________________
[૯] પિતા સાથે લવણ-અંકુશનું યુદ્ધ
: ૪૧૧ :
બળદ, પાડા વગેરેના શરીર ઉપર રત્ન, સુવર્ણ, વસ્ત્ર, ધન, ધાન્ય ભરીને જઈ રહ્યા હતા. જેમણે હાથમાં વિવિધ પ્રકારનાં આયુધ ગ્રહણ કર્યા છે, વિવિધ પ્રકારની વેષભૂષા સજેલા દઢદર્પવાળા યોદ્ધાઓ ચંચળ અને ચપલ અશ્વો ઉપર આરૂઢ થઈને જતા હતા. તેમની પાછળ ઘણુ ગેધાતુના રંગથી ચિત્રેલા મદોન્મત્ત હાથીએ જતા હતા અને તેની પાછળ ઉચે ફરકતી ધ્વજાવાળા અને શોભિત બનાવેલા રથે ચાલવા લાગ્યા. આ કુમારની છાવણીમાં તાબૂલ, પુષ, ચન્દન, કેસર, કુંકુમ, કપૂર, વસ્ત્રો વગેરે ઉપયોગી સામગ્રી અતિશય વિશાળ પ્રમાણમાં હતી.
આ પ્રમાણે સિન્યપરિવાર સહિત તે કુમારે શેરડી, શાલિ વગેરેની પ્રચુરતાવાળા બાગ-બગીચા-ઉદ્યાન, જળાશય, કિલા વગેરેથી મનોહર એવા કેશલાપુરીના દેશમાં પહોંચ્યા. એક એક એજનનું નિયમિત પ્રયાણ કરતા કરતા ક્રમે કરી કોશલાપુરીની નજીકમાં વહેતી નદીના કિનારે તેઓએ સૈન્યનો પડાવ નાખે. પર્વતના શિખર-સમૂહ સરખા ભવનાવાળા નગરને દેખીને કુમારોએ વાઘને પૂછયું કે, “હે મામાજી! આ શું દેખાય છે?” ત્યારે વાઘે કહ્યું કે, “આ તે સાકેતા નગરી છે કે, જ્યાં લક્ષમણ-સહિત તમારા પિતાજી રામ નિવાસ કરે છે.”
રામ અને લક્ષમણ બંને “શત્રુ–સૈન્ય નજીક આવ્યું છે.” એવા સમાચાર સાંભળીને બોલવા લાગ્યા કે, “અત્યારે કોનું મરણ નજીક આવ્યું છે? અથવા તે આ કેઈ અલ્પ આયુષ્યવાળો જણાય છે, તેમાં સળેહ નથી. જે પુરુષ અમારી પાસે આવશે, તે નક્કી યમરાજાનાં દર્શન પામશે.” પાસે રહેલા વિરાતિને રામે એકદમ આજ્ઞા કરી કે, સિંહ, ગરુડ, વાહનની નિશાનીવાળી ધ્વજાઓ યુક્ત પુષ્કલ સિન્ય સંગ્રામ માટે તૈયાર કરાવો.” આ પ્રમાણે આજ્ઞા આપીને ચન્દ્રોદરના પુત્ર દ્વારા સર્વે નરેન્દ્રોને બેલાવ્યા. એટલે તરત જ તેઓ સર્વે કોશલા નગરીમાં આવી પહોંચ્યા. રામનું સૈન્ય દેખીને સિદ્ધાર્થ ભય પામ્ય અને નારદને કહેવા લાગ્યો કે, “આ સવ વૃત્તાન્ત ભામંડલની પાસે જઈને તેને વાકેફ કરે. તરત નારદજી ત્યાં ગયા અને સમગ્ર વૃત્તાન્ત ભામંડલને જણાવ્યું. એટલે તે એકદમ દુઃખી હૃદયવાળો બની ગયે. મોટા સૈન્યસહિત ભાણેજે યુદ્ધ કરવા નજીક પહોંચી ગયા છે-એમ જાણીને માતા-પિતા સહિત ભામંડલ પુંડરીક નગરીએ પહોંચી ગયે. માતા-પિતા-સહિત ભાઈને આવેલા જાણું સીતા તરત સ્નેહપૂર્ણ હૃદયવાળી બહાર નીકળી. પિતા-માતા–ભાઈને સમાગમ થયે, એટલે સીતા કરુણ વિલાપ કરવા લાગી અને નિર્વાસિતપણાનું દુઃખ જેવું અનુભવ્યું હતું, તે સર્વ જણાવ્યું.
બેનને કઈ પ્રકારે શાન્ત પાડીને ભામંડલ કહેવા લાગ્યો કે, “હે દેવી! સાંભળ, અત્યારે તારા પુત્રો કેશલાપુરીમાં સંગ્રામમાં કદાચ ઝૂકાવશે એવો મને સન્દહ થયે છે. નારાયણ અને બલદેવ એ મોટા દે વડે પણ ક્ષોભ પામતા નથી, છતાં તારા પુત્રોએ તેમને ક્ષોભ પમાડ્યા છે. હે દેવી! જેટલામાં તે કુમારને પ્રમાદ ન થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org