________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૯૩૩
જીવન કરતાં વધારે હોય તેની ખાતર કરાતો પ્રાણત્યાગ આત્મઘાત નથી, એ નિન્દ નથી, પરંતુ પ્રશંસાપાત્ર કાર્ય છે. આ સંબંધમાં એક કથાનકને અન્ય ભાગ રજુ કરીશું.
રણભૂમિમાં એક રાજા ઘાયલ થઈને પડ્યો હતો. તેની પતિવ્રતા પત્ની તેની સમીપ બેઠી હતી. ધીરે ધીરે તેના દુશ્મન યવને પાસે આવતા જતા હતા. આ જોઈને રાજાએ રાણીને કહ્યું કે હે દેવી ! આજે તારા પાતિવયની કઠિણ પરીક્ષા લેવાની ઘડી આવી પહોંચી છે. રાણીએ જવાબ આપ્યો કે ફિકર નહિ, પતિદેવ! પ્રકાશે. રાજાએ કહ્યું કે હું જીવતો શત્રુના હાથમાં સપડાઉં તે પૂર્વે તું મારા પેટમાં કટાર બેસી મારે પ્રાણ લેજે. આ સાંભળીને રાણી ગભરાઈ ગઈ. પરંતુ શત્રુઓને છેક પાસે આવી પહોંચેલા જોઈ પિતાની મરજી વિરુદ્ધ તેણે આ કામ કર્યું અને તરત જ એ જ કટાર પિતાના પેટમાં બેસીને પોતાનું બલિદાન આપ્યું. આ પ્રમાણે “પતિહત્યામેં પતિવ્રત્ય”. ની કથાનકનો અંત આવે છે. આ ઉપરથી જોવાય છે કે એવા પ્રસંગ પણ હોય છે કે જે સમયે જીવનનો ત્યાગ કરવો જ જોઇએ. આ કંઈ કાયરતાની નિશાની નથી, પરંતુ પ્રબળ શૌર્યનું સક્રિયત્ન છે-સાચી વીરતાનું જાજવેલ્યમાન ઉદાહરણ છે.
એ વાત જરૂર સાચી છે કે દુનિયામાં પ્રત્યેક સિદ્ધાંત અથવા સુંદર રીવાજને પણ દુરુપગ થાય છે, પરંતુ દુરુપયેગના ડરથી સારું કામ ન જ કરવું એ ક્યાંને ન્યાય ? આપણી ફરજ તો બને તેટલો દુરુપયોગ થતું અટકાવે એ છે.
આ ઉપરથી એ વાત પણ થઈ હશે કે સંલેખના એ વાર્થવૃત્તિનું કાર્ય નથી, એમાં નિર્મલતા અને નિસ્વાર્થતા રહેલી છે અને એથી જ એને આત્મઘાત કહે તે પિતાની બુદ્ધિની હરરાજી કરવા બરાબર છે. અતિચારનો ઉપક્રમ
પૂર્વોક્ત સમ્યત્વમૂલક બાર તેને અભ્યાસ કરે જોઈએ. એ વ્રતના તેમજ સંલેખનાવ્રતના પાલનમાં અલના થતાં અતિચાર લાગે છે. સમ્યગ્દર્શન, સ્થળ અહિંસાદિ બાર તે તેમજ સંલેખના વ્રત એ પ્રત્યેકના પાંચ પાંચ અતિચારે છે. આ પ્રત્યેકનું નામ લેખ પૂર્વક સ્વરૂપ વિચારોએ તે પૂર્વે અતિક્રમ, વ્યતિકમ, અતિચાર અને અનાચાર એ ચાર જાતની
ખલનાઓ વચ્ચેનો તફાવત નવી લઈએ. કેઈએ વ્રત લીધું હોય કે મારે અમુક વસ્તુ ન ખાવી, તેમ છતાં એ ખાવાની ઈચ્છા કરે તે “અતિકમ છે. જ્યાં સુધી એ ખાવા માટે ઊઠે નહિ ત્યાં સુધી
અતિક્રમ છે, પરંતુ તે માટે ઊઠે કે તરત જ તે “વ્યતિક્રમ કહેવાય. ઊઠીને એ ચીજ હાથમાં લે એટલે એ ‘અતિચાર” કહેવાય. જ્યાં સુધી મુખમાં મૂકે નહિ, ખાય નહિ ત્યાં સુધી તે
૧ આવી રીતે ભાવના, પરિણામ અને પ્રવૃત્તિમાં પણ ફરક છે. સામાન્ય અભિલાષા તે ( ભાવના '; ઉત્કટ અભિલાષા તે “ પરિણામ ; અને તદનુસાર વર્તન તે “ પ્રવૃત્તિ '. અર્થાત ભાવના એ પરિણામની પૂર્વ અવસ્થા છે. ભાવના ઉત્કટ બને ત્યારે પરિણામના અંકુરા દે અને એ મેગે પ્રવૃત્તિ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org