________________
પઉમરિય-પદ્મચરિત્ર
કર્યું. ત્યાંથી ચ્યવીને તું વૈતાઢ્ય પર્વતમાં તતડદગદ નામના ખેચરની ભાર્યા શ્રી પ્રભાદેવીને ઉદ્દિત નામના પુત્ર થયા. કોઈક વખતે વંદન માટે જતા ચારણમુનિનું પરાક્રમ જોઈને તે મૂઢ વિદ્યાધર રાજાએ નિયાણું કર્યું. ઉદાર મહાતપ કરીને ઇશાન કલ્પમાં મોટી ઋદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું મહારાક્ષસ નામને ઘનવાહનને પુત્ર થયા. દેવતાના ભાગેા લાંખા કાળ સુધી ભાગબ્યા, ત્યાં તૃપ્તિ ન થઇ, તેા હવે ૮ દિવસના ભાગથી તને કેટલી તૃપ્તિ થશે? મુનિનું આ વચન સાંભળીને મહારાક્ષસ વિષાદ પામ્યા. પેાતાનું મરણુ નજીકમાં જાણીને રાજા હવે આ પ્રમાણે કહેવા લાગ્યા કે“ વિષયના વિષથી મૂતિ થએલા અને સ્રીએના અનુરાગમાં આસક્ત અનેલા મને કેટલા કાળ ગયા, તેની ખબર ન પડી. ઘર અગ્નિથી સળગવા માંડે, ત્યારે એકદમ કૂવા ખાદાતા નથી, દોડતા અશ્વને તે ક્ષણે કાબૂમાં લાવી શકાતા નથી. આ પ્રમાણે વિચાર કરી દેવરાક્ષસ નામના પુત્રના રાજ્યાભિષેક કરીને તેમ જ ભાનુરાક્ષસને યુવરાજ પદ પર સ્થાપન કરીને પ્રયા અ'ગીકાર કરી, સ શરીરના ત્યાગ કરી, વાસિરાવીને ચાર પ્રકારના આહારના ત્યાગ કરીને આરાધના પૂર્વક કાલ કરીને ઉત્તમ દેવ થયેા.
: ૪૦ :
આ બાજુ કિન્નરગીતપુર નામના નગરમાં શ્રીધર વિદ્યાધરની રતિવેગ નામની પુત્રી હતી, તે દેવરાક્ષસની પત્ની થઈ. ગન્ધ ગીત નગરમાં સુરસન્નિભ રાજાની ગાન્ધારી પત્નીથી જન્મેલી ગન્ધર્યાં નામની ભાનુરાક્ષસની પત્ની હતી. દેવરાક્ષસને દશ પુત્રા અને છ ઉત્તમ પુત્રીઓ હતી. તે જ પ્રમાણે ભાનુરાક્ષસને પણ તેટલાજ પુત્ર-પુત્રીએ હતાં. આ રાક્ષસ-પુત્રાએ જલ્દી પોતપોતાના નામવાળા અમરપુર સરખા મોટા નગરાવાળા સન્નિવેશે। અનાવરાવ્યા. સન્ધ્યાકાલ, સુવેલ, મનઃપ્રહ્લાદ, મનેહર, હંસદ્વીપ, રિજ, ધન્ય, કનક, સમુદ્ર, અસ્વ, મોટા મેોટા ગુણસમૃદ્ધિવાળા મહારાક્ષસ-પુત્રાએ કહેલા નામવાળા સમગ્ર સન્નિવેશે!ની સ્થાપના કરી. આવવિકટ નામના મેઘયુક્ત, વિસ્તીણુ પ્રગટ, શત્રુએ માટે દુગ્રહ, મેાટા વિભાગેાવાળી, સૂર્યના તાપથી પ્રકાશિત થતા રત્નવાળી નગરી ભાનુરાક્ષસના પુત્રાએ રચાવી, ઉત્તમ ભવન, ઊંચાં તારણ, વિવિધ પ્રકારનાં મણિએનાં કિરણેાથી ઝળહળતા, ક્રીડા કરવા યાગ્ય રાક્ષસપુત્રાના સન્નિવેશે શેાભતા હતા. દેવરાક્ષસ અને બીજો ભાનુરાક્ષસ રાજેન્દ્ર એ બન્નેએ ઉત્તમ દીક્ષા અગીકાર કરીને અવ્યાબાધ મેાક્ષ પ્રાપ્ત કર્યાં. (૨૫૦)
રાક્ષસવ શ
આ પ્રમાણે અનેક વંશ-પરંપરા વહી ગયા પછી આ વંશમાં મેઘવાહન નામના રાજા થયા. તેને મનાવેગા નામની ભાર્યાથી મહાત્મા રાક્ષસ નામનેા પુત્ર થયા. તેના પ્રસિદ્ધ નામથી જગતમાં રાક્ષસવશ ઉત્પન્ન થયા. તેને સુપ્રભાદેવીથી સૂર્ય અને ચંદ્રની પ્રભા સરખા આદૈત્યગતિ અને મહત્કીતિ નામના બે ઉત્તમ પુત્રા થયા. તેમના પિતા દીર્ઘકાળ સુધી શ્રમણપણું પાળીને સ્વર્ગમાં ગયા. આદિત્યગતિની પ્રિયભાર્યાનું નામ મદનપદ્મા અને મહત્કીર્તિની ભાર્યાનું નામ આયુનખા હતુ. આદિત્યગતિને ભીમરથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org