________________
૪ ૩૨૨ :
પઉમચરિય-પદ્યચદ્ધિ કરીને રામ અને સીતા અર્પણ કરે, પરંતુ ખોટા આગ્રહથી ઘેરાએલા લોકો મને અશક્તિવાળે ગણશે; ત્યારે હવે કરવું શું? અહીં સિંહ અને ગરુડ ધ્વજવાળા રામ અને લક્ષમણને સંગ્રામમાં જિતીને પછી મોટા વૈભવ સહિત સીતાને મારે તેઓને સમર્પણ કરવી. આમાં મારા પરાક્રમની હાનિ થશે નહિં, એમ કરવાથી મારી નિર્મલ કીર્તિ લોકમાં ફેલાશે, માટે યુદ્ધ કરવાનો વ્યવસાય આદરું.' એમ કહીને તે મહાદ્ધિસહિત પોતાના ભવન તરફ ચાલે, તે સમયે રાવણ રિલોકેએ કરેલ પિતાને પરાભવ યાદ કરવા લાગ્યું કે, “મારી ભાર્યાઓને અંગદકુમાર વગેરે આમ છે છેડી ગયા. હવે તે ક્ષણે ધ પામેલા રાવણે કહ્યું, “સુગ્રીવ અને વાલી એમ બંનેના ચન્દ્રહાસ ખગથી અહીંજ એક સરખા ભાગમાં અર્ધા અર્ધા મધ્યમાંથી કાપીને ટુકડા કરું. સીતાના ભાઈ પાપી ભામંડલને પણ પકડીને મજબૂત હશૃંખલામાં જકડીને મુકેટાઈટ બાંધીને આજે ને આજે જ તેના ઉપર મુગરના ઘા મારી મારીને નિપ્રાણ કરીશ. કાષ્ઠયત્રની પકડમાં રાખીને હનુમાનને અહીં કરવતથી કાપી નંખાવીશ અને રામ તથા લક્ષ્મણ સિવાય બાકીના સુભટોને યમરાજાના મહેમાન બનાવીશ. આ પ્રમાણે રાવણે હૃદયમાં નિશ્ચય કર્યા પછી તે શ્રેણિક! રાવણને પરાજય અપાવનાર ઘણા પ્રકારનાં નિમિત્તે ઉત્પન્ન થયાં. કયાં? - સૂર્યને દેખાવ આયુધ સરખે દેખાવા લાગ્ય, આકાશમાં સૂર્ય ફરતાં કુંડાળાને રંગ ન ગમે તે ભૂખરે દેખાવા લાગ્યું. સમગ્ર ગ્રહમાં સમર્થ રાત્રિને ચન્દ્ર જાણે ભયથી હોય તેમ નષ્ટ થ, ભૂમિકશ્ય થવા લાગે, ત્યાં મોટી ભયંકર વિજળી પડવા લાગી, લોહીના વર્ણ સરખી ઉકાઅગ્નિ પૂર્વદિશાને ચમકાવવા લાગી. જવાલામુખવાળી શિયાળ પણ ઉત્તરદિશામાં ભયંકર રીતે બોલવા લાગી, મહાઅો પણ ખરબચડા અશુભ-ન ગમે તેવા શબ્દોથી હેષાર કરવા લાગ્યા અને પોતાની ગરદને કપાવવા લાગ્યા. પોતાની સૂંઢથી પૃથ્વીને અફાળતા હાથીઓ ભયંકર રીતે રુદન કરવા લાગ્યા. દેવતાની પ્રતિમાઓનાં નેત્રોમાંથી અશ્રુજળ ગળવા લાગ્યાં. કાગડા, ગીધ, સમડી આદિ ખરાબ પક્ષીઓ સૂર્યને દેખીને “કર કર ” એવા અનિષ્ટ શબ્દો બોલવા લાગ્યા. મેટા વૃક્ષો ભાંગી ગયા, પર્વતના શિખરે પડવા લાગ્યાં, વિશાળ જળપૂર્ણ સરોવર પણ એક સામટાં અણધાર્યા શેષવાઈને ખાલી થઈ ગયાં, રુધિરને વરસાદ વરસ્યા, આકાશમાંથી “તડ તડ” એવા અવાજો સંભળાવા લાગ્યા, “આ અને તે સિવાય આવા ભયંકર ઉત્પાતો તે દેશના સ્વામીના મરણને સૂચવનારા છે. આ વિષયમાં સંદેહ ન રાખવો.”
નક્ષત્ર-ચન્દ્રના બલરહિત અત્યન્ત કુટિલ રહે વર્તતા હોવા છતાં, જાણકારોએ અતિશય નિવારણ કરવા છતાં, અભિમાની સંગ્રામની જ માત્ર ઈચ્છા કરે છે. હવે લડવા ન જાઉં તે મારા યશનો ભંગ થાય-એમ મનમાં ભય પામેલો, અતિશય પરાકમી એકાંત વીરરસ તરફ દરવાએલે, શાસ્ત્રોને જાણનાર હોવા છતાં, માન-મદિરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org