________________
પઉમચરિય-પદ્મચરિત્ર
હેમાંક નામના વિષે અટકાવ્યા. હેમાંક વિષે કહ્યું કે, પ્રહાર કરનારના પગની પૂજા કરવી જોઇએ' માટે વલ્લભ ભાર્યાં ઉપરના રોષના ત્યાગ કરે. હેમાંક વિપ્રનું આ વચન સાંભળીને અનેક પ્રકારનાં દાન કરીને અભિમાન કરનાર તુષ્ટ થએલા નરપતિએ તેને ઘણી સમૃદ્ધિ આપી.
તે સમયે હેમન્તપુરમાં અમેાઘ ખાણની પ્રાપ્ત કરેલ લબ્ધિવાળા ભાગ વની મિત્રયશા નામની રાંકડી વિધવા પત્ની રહેતી હતી. અતિદુઃખિત તે વિધવા ધનપૂણ હેમાંકને દેખીને શ્રીવદ્ધિક નામના પેાતાના પુત્રને રુદન કરતી કરતી કહેવા લાગી કે, · મારું વચન સાંભળ ! પહેલાં તારા ભાગવ નામના પિતા ધનુષ–ખાણ વગેરે અસ્ત્ર-શસ્ત્રવિદ્યામાં ઘણા કુશળ, સર્વ રાજાઓને અતિશયપૂજ્ય ઘણી સમૃદ્ધિવાળા હતા. તે માતાને આશ્વાસન આપી અનુક્રમે વ્યાઘ્રપુર નગરે ગયા કે, જ્યાં સર્વ શાસ્ત્ર અને સર્વ કળા શીખવનાર એવા ગુરુની પાસે શીખવા માટે રાકાયા. સમસ્ત વિદ્યાના પારગામી થયા. હવે તે નગરમાં તે (રાજા)ની સુન્દર પુત્રી હતી, તેને કાઈક બહાનું કાઢી અપહરણ કરી તે પેાતાના ઘર તરફ ચાલ્યા. સિંહન્દુ નામના તે કન્યાના ભાઇએ સેનાહિત તેની પાછળ જઈને પકડી પાડ્યો અને શ્રીવન સાથે લડવા લાગ્યા. એકલેા હાવા છતાં તેણે સેનાસહિત સિંહેન્દુ રાજપુત્રને હરાવ્યેા અને ક્રમે કરી શ્રીવન માતા પાસે ગયા. જ્ઞાન-વિજ્ઞાનમાં નિષ્ણાત થએલા હાવાથી, કળાની ચપળતાથી કરરુહ રાજાને પ્રસન્ન કર્યા. રાજાએ પણ પ્રસન્ન થઈને તેને પેાતનપુરનું રાજ્ય ભેટ આપ્યું. સુકાન્ત રાજા મૃત્યુ પામ્યા, એટલે વૈરી રાજાએ સિંહેન્દપુત્રને રાજ્ય પરથી ઉઠાડી મૂકવો. ભય પામેલા તે પેાતાની ભાર્યા સાથે સુરંગ દ્વારા પલાયન થયા. વિચાયુ કે, હવે પાતનપુરમાં માત્ર મને સગી મહેનનુ શરણુ છે-એમ ધારી તામ્બૂલિક સાથે શીઘ્ર તે ગામ તરફ ચાલ્યેા. પલાયન થતા હતા, ત્યારે અણધાર્યા ચાર લેાકેાએ રાત્રે તેને હેરાનપરેશાન કરી ત્રાસ પમાડ્યો, વળી સિંહેન્દ્ગ પાતનપુર નજીક આવ્યા, એટલે ભયંકર સસ્પે તેને ડ‘ખ માર્યા. મૂર્છાથી શરીર વિજ્ઞલ બન્યું, ભાળી પત્ની અતિશય પ્રિય પતિને ખાંધ પર ઉચકીને વિલાપ કરતી ત્યાં પહેાંચી કે, જ્યાં મદ નામના મુનિ રહેલા હતા. પ્રતિમા કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભેલા મુનિ પાસે પતિને ખભેથી ઉતારીને સ્થાપ્યા. ત્યાર પછી તે પત્ની મુનિના ચરણને સ્પર્શ કરે, ફરી પતિના શરીરને પપાળે–એમ કરતાં મુનિના ચરણના પ્રભાવથી સિંહેન્દુ જીવતા થયા અને પત્નીને તે સમયે અતિશય આનંદાત્સવ થયા. તુષ્ટ થએલા સિંહન્દુ પત્ની સહિત તે સાધુને પ્રણામ કરવા લાગ્યા. હવે સૂર્યાંદય થયા, ત્યારે સમાપ્ત થએલા અભિગ્રહવાળા મુનિને વિનયદત્તે વંદન કરીને સિંહેન્દુ અને તેની પત્નીના વૃત્તાન્ત પૂછ્યો. તે શ્રાવકે ગામમાં જઇને શ્રીવનને સવ સ્પષ્ટ અને પ્રગટ જે વૃત્તાન્ત સિંહચન્દ્રે વિનયદત્તને કહ્યો હતા, તે જણાબ્યા. રાષાયમાન થએલ શ્રીવન એકદમ લડવા તૈયાર થયા, પરન્તુ મુનિના ચરણકમળમાં તેની પત્નીએ શાન્ત પમાડ્યો. ભાર્યાસહિત તેણે તે મુનિવરને ત્યાં વંદન કર્યું. અને તુષ્ટ થએલા શ્રીવ ને સ્નેહપૂર્વક આદરથી સિંહેન્દુ સાળાને એટલાન્યા. રાજાએ પ્રિયાના
For Private & Personal Use Only
: ૩૫૦ :
Jain Education International
www.jainelibrary.org