________________
૯૩૪
આસવ-અધિકાર.
[ તૃતીય
અતિચાર ગણાય, પરંતુ ખાવા માંડે કે એ “અનાચાર' ગણાય. અનાચાર થયો એટલે વ્રતને ભંગ થયો ગણાય; બાકી અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી વ્રતને ભંગ થત નથી, કિતુ તે કલંકિત બને છે. આથી સમજાય છે કે જે જાતની ખલનાઓથી કોઈ પણ સ્વીકારેલ ગુણ મલિન બને અને ધીરે ધીરે તેને હાસ થવાને વખત આવે તે ખલનાઓ “અતિચાર” કહેવાય છે. આધાકમને ઉદ્દેશીને અતિક્રમાદિ ચતુષ્ટયને નિશ કરતાં સ્થાનાંગ (સ્થા. ૩ , ૪)ની વૃત્તિમાં અવતરણરૂપે કહ્યું છે કે
“મારામંતાહિકુળમા અgો ઢોર |
पयभेयादि वइक्कम गहिए तइएयरो गिलिए ॥" પ્રસ્તુતમાં અતિચારથી અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણે સમજવાના છે. અર્થાત્ અત્ર અતિક્રમાદિને અતિચારમાં અન્તર્ભાવ કરવાનો છે. આમ કરવું અનુચિત નથી; એના સમર્થનાથે અર્થદીપિકાના ચતુર્થ પત્રગત નિમ્નલિખિત પંક્તિ રજુ કરીશું
" अतिक्रमादि चातिचारे एवान्तर्भवति" સમ્યગ્દર્શન એ ચારિત્ર ધર્મનું મૂળ છે. એની શુદ્ધિ ઉપર ચારિત્રની શુદ્ધિ અવલંબી રહેલી છે. એથી સમ્યકત્વની શુદ્ધિમાં જેનાથી ખલેલ પહોંચવાનો સંભવ છે તેના નામ અને સ્વરૂપ આપણે જાણવાં જોઈએ. આ ખલેલ પહોંચાડનાર ભાવોને પાંચ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે એટલે કે (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) અન્યદષ્ટિપ્રશંસા અને (૫) અન્યદષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શના પાંચ અતિચારે છે. શંકા-અતિચારનું લક્ષણ
केवलागमगम्येषु अत्यन्तसूक्ष्म जिनोक्तपदार्थेषु संशयकरणरूपत्वं રાકૃતિવારણ્ય ક્ષમા (૪) અર્થાત ફક્ત આગમ-ગમ્ય ( અથવા કેવલજ્ઞાનગણ્ય અને આગમગમ્ય) તેમજ અત્યંત સૂક્ષમ એવા જિનેશ્વરે પ્રરૂપેલા પદાર્થોને વિષે સંદેહ રાખવો તે “શંકારૂપ અતિચાર” છે.
આત પ્રવચનની દષ્ટિ સ્વીકાર્યા બાદ એ પ્રવચનમાં કેટલાક સૂક્ષમ અને અતીન્દ્રિય પદાર્થોનું વર્ણન વિચારતાં તે પદાર્થોના અસ્તિત્વ કે વરૂપ વિષે શંકિત હૃદયે જેવું તે ઇષ્ટ નથી, કેમકે એ પદાર્થોની ગહનતા એવી છે કે સામાન્ય બુદ્ધિ તેમાં ચ ચુપ્રહાર કરવા અશક્ત છે અર્થાત્ એ તે કેવલિગમ્ય છે-આગમગમ્ય છે. પરંતુ આથી એમ
૧ છાયા
ભાષામfકarrfansfસવારે મારા पदभेदादौ व्यतिक्रमो गृहीते ततीय तिरो गिलिते ॥".
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org