SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૨ ઃ પઉમરિય–પદ્મચરિત્ર નથી કે, પર્વત નથી, ત્રણ માર્ગો કે ચાર માર્ગો નથી કે, જ્યાં જિનેશ્વર ભગવાનનું ભવન ન હોય. તે જિનભવને કેવાં હતાં? ચન્દ્ર અને બટગરાના પુષ્પસમાન ઉજજવલ, વિવિધ પ્રકારના સંગીત અને વાજિંત્રોના મધુર સૂરવાળા, વિવિધ દવાઓના ચિહ્નવાળા, પંચરંગી પુષ્પોથી અર્ચિત ભૂમિતલવાળા, મુનિગણેથી અધિષ્ઠિત, ત્રણે ય સ ધ્યા સમયે ભવ્યજીના સ્તુતિપાઠના સંભળાતા છંદમય સૂરવાળા, સુવર્ણ અને રત્નમય સંપૂર્ણ જિનપ્રતિમાઓવાળા વજપટ, છત્ર, ચામર, ગળાકાર આભૂષણ લબૂસ (શ્રીફળ), આદર્શ, સિંહાસન આદિ પૂજા સામગ્રીયુક્ત, એવા સમગ્ર જિનેશ્વર ભગવતોનાં ભવનેને મનુષ્યએ ભાયમાન બનાવરાવ્યાં. એ જ પ્રમાણે જાણે પ્રત્યક્ષ મહેન્દ્રનગરી હોય તેવી લંકાપુરી પણ અતિમનહર શોભાયમાન જિનેશ્વરનાં ભવનેથી શોભતી હતી. બરાબર ફાલ્ગન માસની શુક્લઅષ્ટમીથી પૂર્ણિમા સુધીને નન્દીશ્વર નામને મહા-મહોત્સવ મનાવા લાગ્યું. હે શ્રેણિક ! આ પ્રમાણે બંને પક્ષના બલમાં લકે નિયમ ગ્રહણ કરવામાં તત્પર બન્યા, આઠ દિવસ સુધી બીજા લોકો પણ સંયમ પાળવા લાગ્યા. પાખી પાળીને મોટા આરંભ-સમારંભે બંધ કર્યા. આ ફાલ્ગન અઠ્ઠાઈના દિવસોમાં દેવલોકમાં પણ પોતપોતાના સમગ્ર પરિવાર સહિત દેવતાઓ પણ ચિત્યામાં પ્રભુની પૂજા કરવામાં ઉદ્યમ કરનાર થયા. દેવે આઠ દિવસ નંદીશ્વરદ્વીપમાં જઈને દિવ્યપુષ્પોવડે જિનચેત્યાની પૂજા કરે છે. દેવ સુવર્ણકળશમાં ક્ષીરસમુદ્રના જળને ભરીને પ્રભુપ્રતિમાઓના અભિષેક કરે છે, અહિં પત્રોના પડિયાઓમાં ભરીને પણ જિનાભિષેક કરવા જોઈએ. દેવતાઓ સુવર્ણકુસુમથી જિનેશ્વર ભગવન્તની પૂજા કરે છે, તે અહિં મનુષ્યએ પુષ્પવિશેષથી પણ અવશ્ય પૂજા કરવી જોઈએ. લંકાનગરીમાં તો વળી લોકો ઉત્સાહથી ઉત્પન્ન થએલા દયભાવથી વજા, છત્ર, પતાકા આદિ શેભાવાળી સામગ્રીઓથી જિનાલને અલંકૃત કરવા લાગ્યા. રજ-કચર પૂજે સાફ કરી, જલ્દી ગોશીષ ચન્દનથી વિલેપન કરેલા, ફરી સુવર્ણાદિક અને બીજા રંગીન ચૂર્ણો પૂરીને આશ્ચર્યકારી રંગાવલિથી શેભિત તલભાગ જલદી તૈયાર કર્યા. જેમાં હીરા, નીલમ, ઈન્દ્રનીલ, મરકત વગેરેની માલાઓ લટકાવીને દ્વારેની શેભા કરેલી છે. વળી જેમાં સુગન્ધિ પુષ્પોથી પૂજા કરેલી છે. દહિં, દૂધ અને ધૃતથી પૂર્ણ કમળોથી ઢાંકેલા મુખવાળા કળશે જિનવરના અભિષેક માટે દ્વારપ્રદેશમાં સ્થાપન કર્યા હતા. ઝાલર, હુડક, તિલિમા આદિથી આકુલ, પડહા, ઢાલ, ભેરી વગેરે વાજિંત્રોની પ્રચુરતાવાળા મેઘ સમાન જોષવાળા વાજિંત્રો જિનમન્દિરેમાં વાગવા લાગ્યાં. હજાર ભવનપંક્તિની વચ્ચે રહેલ, કેલાસ-શિખર સરખું ઊંચું રાવણનું ભવન જાણે નગરનું આભૂપણ હોય તેમ શોભતું હતું. તેના ભવનની નજીકમાં મનહર હજાર સ્તંભવાળું, સુવઈથી નિર્માણ કરાવેલ ઝળહળતું આશ્ચર્યકારી કારગિરીવાળું શ્રીશાન્તિનાથ ભગવન્તનું જિનભવન હતું. વિવિધ પ્રકારનાં રત્નનાં કુસુમથી કરેલી પૂજાવાળા, ચારે બાજુથી શોભાયમાન એવા તે જિનમન્દિરમાં ધીર રાવણે વિદ્યા સાધવા માટે પ્રવેશ કર્યો. તેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy