________________
: ૨૮ :
પઉમરિય-પદ્મચરિત્ર
ધારી શ્રાવકવર્ગ જવ, ડાંગરના અંકુર આગળ રહેલા દેખીને રાજભવનમાં પ્રવેશ કરતા ન હતા, તેઓને કાકિણી રત્નથી શ્રાવકપણાની ઓળખાણ માટે સૂત્રનું ચિહ્ન કર્યું. અન્ન, પાન, આસન આદિ આપવાવડે તેઓને મહાગર્વ ઉત્પન્ન થયે અને અમે આ પ્રમાણે કૃતાર્થ થયા એમ અભિમાન વહન કરવા લાગ્યા. મતિસાગર નામના મંત્રીએ ભરતને સભા વચ્ચે કહ્યું કે, જિનેશ્વરે જે પ્રમાણે કહેવું છે, તે એકાગ્ર મનથી સાંભળો. “હે નરાધિપ ! જે પ્રથમ શ્રાવકોનું તમે સન્માન કર્યું છે, તે જ લોકોના વંશજો પરંપરાએ કુતીર્થ પ્રવર્તાવનાર પાખંડીઓ થશે. ખોટા વચનવાળાં શાસ્ત્ર રચીને વેદનામ આપીને તેમાં હિંસાના વિધાનો કરીને યજ્ઞોમાં પશુઓનો વધ કરાવશે. વિપરીત વર્તનવાળા ધર્મ પ્રવર્તાવીને આરંભ-પરિગ્રહમાં નિયંત્રણ વગરના પોતે તે મૂઢ-અજ્ઞાની છે જ અને બીજાઓને પણ ભરમાવશે. આ વચન સાંભળીને કોપાયમાન થએલા ભરત રાજાએ એમ આજ્ઞા કરી કે-“આ નગરમાંથી એકદમ સને નિર્વાસિત કરે” લોકો વડે ફટાતા, પત્થર અને હથિયારોથી મરાતા તેઓ તીર્થકર ભગવંતના શરણે ગયા; એટલે ભગવંતે તેમને રોક્યા અને કહ્યું કે, હે પુત્ર! “મા હણ” એમ કહીને ભારતને મારતાં અટકાવ્યું. તે કારણે આ લોકમાં આ “માહણ” (બ્રાહ્મણો) એમ કહેવાય છે. આગળ ભગવંતની સાથે જેઓ પ્રવજ્યા અંગીકાર કરીને પછી પતિત થયા, તેઓ પણ વલ્કલ પહેરનારા પાખંડી તાપસો થયા. તેઓના શિષ્ય, પ્રશિષ્ય, ભગુ, અંગિરસ આદિ કુશાસ્ત્રોમાંથી અવળું સમજાવીને લોકોને ભરમાવતા હતા. આ પ્રમાણે પૃથ્વીમાં તે ધર્મનાં બીજ રોપાયાં અને અનેક પ્રકારના અધર્મોની પરંપરા ચાલી. ઋષભદેવ અને ભારતનું નિર્વાણ
માહણોની ઉત્પત્તિ કેમ થઈ? તે હકીકત તમને કહી. હવે પ્રથમ જિનેશ્વરનું નિર્વાણ-કલ્યાણક કેમ થયું ? તે હે રાજન્ સાંભળે ! ત્રિલેકનાથ ઋષભદેવ ભગવંત લોકોને ધર્મનો માર્ગ બતાવીને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર અનુત્તર નિર્વાણપદને પામ્યા. ચક્રવતી ભરત પણ રાજલક્ષમીને તણખલાની જેમ ત્યાગ કરીને જિનવરને માર્ગ અંગીકાર કરીને અવ્યાબાધ શિવશ્રી પામ્યા.
આ પ્રકારે હે શ્રેણિક ! પૂર્વપુરુષોએ આચરેલી લોકસ્થિતિ તમોને જણાવી. હવે વિમલ પ્રભાવવાળા ચાર રાજવંશ-વિષયક હકીક્ત તમે સાંભળો. (૯૦).
પદ્યચરિતમાં “લોકસ્થિતિષભ-માહણ અધિકાર’ નામને ચેાથે
ઉદ્દેશક સમાપ્ત થયે. [૪].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org