SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૮ આસવ-અધિકાર, [ zતીય નાન, અનુલેપ, સુગંધ, માલા, ઘરેણાં ઇત્યાદિ પાષમૂલક વ્યાપારને અને અબ્રહ્મચર્યાવિ દે પૈકી કેઈકનો અથવા સર્વેને સર્વાશે નિષેધ કરવાની પ્રતિજ્ઞા લઈને ધર્મજાગરણમાં તત્પર રહેવું તે “પીષધ-વ્રત” છે. અતિથિસંવિભાગનું લક્ષણ– न्यायागतकल्पनीयान्नपानादिद्रव्याणां देशकालश्रद्धासत्कारपूर्वक परया भक्त्या संयतेभ्यः प्रदानमतिथिसंविभागस्य लक्षणम् । (४५२) અર્થાત ન્યાયથી પ્રાપ્ત કરેલ અને કલ્પનીય એવા ખાદ્ય, પેય વગેરે પદાર્થો દેશ, સમય, શ્રદ્ધા અને બહુમાન પૂર્વક પરમ ભક્તિથી સંયમીઓને આપવા તે “અતિથિસંવિભાગ-વ્રત છે. વ્રત અને શીલને ભેદ– આ પ્રમાણે આપણે બાર Aતેનું સ્થળ અવલોકન કર્યું. જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે “વ્રત” કહેવાય છે એ વ્રતને પ્રચલિત અર્થ કરતાં તે બારે વ્રતને “વ્રત શબ્દથી વ્યવહાર કરવામાં વાંધો નથી. બાકી તત્વાર્થ (અ. ૭, 'સૂ. ૧૯ ) તરફ નજર કરતાં ત્યાં આ શબ્દ મૂળ વતેને માટે જ જાયે છે, એટલે ચારિત્ર-ધર્મના પાંચ સ્તંભરૂપ અહિંસાદિ મૂળ નિયમ “વ્રત” છે, જ્યારે બાકીના દિગ્વિરતિ વગેરે નિયમ એની પુષ્ટિરૂપ હેવાથી તેને “શીલ” સંજ્ઞા આપવામાં આવી છે. કેટલાક આગમમાં પણ “શીલ” શબ્દ જાયેલે છે એમ કુરે છે. શ્રાવકના તેના ભંગે શ્રાવકનાં વ્રતના એકંદર ૧૩, ૮૪, ૧૨, ૮૭, ૨૦૨ ભંગ (પ્રકારે) થાય છે. આનું વર્ણન પ્રવચનસારદ્વારના ૨૩૬ મા દ્વારમાં, શ્રીમાનવિજયગણિકૃત ધર્મસંગ્રહમાં અણુવ્રતાદિના અધિકારમાં તેમજ શ્રાવકતભંગ પ્રકરણમાં નજરે પડે છે. એ વિષય રસિક તેમજ બોધપ્રદ છે, પરંતુ ગ્રન્થગૌરવના ભયથી હાલ તુરત તે એ પડતું મૂકવામાં આવે છે. બાર તેને કમ વગેરે– સર્વાર્થસિદ્ધિ (પૃ. ૨૦૦ ), તત્વાર્થરાજ (પૃ. ૨૭૦) વગેરે દિગંબર ગ્રંથમાં ૧ “ વ્રતો ૐ રથ મમ 1 ” ૨ શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રચારક વર્ગ” ( પાલીતાણા ) તરફથી ઈ. સ. ૧૯૦૫ માં આ ગ્રંથ ભાષાંતર સહિત પ્રકાશિત થયો હતો. એનાં પૃ. ૨૨૧-૨૩૯ આ વિષય ઉપર સુન્દર પ્રકાશ પાડે છે. ૩ શ્રીઆત્માનંદ સભા તરફથી ૧૪ મા રત્ન તરીકે આ લઘુ પુસ્તક વિ. સં. ૧૯૬૮ માં બહાર પાડવામાં આવેલ છે. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy