________________
[૫] રાક્ષસવંશ-અધિકાર
બાલેન્દુ, ચંદ્રચૂડ, ગગનેન્દુ, દુરાનન, એકચૂડ, દ્રિચૂડ, ત્રિચૂડ, ચતુટ્યૂડ, વજચૂડ, સિંહચૂડ, તથા જવલન જટી તેમજ અકતેજા વગેરે ઘણું વિદ્યારે થયા. જિનેશ્વર ધર્મારાધનના પ્રભાવે તેઓ કેટલાક મોક્ષે, બીજા વળી ગુણવંત સાધુ બની ઉત્તમવિમાનમાં વાસ કરનારા થયા. આ પ્રમાણે સંક્ષેપથી વિદ્યાધરના વંશની ઉત્પત્તિ તમને જણાવી. હવે હે નરાધિપ! બીજા અજિતનાથ જિનેન્દ્રની ઉત્પત્તિ સાંભળો ! (૪૮) અજિતનાથ ભગવાન્
| ઋષભદેવ ભગવંતના સમયમાં જે પ્રકારના આયુષ્ય, બલ, ઊંચાઈ, તપ કે નિયમ તથા સુખ આપનારા પદાર્થો હતા, તે સેવે ઓછી થવા લાગ્યા. એ પ્રમાણે પરંપરામાં એક પછી એક એમ અનેક રાજાઓ થયા. પછી સાકેત નગરીમાં ધરણીધર નામના રાજા થયા. તેને ગુણાનુરૂપ ત્રિદશંજય નામનો પુત્ર થયે, તેને ઇન્દ્રલેખા નામની ભાર્યા અને જિતશત્રુ પુત્ર થયા. પિતનપુરમાં આનંદ રાજા અને તેને કમલમાલા નામની અત્યંત રૂપવતી પત્ની હતી, તથા વિજયા નામની એક સુપુત્રી હતી. પુણ્યશાલી જિતશત્રુ રાજાનાં ગુણપૂર્ણ એ કન્યા સાથે લગ્ન થયાં. ત્રિદશંજય રાજા કૈલાસ પર્વત પર સિદ્ધિપદને પામ્યા. ત્યારપછી કઈક સમયે અજિતનાથ તીર્થકર ભગવંતનો જન્મ થયે, એટલે દેવેન્દ્રાદિકે તેમના જન્મ-મહોત્સવાદિ સર્વ કાર્યો કર્યા. ત્યાર પછી રાજ્ય કર્યું. કેઈ સમયે યુવતિજનથી પરિવરેલા તે ઉદ્યાનમાં બેઠા હતા, ત્યારે ક.લવનને પ્લાન થએલું જેઈને વૈરાગ્ય-વાસિત થયા અને ચિંતવવા લાગ્યા કે–જેવી રીતે મકરન્દ અને સુગંધવાળાં પુષ્પોથી સમૃદ્ધ આ પદ્ધસરોવર પ્લાન થાય છે અને તેની શોભા નાશ પામે છે; તેમ માનવજીવન પણ અંતે નાશ પામનારું છે. એમ વિચારી માતા, પિતા, પુત્ર અને સર્વ પરિવારની અનુમતિ મેળવીને આગળ (ઋષભદેવ ભગવંતના અધિકારમાં ) કહી ગયા, તે પ્રમાણે ધીરતા ગુણવાળા અજિતનાથ સ્વામીએ દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે મહાસત્ત્વશાળી દશ હજાર રાજાઓએ રાજ્ય-સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લીધી. છઠ્ઠ તપવાલા ભગવંતને સાકેત નગરીમાં બ્રહ્મદત્ત રાજાએ વિધિપૂર્વક વિવિધ પ્રકારવાળું પ્રાસુક દાન આપ્યું. ત્યાર પછી બારમે વર્ષે તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. ચોવીશ અતિશયો અને આઠ મહાપ્રાતિહાર્યો ઉત્પન્ન થયા. તેમને ૯૦ નેવું ગણધર અને ૯, ૯૧ સંયમ શીલ ધરનારા અને ગુણસમૃદ્ધિ પામેલા સાધુઓ થયા. સગર ચક્રવતી
ત્રિદશંજયના બીજા પુત્રનું નામ વિજયસાગર હતું, તેને સુંદર રૂપવાળી સુમંગલા ભાર્યા હતી. તેના ગર્ભમાં સગર નામનો પ્રસિદ્ધ પુત્ર ઉત્પન્ન થયો. ચૌદ રત્નોના સ્વામી ચકવતી પણું પામ્યા. હે શ્રેણિક! આ સમયે જે કંઈ પણ પ્રસંગ બને, તે એકાગ્ર મનથી સાંભળો. આ વિતાઢ્ય પર્વતમાં રથનૂપુર અને ચક્રવાલપુર નામનાં નગરો હતાં. ત્યાં પૂર્ણ ધન નામથી પ્રસિદ્ધ વિદ્યાધરોને રાજા હતો. તેને ગુણ–રૂપયુક્ત મેઘવાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org