________________
૪ ૩૪૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ભરત વૈરાગી બને. સર્વ વિદ્યાધરોએ એકઠા મળીને કહ્યું કે, “ભલે એમ થાવ” ત્યાર પછી દેવકમાં જેમ ઈન્દ્ર રહે, તેમ લંકાપુરીમાં રામ રહેવા લાગ્યા. સર્વે ખેચર સુભટો પણ પોતાના સૈન્ય અને પરિવાર-સહિત દેવલોકમાં જેમ દેવો તેમ અતિશય ગુણ અને દ્વિવાળા એ લંકાનગરીમાં રહેવા લાગ્યા. દેગુન્દક દેવની જેમ રામ સીતાની સાથે ઉત્તમ વિષય-સુખ એવી રીતે ભોગવી રહેલા હતા કે, કેટલે કાળ ગયે, તે પણ જાણી શકતા નથી. ભલે સ્વર્ગ સરખે દેશ હોય, પણ પ્રિયમનુષ્યના વિરહમાં અરણ્ય સરખો લાગે છે, જ્યારે ઈષ્ટજનના સંગમાં અરણ્ય પણ દેવકથી અધિક લાગે છે. તથા ઈન્દ્રની લીલાને અનુસરતા, રતિસાગરમાં ડૂબેલા લોકોને સંતોષ ઉત્પન્ન કરતા લક્ષ્મણ પણ વિશલ્યા પત્ની સાથે ત્યાં રહેતા હતા. એ પ્રકારે અતિશય ગુણવાળા તેમજ સમૃદ્ધિવાળા તેઓને રતિસુખ અનુભવતાં અનેક વર્ષે એક દિવસની જેમ પસાર થયાં.
હવે લ૧મણ કઈક સમયે જેની સાથે આગળ મંગલ વિવાહ-લગ્ન કર્યા હતા, તે કબર વગેરે નગરની કન્યાઓનું સ્મરણ કરીને તે કન્યાઓને બોલાવવા માટે તેમના ઉપર અભિજ્ઞાન-સહિત લેખપત્ર લખીને સદેશવાહકોને મોકલ્યા. તે લેખો લઈને વિદ્યાધરે કુમારીઓ પાસે ગયા અને લેખો બતાવ્યા. લમણે મોકલેલા મનુષ્ય જાણીને કુમારીઓ અધિક નેહ વહન કરવા લાગી. દશપુરના સ્વામી વાકર્ણ રાજાએ રૂપમતી નામની પુત્રીને મેકલી, એટલે તે સપરિવાર લંકાનગરીએ આવી પહોંચી. કૃબરનગરના વાલિખિલ્ય રાજાની પુત્રી જે અનેકગુણવાળી હતી, તે કલ્યાણમાલા નામની કન્યા પણ ત્યાં આવી પહોંચી. પૃથ્વીપુરના પૃથ્વીધર રાજાની વનમાલા નામની કન્યાને વિદ્યાધરોએ લક્ષમણુની પાસે આણી. ક્ષેમાંજલી નગરીના જિતશત્રુ રાજાની જિતપદ્મા નામની પુત્રી પણ પરિવાર-સહિત લંકાપુરીમાં આવી પહોંચી. ઉજજયિની વગેરે નગરીની જે જે કન્યાઓ હતી, તેને તેને માતા-પિતાદિક ગુરુવર્ગે અનુમતિ આપી, એટલે તે સર્વે લંકાપુરીમાં પહોંચી ગઈ. દેવાંગનાઓના રૂપ સરખા રૂપવાળી તે સર્વાંગસુન્દરી કન્યાઓ સાથે લમણે મહાવિભૂતિથી પાણિગ્રહણ કર્યું. નવયૌવન વહન કરતી, રતિગુણના સારને વહન કરતી એવી જે કન્યાઓ પહેલાં રામને અર્પણ કરવામાં આવી હતી, તે કન્યાઓ સાથે રામે પણ લગ્ન કર્યા. આ પ્રમાણે બલદેવે અને વાસુદેવે મહાવિભૂતિ પ્રાપ્ત કરી અને સમગ્ર વિદ્યાધરો સહિત લંકાપુરીનું રાજ્યસુખ ભોગવવા લાગ્યા.
- હવે શ્રેણિક ! ચાલુ કથાના સંબન્ધને છોડીને વચમાં લબ્ધિગુણ ધારણ કરનાર ઈન્દ્રજિત્ મુનિ આદિના કહેવાતા બીજા સંબંધને સાંભળો
ધીર આત્મા ઈન્દ્રજિત્ મુનિવરે ધ્યાનાગ્નિ વડે સર્વ કર્મના કચરાને બાળીને ભસ્મ કર્યો અને કેવલજ્ઞાન પ્રગટ કર્યું. ધીર મેઘવાહન મુનિવરે પણ સમગ્ર ગોનું એકીકરણ કરવા પૂર્વક કમલેને જિતને કેવલજ્ઞાનની પતાકા મેળવી. દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિર્મલતા પૂર્વક તપ અને સંયમ ચરણસિત્તરી અને કરણસિત્તરી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org