SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર [ તૃતીય નથી, કેમકે તેનું અહીં કશું પ્રયોજન નથી. અત્ર તે સર્વ આયુષ્ય-કર્મના ક્ષયરૂપ મરણને પ્રસંગ છે. જેથી જેને અંત મરણ છે, તે મરણત” છે. એ જેનું પ્રયોજન છે તે મારણાંતિક' કહેવાય છે. શરીર, કષાય વગેરે જે દ્વારા પાતળાં કરી શકાય તે "સંલેખના કહેવાય છે. મારણાંતિક સલેખનાનું લક્ષણ એ છે કે– तद्भवमरणप्रयोजनत्वे सति सम्यक्तया शरीरकषायादीनां तनूकरणरूपत्वं मारणान्तिकोसंलेखनाया लक्षणम् । ( ४५३) અર્થાત તે જ ભવમાં મરણ થાય એવા નિમિત્તને લઈને યથાર્થ રીતે શરીર, કષાય વગેરેને પાતળાં કરવાં તે “મારણાંતિક લેખના” છે. આના દ્રવ્ય-સંલેખના અને ભાવ-લેખના એમ બે ભેદે છે. તેમાં દ્રવ્ય-સંલેખનાનું લક્ષણ નીચે મુજબ છે – ___ सर्वविषयोन्मादमूलहेतुसर्वधातूनामाहारादित्यागपूर्वकशोषणरूपत्वं द्रव्यसंलेखनाया लक्षणम् । (४५४) અર્થાત આહારદિને ત્યાગ કરીને સમસ્ત વિષયના ઉન્માદના મૂળ હેતુરૂપ સમગ્ર ધાતુઓને શેષી નાંખવી તે “ દ્રવ્ય-સંખના” છે. ભાવ-લેખનાનું લક્ષણ रागद्वेषकषायलक्षणमोहादीनां निवारणरूपत्वं भावसंलेखनाया ઢક્ષણમ્ ( ) અર્થાત રાગ, દ્વેષ અને કષાયરૂપ મેહ વગેરેનું નિવારણ કરવું તે “ભાવ-લેખના ” છે. આ ઉપરથી સમજાયું હશે કે કષાયાદિને નાશ કરવા માટે તેને ટકાવી રાખનારી તેમજ તેને પુષ્ટિ આપનારી સામગ્રીનો ઘટાડો કરે જોઈએ કે જેથી તે પાતળા થાય. આ વૃત્તિને સંલેખના ' કહેવામાં આવે છે. આ વ્રત દેહ પડે ત્યાં સુધી લેવાતું હોવાથી એ “મારણાંતિક સંલેખના” કહેવાય છે. આ વ્રત કેવળ સાધુઓને માટે જ છે એમ નથી, કિન્તુ ગૃહસ્થ પણ એ વ્રતના અધિકારી છે. મારણાંતિક સંલેખના અને આત્મવિધમાં ભિન્નતા મારણાંતિક સંલેખનારૂપ વ્રત લેનાર અનશનાદિ દ્વારા પિતાના શરીરને નાશ કરે છે તે તેણે આપઘાત કર્યો ન ગણાય ? વળી જે જૈન દર્શન આપઘાતને-વહિંસાને ૧ દિગંબરે આને બદલે “ સલ્લેખના' શબ્દ યોજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy