________________
: ૩૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર
એક વખત વૈતાઢ્ય પર્વતની બંને શ્રેણીઓના વિદ્યદંષ્ટ્ર નામના રાજા અચાનક અપરવિદેહ નામના ક્ષેત્રમાં ગયા. ત્યાં તેણે સંયમ અંગીકાર કરેલ સંજયન્ત નામના મુનિવરને પરિભ્રમણ કરતા દેખ્યા. પાપથી ભરેલે તે તેમને પકડીને અહીં પંચગિરિ નામના પર્વત ઉપર લા. મેટા પર્વત પર તે મુનિને બેસાડીને સમગ્ર ખેચ સહિત પત્થરોના પ્રહાર કરી દયારહિતપણે કદર્થના કરી, તો પણ મુનિ પિતાના મુનિ પણાના
ગ ચૂકતા નથી. સમભાવવાળા અને ગોમાં એકાગ્રમનવાળા તે મુનિવરને ઘણા પ્રકારના ઉપસર્ગો સહન કરતાં કરતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે ધરણેન્દ્ર મુનિવર પાસે આવ્યા, તેમના ચરણમાં પ્રણામ કરીને તે વિદ્યાધરની સર્વ વિદ્યા હરી લીધી. જે વિદ્યાધર બલથી ઉન્મત્ત બની જિનભવન અને મુનિવરના ઉપરથી જશે, તે વિદ્યાધર નક્કી વિદ્યાઓથી પરિભ્રષ્ટ થશે.” આ પ્રમાણે તેઓને ઉપદેશ આપીને ધરસેન્સે ફરી વિદ્યાઓ પાછી આપી. ત્યાર પછી ઘોર ઉપસર્ગ થવાને સંબંધ મુનિવરને પૂછયો. હવે સંજયન્ત મુનિવર કહેવા લાગ્યા–
ચારગતિ સ્વરૂપ વિસ્તીર્ણ અને દીર્ઘ સંસારમાં અટવાતો હું કઈ વખત શકટ નામના ગામમાં વણિકકુલમાં સારા સાધુઓની સેવા કરનાર, સરળતા નમ્રતાવાળા પરિણામ મેગે હિતકર નામના મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી કાલધર્મ પામી કુસુમાવતી નામના નગરના સ્વામી “શ્રીવદ્ધિન” નામના રાજાપણે ઉત્પન્ન થયો. તે ગામમાં એક વિપ્ર હતો. તે કુત્સિત અજ્ઞાનતપ કરી મૃત્યુ પામી દેવલોકમાં અ૫દ્ધિવાળા દેવ થયે. ત્યાંથી ચવેલ તે જવલનશિખ નામને સત્યવાદી વિપ્ર શ્રીવર્બન રાજાને પુરહિત થયે. તેણે નિયમદત્ત વણિકનું દ્રવ્ય બળાત્કારે પડાવી લીધું. તે વિપ્ર ગણિકાને ત્યાં ગયો અને તેની સાથે જુગાર રમતાં પોતાના નામથી અંકિત મુદ્રા હારી ગયો. તે વિપ્રને ઘેર જઈને નામાંકિત મુદ્રાના બાનાથી દાસીએ તેને ત્યાંથી રત્નો લાવીને વણિકને અર્પણ કર્યા. રાજાએ તેનું સર્વસ્વ ગ્રહણ કરીને નગરમાંથી હદપાર કર્યો. વૈરાગ્ય પામેલો તે તપ કરવા લાગ્યો. મૃત્યુ પામેલા તે મહેન્દ્ર નામના ઉત્તમ વિમાનમાં દેવ થઈ ત્યાંથી
વેલે વિદ્યહૃષ્ટ રૂપે . શ્રીવહેંન તપ કરી દેવલોકમાં ગયે. ત્યાંથી ચવેલે હું અપરવિદેહમાં સંજયન્તમુનિ થયે. એ કર્મના અનુબંધથી ઉત્પન્ન થએલ દર્શનરૂપ ઈમ્પણથી વ્યાસ કે પાગ્નિ અત્યારે વિદ્યાધરને પ્રજવલિત થયે. જે નિયમદત્ત હતો, તે પણ ધર્મ ઉપાર્જન કરીને મૃત્યુ પામી તું ધરણેન્દ્રપણે ઉત્પન્ન થયે. આ વૃત્તાન્ત સાંભળીને તે રાજા ધરણેન્દ્ર સહિત મુનિવરને ખમાવીને વિષય-સુખને ત્યાગ કરતો દીક્ષા લેવા તૈયાર થયા. ધરણેન્દ્ર મુનિવરને ત્રણ પ્રદક્ષિણ આપીને સર્વ પરિવાર સહિત પોતાના સ્થાને એકદમ પહોંચી ગયું. હવે ત્યાં વિદંખને દઢરથ નામને પુત્ર હતો. તેને પબંધ કરીને તપ કરીને તે મોક્ષે ગયે, તેના પછી ક્રમસર અશ્વવજ, પદ્મનાભ, પદ્મમાલી, પદ્યરથ, સિંહવાહ, મૃગધર્મ, મેઘસિંહ, સિંહધ્વજ, શશાંક, ચંદ્રાંક, ચંદ્રશિખર, ઇન્દ્રરથ, ચંદ્રરથ, શશાંક ધર્મ, આયુધ, હરિચંદ્ર, પુરચંદ્ર, પૂર્ણચંદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org