંસા કે પરિચય કરવામાં આવે તે તે વિવેકવિહીન સાધકને પોતાના માંથી પતિત થવાના પ્રસંગ પૂરા પાડે, વાસ્તે એવા સાધકને ઉદ્દેશીને અન્યસૃષ્ટિપ્રશંસા અને અન્યદ્રષ્ટિસ‘સ્તવ અતિચારરૂપ છે; બાકી મધ્યસ્થતા અને વિવેક પૂર્વક ગુણને ગુણુ અને દોષને દોષ સમજનારા સાકાને આવી પ્રશસા કે આવા પરિચય: હાનિકારક થાય જ એમ માનવાની કેાઈએ ભૂલ ન કરવી, અર્થાત માલજીવા આશ્રીને આવા પ્રતિબંધ ન રખાય તે તેમને હિતાહિતના પૂરેપૂરો ખ્યાલ ન હાવાથી તેઓ નકલી ચીજ જોઇ પતિત થાય. આ પતન ટકાનવા પૂરતા જ આના ઉદ્દેશ છે, આ શ’કાદિ પાંચ અતિચારા પરત્વે આપણે પૃ. ૧૩૩-૧૩૭ માં ઉલ્લેખ કરી ગયા છીએ એટલે અત્ર એ સંબધમાં ખાસ ઉમેરવા જેવું રહેતુ નથી. એથી આ પાંચે અતિચારા વ્રતી શ્રાવક તેમજ સાધુ અને માટે સમાન છે, કેમકે સમ્યગ્દર્શન એ બંનેના સામાન્ય ધમ છે એટલુ નિવેદન કરી આ પ્રકરણ પૂર્ણ કરીશું. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો— ( ૧ ) વધ, ( ૨ ) મધ, ( ૩ ) છવિચ્છેદ, ( ૪ ) અધિક ભારનું આરેાપણુ અને ( ૫ ) અન્નપાનના નિષ એ સ્થૂલ અહિંસારૂપ પ્રાથમિક અણુવ્રતના પાંચ અતિચારે છે, તેમાં વધનુ લક્ષણ એ છે કે— स्थावरादीनां नाशकरणरूपत्वं वधलक्षणातिचारस्य लक्षणम् । ( ACK ) અર્થાત્ સ્થાવર તેમજ ત્રસ જીવાના નાશ કરવા તે ‘ વધરૂપ અતિચાર ’ છે. ક્રોધાગ્નિ પ્રમળ કષાયના ઉદયથી ચતુષ્પવાહિને પરાણી ઘાંચવી, ચાખખા વગેરેથી ફટકા મારવા–તેનું તાડન કરવુ' તે ‘ વધ ’ છે એમ અથ દીપિકાના ૩૯ મા પત્ર ઉપરથી સમજાય છે. 'પ્રાણિ–વધના ર૪૩ મકારા પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાચ, વનસ્પતિકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જીવના નવ પ્રકારેા છે. તેમાં આ પ્રત્યેકના મન, વચન અને કાયાથી વધ કરાતા વર્ષના ૨૭ ભેદો થાય છે. વળી કૃત, કારિત અને અનુમત એમ એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદા પાડતાં વધના ૮૧ ભેદો થાય છે. વિશેષમાં એ પ્રત્યેકના ભૂત, વમાન અને ભાવિ એમ ત્રણે કાલની અપેક્ષાએ ત્રણ ત્રણ ભેદ ગણતાં વધના ૨૪૩ ભેદો થાય છે. 118 ૧ જુએ અર્થ દીપિકાનું ૩૭ મુ પત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy