SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૯૩૫ ન સમજવું કે જૈન તત્તવજ્ઞાનમાં સંશય અને એ પૂર્વકના પરીક્ષણ માટે અવકાશ જ નથી. એને માટે અત્ર પૂરેપૂરું સ્થાન છે, છતાં શંકાને જે અત્ર અતિચારરૂપે દર્શાવેલ છે તેને અર્થ એ છે કે જે પદાર્થો તર્કની કેટિમાં ન આવી શકતા હેય-જે તર્કવાદથી પર હાય -જે તર્કગમ્ય જ ન હોય તેને તક દષ્ટિએ કસવાને પ્રયત્ન કરે. આ પ્રયત્ન મૂળ વસ્તુને હાનિ કારક છે, કેમકે આ પ્રયાસ કરનાર શ્રદ્ધગમ્ય પ્રદેશને બુદ્ધિગમ્ય ન કરી શકવાથી બુદ્ધિગમ્ય પ્રદેશને પણ ત્યાગ કરવા પ્રેરાય છે અને તેથી આત્મ-સાધનાના વિકાસમાં ખલેલ પહોંચે છે. આ પ્રમાણે ખલેલ ઉત્પન્ન કરનારી જ શંકા અત્ર અતિચારરૂપે વર્ણવેલી છે; નહિ કે વસ્તુના સ્વરૂપ સમજવા માટે કરવામાં આવતે અને કરે જોઈતે ઊહાપોહ. નિષ્કારણ ઉપકારી, રાગ, દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત અને અનંતજ્ઞાનના ધારક એવા જિનેશ્વર દે કદાપિ અસત્ય વદે જ નહિ. મને જે વસ્તુ સમજાતી નથી તેમાં મારી મતિની મંદતા કારણરૂપ છે; વાતે જિનેશ્વરે જે પ્રરૂપણ કરી છે તેમાં તલમાત્ર ફેરફાર નથી જ, આવી જાતની ભાવના ભાવનારનું સમ્યકત્વ દૂષિત થયા વિના રહે, બાકી મારે ગળે ઉતરતું નથી એટલે એ વસ્તુ જ નથી એ વિચાર કરનાર પિતાને હાથે પિતાના પગમાં કુહાડે મારી રહ્યો છે અને આત્મરૂપ નંદનવનમાં ઉગેલ સમ્યકત્વરૂપ કલ્પવૃક્ષનાં મૂળિયાં કાપી રહ્યો છે. આથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે કેવળ આગમગમ્ય હોય અને જેને સાક્ષાત્કાર કરવા માટે કેવલજ્ઞાનની આવશ્યકતા હોય તે પદાર્થને વિષે શ્રદ્ધા રાખવી, પરંતુ તેને વિષે ડામાડોલ ચિત્ત ન રાખવું કેમકે સામાન્ય વ્યવહારમાં પણ શ્રદ્ધા વિના એકે ડગલું ભરવું પ્રાયે અશક્ય છે. કક્ષાઅતિચારનું લક્ષણ इहलौकिकपारलौकिकभोगोपभोगविषयकाभिलाषारूपत्वं कालाતિવારા સ્ત્રક્ષામા (૪૭) અર્થાત આ લેક તેમજ પરલોકના ભોગ અને ઉપગ સંબંધી ઈચ્છા રાખવી તે “કાંક્ષારૂપ અતિચાર” છે, ઐહિક અને પારલૌકિક વિષયોની અભિલાષા કે જેને અત્ર “કાંક્ષા તરીકે ઓળ ૧ આવો પ્રયત્ન તે " અતિચાર ' યાને “વિરાધના' છે અને તેમ કરનાર જિનાજ્ઞાન વિરાધક છે. કહ્યું પણ છે કે “ મળ આurrણ જૈવ તો કહેજો | दिदंतिउ दिदंता कहण विहि विराहणाहरा ॥" [ આઝાઝાઇડર્થ ર વારિતઃ | ઇતિ શાસન પાથરવિધરાષat I ] અર્થાત જે કેવળ આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ હોય-જે મંદમતિને માટે તે કેવળ શ્રદ્ધાગમ્ય જ હોય તેની આજ્ઞારૂપે થાને જિનેશ્વરે આ પ્રમાણે ફરમાવ્યું છે એ પ્રકારે પ્રરૂપણા કરવી; અને જે બુદ્ધિગમ્ય હોય–તર્કગ્રાહ્ય હોય તેને દાખલા દલીલ દ્વારા નિર્દેશ કરો. આથી વિપરીત માર્ગ ગ્રહણ કરવો તે “વિરાધના છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy