________________
[૫] રાક્ષસવંશ-અધિકાર
: ૪૧ :
નામના પુત્ર થયા. તેને ઉત્તમરૂપવાળી એક હજાર સ્ત્રીએ હતી. દેવકુમાર સરખા ૧૦૮ પુત્રો હતા. ભીમરથ દીક્ષા અંગીકાર કરીને ક્રમે કરી સિદ્ધિ પામ્યા. જે કારણે પુણ્યથી રક્ષિત થએલા દ્વીપાતુ' રાક્ષસેા રક્ષણ કરે છે, તે કારણે જ ખેચર-વિદ્યાધરા રાક્ષસના નામથી લાકમાં પ્રસિદ્ધિ પામ્યા છે. હે શ્રેણિક ! રાક્ષસવ'શની ઉત્પત્તિ તમેાને સંભળાવી, હવે આ વંશમાં જે પુરુષોની ઉત્પત્તિ થએલી છે, તેને સ ંક્ષેપથી કહીશ, તેને સાંભળેા. ભીમરથના પહેલા પુત્ર પૂજા નામના થયા. પ્રસિદ્ધ કીર્તિવાળા જિતભાનુ પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તેણે દીક્ષા અંગીકાર કરી. વિશાલ વક્ષઃસ્થલવાળા જિતભાનુના સ’પરિકીર્તિ નામના પુત્ર હતા. તેને સુગ્રીવ નામના અને તેના પુત્ર હરિગ્રીવ નામના હતા. તેના પછી ક્રમશઃ શ્રીગ્રીવ, સુમુખ, સુવ્રત, અમિતવેગ, આદિત્યગતિ, ઈન્દ્રપ્રભ, ઇન્દ્રમેઘ, મૃગારિદમન, પ્રહિત, ઇન્દ્રજિત્, સુભાનુધમ, સુરારિ, ત્રિજટ, મથન, અંગારક, રવ, ચક્રાર, વજ્રમધ્ય, પ્રમાદ, વરસિંહવાહન, સૂર, ચામુંડ, રાવણુ, ભીમ, ભયાવહ, રિપુમથન, નિર્વાણભક્તિમાન્, ઉગ્રશ્રી, અર્હ દ્ભક્તિમાન્, પવન, ઉત્તરગતિ, ઉત્તમ, અનિલ, ચંડ, લ ́કાશોક, મયૂખ, મહાખાહુ, મનેારમ, વિતેજ, બૃહદ્ધતિ, બૃહત્કાન્તયશ, અરિસ ́ત્રાસ, ચંદ્રવદન, મહારવ, મેઘવાન, ગ્રહક્ષેાભ, નક્ષત્રદમન વગેરે વિદ્યાધરા થયા. એ પ્રકારે ખલસમૃદ્ધ લાખા, કરાડા વિદ્યાધરા લંકાપુરીમાં રાજા થયા. તેમના સ્વર્ગવાસ થયાને લાંબે સમય વીતી ગયા. તેઓએ પેાતપાતાના પુત્રાને રાજ્ય આપીને અનુક્રમે દીક્ષા લીધી. કેટલાક દેવલાકે ગયા, કેટલાક પેાતાની શક્તિ અનુસાર તપ-સયમ કરી મોક્ષે ગયા. આ પ્રમાણે મહાપુરુષ ક્રમસર થયા પછી પદ્માના ગથી મેઘપ્રલને કીર્તિધવલ નામના પુત્ર થયા. આજ્ઞા ઐશ્વર્ય વગેરે વિવિધ ગુણાથી પૂર્ણ એવા તે રાજા સુરેન્દ્રની જેમ ઇચ્છા પ્રમાણે લકાપુરીમાં રાજ્ય કરતા હતા. આ પ્રમાણે પૂર્વ ભવમાં કરેલા તપના અલથી જીવેા દેવલાક અને મનુષ્યલેાકને વિષે મહાસુખને મેળવે છે. વળી અહીં કાઇ કાઇ સંપૂર્ણ" કષાયા અને માહને નિમૂલ મળીને કમÖમલના પંકથી સથા મુક્ત થઇને વિમલ બની સિદ્ધ થાય છે. (૨૭૧)
શ્રીપદ્મચરિત વિષે રાક્ષસવ...શના અધિકારવાળા[૫] પાંચમા ઉદ્દેશના આગમાદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ॰ શ્રીહેમસાગરસૂરિએ કરેલ શૂરાનુવાદ પૂર્ણ થયા. [ સ. ૨૦૨૫ ફાલ્ગુન વિદે ૬, રવિવાર ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org