________________
[૬૯] રાવણની ચિન્તા
: ૩૨૧ : સીતાનું હૃદય ભય પામી ચિંતા કરવા લાગ્યું કે, “આને તે સુરેન્દ્ર પણ જિતી શકશે નહિં.” આ પ્રમાણે ઉચક મનવાળી સીતાને રાવણે કહ્યું કે-“હે સુન્દરિ! પાપી એવા મેં તને રોતી કકળતી હતી, ત્યારે કપટથી તારું અપહરણ કર્યું. હે કૃશદરિ! મેં અનન્તવીર્ય મુનિરાજ પાસે વ્રત ગ્રહણ કરેલું છે કે-“અપ્રસન્ન પારકી સ્ત્રીને મારે નક્કી ન ભોગવવી” તે વ્રતનું સ્મરણ કરતો અત્યાર સુધી તો વ્રતનું પાલન કર્યું, પરંતુ હે સુન્દરિ! હવે તે તે આલમ્બન-વ્રત ભાંગીને પણ તારી સાથે રમણક્રીડા કરીશ. હે ચન્દ્ર સમાન વદનવાળી! મારી કૃપાથી પુષ્પક વિમાનમાં આરૂઢ થઈને સમગ્ર બાગબગીચા-વન અરણ્ય સહિત પૃથ્વીનું અવલોકન કર, દરેક પ્રકારનાં પાંચે ઈન્દ્રિનાં અનુકૂળ સુખોને ભોગવટ કર.”
આ સાંભળીને ગદગદ કંઠથી સીતાએ રાવણને કહ્યું કે-“જો તું મારા ઉપર સ્નેહ વહન કરતો હોય, તે મારું વચન સાંભળ. હે લંકાધિપ! ચાહે તે સજજડ કેપાધીન તું થયે હેાય અને કદાચ રામ, ભામંડલ તારી સામે સંગ્રામમાં આવી ચડ્યા હિય, તે પણ તારે આ બંનેને ઘાત ન કરે. ત્યાં સુધી જ મારા દેહમાં પ્રાણ છે કે, જ્યાં સુધી આ પુરુષસિંહના મરણના શબ્દો મારા કાને પડેલા નથી, કાનને અસુખ આપનાર આ શબ્દો સાંભળવા મેં કાયમ માટે ત્યાગ કરેલ છે.” આમ બોલીને તે મૂચ્છ પામી અને ધરણીતલ ઉપર ઢળી પડી, અશ્રુ વહન કરતી અને મરણ સરખી અવસ્થા પામેલી સીતાને રાવણે દેખી. થોડી વારમાં કોમલ મનવાળો બની વિચારવા લાગ્યું કે, “કઈ તેવા મારા ભારે કર્મના ઉદયથી મેં તેના ઉપર મહાભારે નેહ બાંધી લીધો છે. પાપી એવા મને ધિક્કાર થાઓ છે, જેણે પરસ્પર આવી પ્રીતિવાળા યુગલને વિયેગ કરાવ્યું અને મેં આવું અકાર્ય કર્યું ! ચંદ્ર અને પુંડરીક કમળ સમાન ઉજજવલ એવા મારા ઉત્તમકુલને પણ મેં મલિન કર્યું. ખરેખર હું ધિક્કારપાત્ર છું, મેં કેવું અકાર્ય આચર્યું કે, જે ત્યાં પુરુષસિંહની પત્ની હતી, તેને મદનમૂઢ બની અપહરણ કરીને વનમાંથી અહીં લઈ આવ્યો. નગરના મહામાર્ગ માફક કઠિન, સ્વર્ગ માટે અર્ગલા સરખી, નીતિની ભૂમિકા રહિત, નદી માફક કુટિલ હદયવાળી સ્ત્રીઓ હંમેશાં વર્જવા ગ્ય ગણેલી છે. સ્ત્રીઓ પ્રથમ દેખવામાં આવે છે, ત્યારે તો જાણે અમૃતને સ્પર્શ થયો હોય, તેમ અંગોને આહ્લાદ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તેની તે જ સ્ત્રીઓ બીજા તરફ અનુરાગ-મનવાળી થાય છે, ત્યારે અહીં જ (ઉલટી માફક) છોડવા લાયક બની જાય છે. સર્ભાવરહિત કદાચ અત્યારે તે મને ઈચ્છે, તો પણ અપમાનથી દૂભવેલા મનવાળા મને તેનાથી વૃતિ કે સંતેષ નહીં થાય. જે વખતે મારે સગો ભાઈ બિભીષણ મને અનુકૂલ હતો, અને તેણે શિખામણ પણ આપી હતી, ત્યારે મેં પણ તેની પ્રીતિમાં લક્ષ્ય ન આપ્યું.
મોટા મોટા સુભટને બાંધી કેદ કર્યા, બીજા કેટલાકને મારી નાખ્યા, રામનું અપમાન કર્યું, હવે પ્રીતિ કરવાને કર્યો અવકાશ ગણાય? એમ કરતાં કદાચ કૃપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org