________________
[૭૭] મદનું આખ્યાન
: ૩૪૯ :
સવેને વિનિયોગ કરીને ભાનુકણે પણ કેવલજ્ઞાનાતિશય પ્રાપ્ત કર્યો. જે જે સ્થાનકેમાં આ મહાત્માઓ નિરુપદ્રવ અચલ અનુત્તર એવું મોક્ષસુખ પામ્યા. હે શ્રેણિક ! તે સ્થાનકે દેખાય છે, પરંતુ તે સાધુઓ દેખાતા નથી. ઇન્દ્રજિત્ અને મેઘવાહન વિધ્યસ્થલીમાં સિદ્ધિ પામ્યા, તે ત્રણે ભુવનમાં વિખ્યાત એવું મેઘરવ નામનું તીર્થ થયું
શ્રમણ જબૂમાલી સુચારિત્રના કર્મના પ્રભાવથી કાલ પામીને અહમિદ્રપણું અર્થાત્ કલ્પાતીત દેવપણે થયા. ત્યાંથી ચ્યવને ઐરાવત ક્ષેત્રમાં મહાશ્રમણ થશે અને કર્મ ધૂણાવીને કેવલજ્ઞાન પામી સિદ્ધિ પ્રાપ્ત કરશે. વળી નર્મદા નદીને તીરે કુંભકર્ણ મુનિવર મોક્ષ પામ્યા, તે દેશમાં પૃષરક્ષિત–પીઠરખંડ તરીકે તે તીર્થ પ્રસિદ્ધિ પામ્યું. મારિચ તપ-સંયમની સાધના કરીને કલ્પવાસી વિમાનિક દેવ થયે. જે મનુષ્ય જેવા વિષયની જેટલી સાધના કરવાને વ્યવસાય કરે, તે ફળ પણ તેટલા જ પ્રમાણમાં પ્રાપ્ત કરે. જેણે પૂર્વકાલમાં ઘણું પાપ કર્યું હતું, પરંતુ પાછળથી દીક્ષા અંગીકાર કરી, તે મદદાનવ મુનિવર તપ અને સંયમના પ્રભાવથી ઘણા લબ્ધિસંપન્ન બન્યા. તે સ્વામિ! મને એક બીજી વાતને ખુલાસો આપે કે–“અહીં જે સ્ત્રીએ દીક્ષા અંગીકાર કરી હેય, તે શીલ અને સંયમની સુન્દર સાધના કરતી હોય, તો તે કઈ ગતિ પ્રાપ્ત કરે ? તે કહો.” ત્યારે ગણધર ભગવન્ત ઇન્દ્રભૂતિએ પ્રત્યુત્તર આપ્યું કે, દઢશીલવાળી જે સ્ત્રીએ દીક્ષા અંગીકાર કરી હોય, તે અતિકૃતાર્થ થએલી સીતા સમાન થાય, તેમ જ સ્વર્ગ–સુખ મેળવે. જેમ ઘોડા, રથવ, પત્થર અને લોહ તેમ જ વિવિધ વૃક્ષમાં વિશેષતા-તફાવત હોય છે, તેમ છે શ્રેણિક! પુરુષ અને સ્ત્રીઓમાં વિશેષતાઓ રહેલી છે. આ મદદાનવ પૂર્વાવસ્થામાં માતેલા હાથી માફક નિરંકુશ મનવાળે, વિષયમાં અતિ આસક્તિ કરનારે, ક્રોધ કરવાના સ્વભાવવાળો હતો, પરંતુ દઢશક્તિવાળા મનુષ્ય તેને ધારણ કર્યો અને જ્ઞાન–અંકુશથી વશ કર્યો.
હે શ્રેણિક! પારકાના અભિમાન ખાતર જે મહિલાના શીલનું ખંડન થાય, તેની તમને સ્પષ્ટ-પ્રગટ હકીકત કહું છું, તે હે શ્રેણિક ! એકાગ્રતાથી શ્રવણ કર
જ્યારે કેઈક સમયે આ દેશ ઘણા રોગોના ઉપદ્રવથી પરેશાન થયે, ત્યારે ધન્ય નામના ગામનો રહેવાસી વિપ્ર પિતાની પત્ની સાથે ત્યાંથી નાઠે. અર્મિલા નામની તે બ્રાહ્મણી કુલટા વ્યભિચારિણી, અભિમાની ઘણું પાપિણી અને બીજા ઘણું મહાદે
વાળી હોવાથી વિપ્રે તેને મહાજંગલમાં છોડી દીધી. માર્ગે જતાં કરરુહ નામના રાજાએ તેને દેખી અને પોતાની ભાર્યા બનાવી. તે બ્રાહ્મણ પુષ્પાવતી નગરીમાં રાજાની સાથે સુખને અનુભવ કરતી રહેલી હતી. કેઈક સમયે રાજાની ઘણુ મહેરબાની થવાથી રતિક્રીડા કરવાના સમયે આ બ્રાહ્મણ પત્નીએ રાજાને મસ્તકમાં પગનું પાટુ માર્યું. રાજસભામાં બેઠેલા રાજાએ ઘણું નીતિ અને શાસ્ત્રના જાણકાર સર્વે મંત્રીઓને પૂછયું કે, “રાજાને જે કંઈ પગથી પ્રહાર કરે, તેને કે દંડ કરે?” ત્યારે પંડિતમાની એવા પુરુષોએ કહ્યું કે, “હે રાજન તેને પગ છેદી નાખ.” આમ બેલતા તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org