SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1015
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. { વતીય ખાવી છે તે રાખવાથી ગુણ-દેષના વિચાર વિના સાધક ગમે ત્યારે પિતાના સિદ્ધાન્તને છોડી દે એવી સ્થિતિ ઊભી થવાને સંભવ છે; વાતે એને અત્ર અતિચારરૂપ હષણ તરીકે ગણાવેલ છે. વિચિકિત્સાનું લક્ષણ--- 'इदमप्यस्ति किञ्चित् ' इत्याकारकविभ्रमरूपत्वम्, 'इदमप्य. स्तीदमपि, इत्याकारकमतिविप्लवरूपत्वं वा विचिकित्सातिचारस्य હૃક્ષણમ્ ! (૪૫૮) અર્થાત્ આ પણ કંઈક છે એવી જાતને વિશ્વમ તે અથવા “આ પણ ઠીક છે અને આ પણ એવા પ્રકારને મતિભ્રમ તે “વિચિકિત્સારૂપ અતિચાર” છે. જ્યાં મતભેદ કે વિચારભેદને પ્રસંગ હોય ત્યાં પોતે કોઈ પણ નિર્ણય કર્યા વિના માત્ર મતિમંદતાથી એમ વિચારે કે આ મત પણ ઠીક છે અને આ મત પણ ઠીક છે એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા' છે. એ સમ્યકત્વને દૂષણરૂપ છે, કેમકે આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્વ ઉપર કદાપિ સ્થિર જ ન રહેવા દે. અદૃષ્ટિપ્રશંસા-અતિચારનું લક્ષણ– अभिगृहीतादिमिथ्यात्ववतां क्रियावाद्यादीनां प्रशंसाकरणम् , क्रियावाद्यादिपाखण्डिनां मनसा ज्ञानादिगुणप्रकर्षोद्भावन वाऽन्यदृष्टिप्रशंसातिचारस्य लक्षणम् । ( ४५९) અર્થાત્ અભિગૃહીત વગેરે પ્રકારના મિથ્યાત્વથી વાસિત ક્રિયાવાદી પ્રમુખની પ્રશંસા કરવી તે અન્યદ્રષ્ટિપ્રશંસારૂપ અતિચાર” છે. અન્ય શબ્દોમાં કહીએ તે ક્રિયાવાદી વગેરે પાખંડીઓના જ્ઞાનાદિ ગુણના પ્રકષને મનથી પણ આવિર્ભાવ યાને પ્રશંસાત્મક વિચાર તે પણ આ અતિચાર છે, કહેવાની મતલબ એ છે કે જેમની દષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી એ દૂષણ છે. અન્યદષ્ટિસંતવ-અતિચારનું લક્ષણ क्रियावाद्यादीनां पाखण्डिनां वचनद्वारा भूताभूतगुणोत्कीर्तनरूपत्वमन्यष्टिसंस्तवातिचारस्य लक्षणम् । (४६०) અર્થાત કિયાવાદી વગેરે પાખંના સદ્દભૂત કે અસદ્દભુત ગુણોનું વચન દ્વારા કીર્તન કરવું તે “અન્યદષ્ટિસંસ્તવરૂપ” અતિચાર છે. જેમની દષ્ટિ બ્રાન્ત હેય અર્થાત્ જેઓ મિથ્યાત્વથી પલ્લવિત હોય તેવા જનમાં પણ ૧ જુઓ ચતુર્થ ઉલાસનું વિવરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy