SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૯૨૯ સૂચવ્યા મુજબ કેટલાક દિગંબર આચાર્યો 'ત્રિભેજવિરતિને છ અણુવ્રત તરીકે ઓળખાવે છે એ વાત બાજુ ઉપર રાખીએ તો સામાન્ય રીતે એમ કહી શકાય કે શ્રમણ ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રત (મૂલગુણે)ની પાંચની સંખ્યા, તેનાં નામ અને તેના ક્રમમાં જેરા એ ફેરફાર જણાતો નથી, પરંતુ ઉત્તર ગુણોના સંબંધમાં આથી જુદી હકીકત જોવાય છે. આ ઉત્તર ગુણો તરીકે ગણાતાં શ્રાવકનાં વતોમાં અનેક જની અને નવી પરંપરાઓ છે. હવેતાંબર સંપ્રદાયમાં એવી બે પરંપરાઓ છેઃ–(૧) આગમાદિ ગ્રંથની અને (૨) તત્વાર્થસૂત્રની. પ્રસ્તુત ગ્રંથકારે વ્રતને જે કમ રાખે છે તે પ્રથમ પરંપરાને અનુસરે છે. બીજી પરંપરામાં તે દિવિરતિ પછી ઉપભેગપરિભેગપરિમાણુવ્રત ન ગણાવતાં દેશવિરતિ વ્રતને નિર્દેશ છે, જ્યારે પહેલીમાં આ દેશવિરતિ વ્રત સામાયિક પછી ગણાવાયું છે. આ પ્રમાણે બે પરંપરામાં કમભેદ હેવા છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશે જ મતભેદ જણાતું નથી. દિગંબર સંપ્રદાય પ્રમાણે ઉત્તર ગુણેની બાબતમાં કુંદકુંદ, ઉમાસ્વામિ, સમતભદ્ર, કાર્તિકેય, જિનસેન અને વસુનન્દી એમ છ આચાર્યોની છ ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આમાં કંઈક સ્થળે નામને, કેક ઠેકાણે કમને, કેઈક જગ્યાએ સંખ્યાને અને કેઈક સ્થળે અર્થવિકાસને ભેદ દષ્ટિગોચર થાય છે. સલેખનને પ્રસ્તાવ– પ્રસંગવશાત્ સમ્યકત્વ, અણુવ્રત ઇત્યાદિથી સંપન્ન શ્રાવકે બીજું શું કરવું જોઈએ તેને નિર્દેશ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે કાળ, સંહનન, દુર્બળતા ઈત્યાદિ દેને લીધે આવશ્યક યાને અવશ્ય કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાન કરી શકાતું નથી એમ જાણીને અવમૌદર્ય, ઉપવાસ, છ૬, અમ ઈત્યાદિ તપશ્ચર્યા દ્વારા આત્માની લેખન કરી સંયમ પાળીને જે મહાવ્રતધારી ચાર પ્રકારના આહારના ત્યાગને નિયમ લઈ જીવન પર્યંત અનુપ્રેક્ષારૂપ ભાવના ભાવતાં ગૃતિ અને સમાધિથી યુક્ત હૈઈ મારણાંતિક સંખનાને સેવે છે તે ઉત્તમ અર્થ આરાધે છે. આ કથન સમજાય તે માટે મારણાંતિક સંખનાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. મરણ બે પ્રકારનું છે -(૧) આવી ચિમરણ અને (૨) સમગ્ર આયુષ્ય-કર્મના ક્ષયરૂપ મરણ. આયુષ્ય-કર્મમાં ઘટાડો તે “મરણ” છે. પ્રતિસમય આયુષ્ય ઘટતું જ જાય છે એટલે એ પ્રકારનું મરણ તે આવી ચિ-મરણ” છે. આ “નિત્ય મરણ” પણ કહેવાય છે. પ્રસ્તુતમાં આ મરણ અપેક્ષિત ૧ સર્વાર્થસિદ્ધિ ( પૃ. ૨૦૦ ) પ્રમાણે રાત્રિભજનવિરતિની વ્રત તરીકે પૃથફ ગણત્રી કરવાની જરૂર નથી, કેમકે અહિંસાની “ આલોકિત પાનભોજન ' નામની પાંચમી ભાવનામાં એને અંતભવ થાય છે. ૨ આની વિશેષ માહિતી માટે જુઓ શ્રીયુત જુગલકિશોર સુcકૃત જૈનાચાર્યોકા શાસનભેદ નામનું પુસ્તક ( પૃ. ૨૧ ). - ૩ પિતાને ભૂખ હોય તેના કરતાં ઓછા આહાર લેવો છે. 117 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy