SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકી. પણ પાપ ગણે છે તે આ વતની ભલામણ કેમ કરી શકે? આને ઉત્તર એ છે કે પ્રમત્ત ગથી થતું પ્રાણવધ તે “હિંસા ” છે. દેખીતું દુઃખ કે દેખીતે પ્રાણુનાશ એ હિંસા જ છે એમ નથી. એ વારતવિક હિંસા કહેવાય તે માટે એમાં રાગ, દ્વેષરૂપ પ્રેરક બળ હેવું જોઈએ. સંલેખનની આરાધનામાં તે ઉલટે રાગાદિને અભાવ છે, કેમકે આ વ્રતની ઉત્પત્તિ નિર્મોહતા અને વીતરાગતા કેળવવાની ભાવનાને આભારી છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયાસથી જ એ વ્રત પૂર્ણ થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ વ્રત હિંસા નથી, પરંતુ શુભ ધ્યાનરૂપ કે શુભ ધ્યાનની કટિમાં મૂકવા લાયક હોઈ ત્યાગપ્રધાન જૈન દર્શનમાં તેને જે સ્થાન આપવામાં આવ્યું છે તે સર્વથા ઉચિત જ છે. વળી તત્વાર્થરાજ (પૃ. ૨૮૪)માં કહ્યું છે તેમાં વિવિધ કરિયાણાની લેવડદેવડમાં તત્પર વ્યાપારીને ગૃહને નાશ ઈષ્ટ નથી, પરંતુ જ્યારે તેને નાશ થવાને પ્રસંગ ખડે થાય ત્યારે તેમાંથી બચવા તે પ્રયત્ન કરે અને છેવટે તેમ કરવું અશક્ય જણાય તે એ કરિયણરૂપ પણ્યને નાશ થતું અટકાવે તેમ વ્રત અને શીલને આરાધક અઠસ્થ પણ વ્રત અને શીલના પાલનમાં સહાયકારી શરીરનો નાશ ન જ છે, પરંતુ જ્યારે શરીરને ઉપદ્રવકારી પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પિતાના ગુણેને આંચ ન આવે તેમ વતવા પ્રયાસ કરે તેમ છતાં પણ જે વ્રત, શીલ ઈત્યાદિરૂપ તેનાં પ જખમમાં આવી પડે તેમ જણાય તો તે શરીરને ત્યાગ કરવા તત્પર થાય. આ ઉપરથી જેવાશે કે મરણુ એ અનિષ્ટ છે એવી સમજ પૂર્વક સંલેખના સેવાય છે, જ્યારે આપઘાતમાં તે તે ઈષ્ટ સમજી તેવી પ્રવૃત્તિ કરાય છે. આવી પરિસ્થિતિમાં સંલેખનાને આપઘાત તરીકે ઓળખાવવી એ શું ન્યાપ્ય છે? વિશેષમાં એ પણ ધ્યાનમાં રાખવું કે જ્યારે જરાથી શરીર સવથા જર્જરિત બની ગયું હોય, કેઈ અસાધ્ય રેગથી પિતે પીડાતે હેય, ઈન્દ્રિયનું બળ પ્રતિદિન ઘટતું જતું હોય, અને મરણની નોબત ખાત્રીથી વાગી રહી હોય તેવે વખતે આવશ્યક ક્રિયા કરવા માટે પિતાને અશક્ત બનતે જઈ ધર્મના સંરક્ષણાર્થે ખુશીથી, નહિ કે અન્યના બળાત્કાથ્થી શુભ ધ્યાનમાં મગ્ન બની પિતાને દેહ ત્યજવાનું અત્ર વિધાન છે. વિશેષમાં એ ઉમેરીશું કે જિનાજ્ઞાથી વિહિત નહિ કરાયેલી પરંતુ નિષેધાયેલી વસ્તુનું સેવન કરવું પડે તેના પહેલાં મરી છૂટવું તે ખેડું નથી. શીલ ખંડિત થાય તેના કરતાં અનિપ્રવેશ સાર–આવું મરણ તે આપઘાત નથી જ-પીગલિક પદાર્થોની લાલસાથી કે ખાલી મોટાઈ ખાતર અથવા કષાયથી પ્રેરાઈને પ્રાણત્યાગ કરે તે “આપઘાત” છે, પરંતુ નિષિદ્ધ વસ્તુના સેવનના દુધર પ્રસંગથી બચવા માટે પિતાના પ્રાણની કુરબાની કરવી તે આપઘાત નથી, બલકે આત્મશુદ્ધિને એ ઉપાય છે. ભાવપ્રાણુના વિકાસ માટે-તેને ટકાવી રાખવા માટે દ્રવ્યપ્રાણુના નાશની ભાવના એ ઈષ્ટ છે, કેમકે ભાવપ્રાણેને સંહાર થતાં તે અનંત સારી બનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ૧ કહ્યું પણ છે કે " रागादीणमणुप्पा अहिंसकत्तेति देसिदं समये । तेसिं चेदुप्पत्ती हिंसेति जिणेहि णिदि द्वा ॥ " [ रागादीनामनुत्पादकोऽहिंसाकतेति देशित समये । तेषां चेदुत्पत्तिहिंसेति जिनैनिर्विष्टा ॥ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy