________________
[૬૭] સમ્યગ્દષ્ટિ દેવના ગુણની પ્રશંસા
: ૩૧૩. : નગારાં આદિ બહુવિધ વાજિંત્રના શબ્દથી ત્રણે ભુવન જાણે ક્ષેભ પામ્યાં ન હોય ? સ્નાત્રજળ અને ચૂર્ણરજથી આકાશ પણ કેસરી વર્ણવાળું થઈ ગયું. નિર્મલ પદ્મકમલ સમાન વર્ણવાળા મહાત્મા રાવણે પુષ્પ, નિવેદ્ય, બલિ, સુગંધી પદાર્થો, ધૂપ, દીપ, ફળ વગેરેથી પ્રભુની પૂજા કરી. શ્વેતવસ્ત્રો પહેરીને, કુંડલથી ચમકતા કપોલ તલવાળા, તે મન, વચન અને કાયાના પ્રણિધાન–પૂર્વક ભગવન્તને પ્રણામ કરીને ભવનના ફરસબંધી તલમાં બેઠા. ત્યાર પછી શ્રીશાન્તિનાથ ભગવાનના સન્મુખ ધૈર્યવાન અર્ધ પદ્માસન કરીને, હાથમાં અક્ષમાલા-જપમાલિકા ગ્રહણ કરીને તે વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યા.
પહેલાં જેને કાર્યને ભાર સોંપેલ છે, એવી મદરીએ હવે મંત્રીને કહ્યું કે, યમદંડ નામના ઢંઢેરો પીટનારા પાસે તમે નગરમાં ઉદ્દઘષણા કરાવો કે-“આજે દરેક સ્થળમાં લોકે તપ-નિયમ–શીલસંપન્ન અને જિનવરની પૂજા કરવામાં ઉદ્યમી બન્યા છે, તે દરેકે જીવોની દયા પાળવા ઉદ્યમવન્ત બનવું. જે કઈ પિતા અગર બીજા પણ સ્નેહી હોય અને ક્રેવશ થઈ આવા પવિત્ર પુણ્ય કરવાના દિવસોમાં પાપ કરશે, તે તે નક્કી વધને પાત્ર બનશે.” યમદડે નગરલોકને મર્દોદરીની આજ્ઞાથી આ ઘોષણું સંભળાવી કે, “કઈ પાપ ન કરશે. આ વિષયમાં ગમે તેવા દુર્વિનીત હશે, તે નભાવી નહીં લેવાય, મારા ઉપર કઈ કેપ ન કરશો, આ તો રાજાજ્ઞા છે.” મંત્રીનું વચન–
રાષણ સાંભળીને સમગ્ર નગરલેકે જિનેન્દ્ર-શાસનની ભક્તિ કરવામાં તત્પર બન્યા, તેમજ ચંદ્રની પ્રજા સરખા વિમલ સિદ્ધ ભગવન્તની પ્રતિમા વાળા ભવનમાં હંમેશાં પૂજા કરવામાં અત્યન્ત અનુરાગવાળા નગરલોક થયા. (૩૬)
પદ્મચરિત વિષે, “ફાગુન અષ્ટાનિકા મહોત્સવ-લેકેએ નિયમ કરવા?
રૂપ છાસઠમા પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૬૬]
[૬૭] સમ્યગ્દષ્ટિ દેવના ગુણની પ્રશંસા
ગુપ્તચર દ્વત પાસેથી રાવણ વિદ્યાની સાધના કરે છે, તે માહિતી સાંભળીને વાનર સુભટો શત્રુના ઉપર જય મેળવવા માટે માંહોમાંહે અભિમાનથી કહેવા લાગ્યા કે-“રાવણ શ્રી શાન્તિનાથ ભગવન્તના જિનાલયમાં પ્રવેશ કરીને બહુરૂપા નામની વિદ્યા સિદ્ધ કરી રહેલ છે કે, જે દેવોને પણ પરાભવ પાડી શકે તેવી બલવાળી વિદ્યા છે.
જ્યાં સુધીમાં તે વિદ્યાસિદ્ધિ ન મેળવી શકે, ત્યાં સુધીમાં ત્યાં જઈને નિયમમાં રહેલા તે રાક્ષસપતિને #ભ પમાડી ચલાયમાન કરે, આ કાર્યમાં વિલમ્બ ન કરે. જે તે આમાં સફળ થઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તે હે રામ! આ બહુરૂપિણી મહાવિદ્યાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org