SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧૦ : પઉમચરિય-પદ્મચરિત્ર ત્યારથી માંડી અત્યાર સુધીના સમગ્ર વૃત્તાન્ત કહ્યો. નારદ પાસેથી વૃત્તાન્ત સાંભળીને લવણુ અને અંકુશ પુત્રા પિતાજી ઉપર અતિશય રાષાયમાન થયા અને હુકમ કર્યાં કે, • યુદ્ધ કરવા માટે સમગ્ર સૈન્યને જલ્દી સજ્જ કરા.’ પુત્રાને પતિ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા જાણીને ત્યાં સીતા સભય મનવાળી થઈ. પતિના ગુણેાનું વારંવાર સ્મરણ કરતી રુદન કરવા લાગી. સીતાની સમક્ષ ઉભા રહેલા નારદને સિદ્ધાર્થ કહેવા લાગ્યા કે, આ તા તમે કુટુમ્બ વચ્ચે ક્લેશ કરાવવાના પ્રયત્ન કરી રહેલા છે.' ત્યારે દેવવિષ નારદ સિદ્ધાર્થને કહેવા લાગ્યા કે, · આ ખાખત હું કંઈ પણ જાણતા નથી, પરંતુ આમાં એક ગુણ થવાના છે, માટે તું સ્વસ્થ થા. < 6 6 માતાને રુદન કરતી સાંભળીને અને કુમારોએ માતાને કહ્યું કે, હું માતાજી! અમને તમે જલ્દી કહેા કે, ‘અહિં તમારા પરાભવ કાણે કર્યો? ' સીતાએ કુમારને કહ્યું કે, અહિં મને કાઇએ રોષ કરાવ્યા નથી, તમારા પિતાના ગુણાનું સ્મરણ કરતાં મને અત્યારે રુદન આવી ગયું.' ત્યારે કુમારાએ સીતાને પૂછ્યું કે, ‘અમારા પિતા કાણુ છે? અને હે માતાજી! તે કથાં વસે છે? તેનું નામ અને ભૂતકાળના સમગ્ર વૃત્તાન્ત હૈ.' આ પ્રમાણે પૂછાએલી સીતા કુમારાને કુમારની ઉત્પત્તિ, લક્ષ્મણ સહિત રામની સમગ્ર ઉત્પત્તિ, દંડકારણ્યને વૃત્તાન્ત, પોતાનું અપહરણ, રાવણના વધ, સાકેતપુરીમાં પ્રવેશ, લેાકાએ ફેલાવેલી સીતા માટેની ખાટી અફવા ઇત્યાદિક પૂછાએલા વૃત્તાન્તાના પ્રત્યુત્તર સીતાએ આપ્યું. ફરી પણ સીતાએ કહ્યું કે, · લેાકવાયકાથી રામે સિંહોની ગજ નાવાળી અટવીમાં લઇ જઇને મને છેડી દીધી. હાથી પકડવા માટે આવેલા વાજઘ રાજા ધર્મની બહેન તરીકે મારા સ્વીકાર કરીને આ નગરમાં મને લઈ આવ્યા. અરાબર નવ મહિના પૂર્ણ થયા અને શ્રવણ નક્ષત્રમાં ચન્દ્રના યાગ થયા, ત્યારે અહિં જ રામના પુત્રા તરીકે તમારા બંનેના સાથે જન્મ થયા. રત્નાથી પરિપૂર્ણ લવણુસમુદ્રના છેડા પર્યન્તની વિદ્યાધર રાજાએ સહિત પૃથ્વીને દાસીની જેમ રામે વશ કરી. અત્યારે જો રામની સાથે તમારું યુદ્ધ આવી પડે, તે અશુભ સમાચાર મારે સાંભળવા પડે, તે કારણે મને રુદન આવી ગયું.' પુત્રાએ સીતાને વિશેષમાં જણાવ્યું કે, ‘હે માતાજી! અલરામ અને કેશવના યુદ્ધમાં અમારાથી થતા માનભંગ તું જલ્દી સાંભળીશ.' સીતા કુમારને કહેવા લાગી કે, ‘તમારે આમ કરવું તે યેાગ્ય ન ગણાય, લેાકમાં એવી મર્યાદા છે કે, ‘હમેશાં માતા-પિતાદિક ગુરુવ પ્રત્યે નમ્રતા રાખી તેમને પ્રણામ કરવા જોઇએ. ’ આ પ્રમાણે ખેલતી માતાને આશ્વાસન આપી અને કુમારેએ સ્નાન, ભાજન કરીને, આભૂષણેાથી શરીર અલંકૃત કર્યું. સિદ્ધ ભગવન્તાને નમસ્કાર કરીને મદોન્મત્ત હાથી ઉપર આરોહણુ કરીને સૈન્ય પરિવાર–સહિત કુમારે એ કૈાશલાનગરી તરફ પ્રયાણુ કર્યું". સૈન્યના અગ્રભાગમાં દશહજાર કુહાડા ધારણ કરનારા યેદ્ધાએ માગમાં આવતા વૃક્ષસમૂહને છેદી નાખીને આગળ પ્રયાણ કરતા હતા. તેમની પાછળ ગધેડા, ઉંટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy