________________
[૪] લેકસ્થિતિ, ઋષભ-માહણ (બ્રાહ્મણ)ને અધિકાર
: ૨૭ :
ગામો, દેવલેક સમાન નગર, રાજા સરખા પ્રજાજનો અને કુબેર સરખા રાજાઓ હતા. અત્યંત સુંદર રૂપ ધારણ કરનાર ૬૪ હજાર સંખ્યા-પ્રમાણું રાણીઓ અંતઃપુરમાં હતી, મુગુટબદ્ધ બત્રીસ હજાર રાજાઓ હતા, ૮૪ હજાર મદન્મત્ત હાથીઓ તેટલી જ સંખ્યાના પ્રમાણવાળા વિજા અને છત્રના ચિહ્નવાળા રથે હતા. અત્યંત વેગવાળા ૧૮ કોડ અશ્વો હતા, સેવકોની દાસ-દાસીની સંખ્યા તો અપરિમિત હતી. ચૌદ મહારત્ન, નવ નિધાને, અનેક કિંમતી પદાર્થો ભરપૂર જળ અને સ્થળમાં રહેલા આવાસેનું રક્ષણ દેવસમૂહ કરતા હતા. ભરત ચકવતીને અમરકુમાર સરખા ભેગવિલાસ કરતા રાજ્યવિભૂતિને પામેલા પાંચસો પુત્રો હતા. કદાચ કઈને વર્ણન કરવા માટે સો જીભ મળી જાય, તે સાથે બુદ્ધિનો વૈભવ અને કાવ્યશક્તિ મહાન મળી જાય, તે પણ તે પંડિત પુરુષ તેના સમગ્ર રાજ્યનું વર્ણન કરવા શક્તિમાન ન થાય. (૬૩) માહણ-બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ
આ પ્રમાણે કહેવાયા પછી ફરી શ્રેણિક રાજાએ ગણધરોમાં શ્રેષ્ઠ એવા ગૌતમ સ્વામીને મનહર વચનોથી પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! ત્રણ વર્ણોની સમગ્ર ઉત્પત્તિ તો મેં બરાબર સાંભળી, હવે બ્રાહ્મણની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે આપ સંભળાવો. જેઓ સર્વ જીવોની હિંસા કરે છે, હંમેશાં મુનિવિરુદ્ધ કાર્યો કરે છે, છતાં પણ તેઓ એ ગર્વ કરે છે કે, “અમે તે આ હિંસાદિક ધર્મ-નિમિત્ત કરીએ છીએ.” આ પ્રમાણે પૂછતાં જ ગૌતમ ગણધર ભગવંત શ્રેણિક રાજાને જે યથાર્થ હકીકત હતી, તે કહેવા લાગ્યા કે-“હે રાજન્ ! માહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તેની યથાર્થ હકીકત સાવધાનતાથી સાંભળો–
સાકેત” નગરીમાં નાભિનન્દન ઋષભદેવ ભગવંત સંઘસહિત એક સ્થલમાં બેઠેલા હતા, તે સમયે ભરત મહારાજા ત્યાં આવી પહોંચ્યા. મસ્તકથી નમસ્કાર કરી તેમના ચરણમાં કયુગલ કરીને ભારત આ પ્રમાણે કહેવા લાગ્યા–તે તમે સાંભળો. “હે ભગવંત ! મારા પર કૃપા કરી આપ આજ્ઞા કરી કે, સર્વ પાપનો ત્યાગ કરનાર આ મુનિઓ મારે ત્યાં તદ્દન શુદ્ધ-નિર્દોષ પ્રાસુક કલ્પનીય આહારનું ભજન કરે” ત્યારે ભગવતે કહ્યું કે, “હે ભરત ! સંયત મુનિવરને સાધુ માટે ખરીદ કરેલ, તૈયાર કરેલ આહાર લેવો કલ્પત નથી.” એવું વચન સાંભળીને તદ્વિષયક વિચાર કરવા લાગ્યા કે, આ નિગ્રંથ મુનિવરે શરીરની પણ મમતા છોડીને ઉગ્ર તપશ્ચર્યા કરનારા છે, નિમંત્રણ કરવા છતાં પણ આ મહર્ષિઓ મારા ઘરે ભોજન કરતા નથી, તે હવે શ્રાવકોને અન્ન-પાન આદિનું દાન ભક્તિથી આપું. આ શ્રાવકો પણ ગૃહસ્થના શ્રાવકધર્મ માં પાંચ અણુવ્રત અને સાત ગુણત્રતામાં સાવધાન છે, તો તેમને વારંવાર ભજન કરાવું અને દાનનું પુણ્યફલ પ્રાપ્ત કરું. ભરતે ગૃહસ્થનાં તોરૂપ ચારિત્ર પાલન કરનાર સને બોલાવ્યા, તે તરત જ મિથ્યાત્વી આદિ મનુષ્ય આવીને હાજર થયા. વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org