________________
પઉમાચરિય-પદ્મચરિત્ર
સો (૯૮) પુત્રોએ પોતાના દેહની મમતા છોડી શ્રમણપણું અંગીકાર કર્યું. તક્ષશિલા નગરીના સ્વામી મહાપરાક્રમી બાહુબલી હંમેશાં ભરત રાજાને પ્રતિકૂલ રહેતા હતા અને ભરતની આજ્ઞા માનતા ન હતા, તેમજ ભરતને પ્રણામ કરતા ન હતા. રેષાયમાન થએલા ભરત મહારાજાએ તેની સાથે યુદ્ધ કરવા માટે સમગ્ર સેના-સહિત સંપૂર્ણ સામગ્રી સાથે ઉતાવળથી પોતાની નગરીથી પ્રયાણ કર્યું. જય જયકારના શબ્દોની ઉદ્દઘોષણ કરતા કરતા “તક્ષશિલા નગરે પહોંચ્યા અને તરત જ યુદ્ધ કરવા માટે ભરત તિયાર થયા. ભરત ચક્રવર્તીને આવેલા સાંભળીને પરાક્રમી બાહુબલી પણ મોટા સુભટોની સેના સાથે તક્ષશિલાથી બહાર નીકળ્યા. બળ અને ગર્વવાળા બંનેના સિન્યનું યુદ્ધવાર્જિવ વાગતાં મહાયુદ્ધ જામ્યું. જેમાં એક બીજાનાં છૂટાં પડી ગએલાં મસ્તકે અને ધડો નૃત્ય કરવા લાગ્યાં, યુદ્ધક્ષેત્ર નાટક સ્થળ સરખું દેખવા લાયક થયું. તે સમયે બાહુબલીએ ભરતને કહ્યું કે-“આ નિરપરાધી લોકો વધ કરવાથી શું લાભ? આ રણક્ષેત્રમાં દષ્ટિ, મુષ્ટિ આદિકનું આપણે બન્ને યુદ્ધ કરીએ. એમ કહેતાં જ બંનેએ દષ્ટિયુદ્ધ કર્યું, તેમાં ભારતના નેત્રના પ્રસારને ભંગ થયે, એટલે પ્રથમથી જ ભરત હારી ગયો. ફરી પાછું બાહુયુદ્ધ કરતાં અત્યંત અહંકાર પૂર્વક એક બીજાના પગમાં આંટી મારીને મુક્કા અફાળવા પૂર્વક કુસ્તી કરવા લાગ્યા. અગ્નિ માનવાળા તે બંને મહાપુરુષે સામ સામે અદ્ધતડિત, ત્રબંધન, નીચે પાડવા, ઉપર ચડવું એવાં કારણો કરતા લડતા હતા. એમ કરતાં ભરત મહારાજા ભુજાબલના યુદ્ધમાં હારી ગયા, એટલે અતિક્રોધ પામેલા તેણે બાહુબલીને વધ કરવા માટે ચકરત્ન છોડયું. તેને મારવા અસમર્થ સુદર્શનચક જઈને પાછું આવ્યું. તે સમયે ભુજાબલવાળા બાહુબલીને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી કહેવા લાગ્યા કે, “અહો ! વિષયાસક્ત આત્માઓ અકાય જાણવા છતાં પણ કષાયાધીન બની એક બીજાનું નુકશાન કરવા તૈયાર થાય છે. રાખ માટે ચંદનને, દોરા માટે મોતીને જેમ કેઈ નાશ કરે, તેમ મનુષ્યના ભોગ ખાતર મૂઢપુરુષ દેવતાઈ ઋદ્ધિનો નાશ કરે છે. પછી બાહુબલી કષાયના યુદ્ધને ત્યાગ કરી પરિષહરૂપી સુભટ સાથે સંયમયુદ્ધ કરવા લાગ્યા અને ત્યાં સુધી યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો કે, “જ્યાં સુધી ઉત્તમ સિદ્ધિસ્થાન પ્રાપ્ત ન કરું.’ જિનેન્દ્રને નમસ્કાર કરીને લેચ કરીને સર્વ સંગ વોસિરાવીને પાપને સર્વથા પરિહાર કરીને તેઓ શ્રમણ થયા. હવે ચકવતી ભરત મસ્તકથી તેમને પ્રણામ કરીને મધુર વચનથી કહેવા લાગ્યા કે, “પ્રત્રજ્યા ન સ્વીકારો અને મહાભગવાળું રાજ્ય ભેગો.” “એક વર્ષ સુધી કાર્યોસગ–પ્રતિમા પણે રહેવું” એવી પ્રતિજ્ઞાવાળી બાહુબલીને નમસ્કાર કરીને ભરત ચક્રવતી પિતાના સમગ્ર સિન્ય પરિવાર–સહિત “સાકેત” નગરીએ પહોંચ્યા. મહાત્મા બાહુબલી પણ તપના બલથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને આઠે પ્રકારનાં કર્મોનો વિનાશ કરી દુઃખ-મુક્ત મેક્ષમાં ગયા. દેવેલેકમાં જેમ ઈન્દ્ર તેમ ભરત ચક્રવર્તી પણ એકછત્રવાળાં આ ભરતક્ષેત્રની ભેગ-સમૃદ્ધિ ભગવતા હતા. વિદ્યાધના નગર સરખાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org