SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૪ : પઉમચરિય–પદ્મચરિત્ર પ્રભાવથી સવે દેને પણ પરાભવ પમાડશે, પછી આપણ સરખા શુદ્રોને તે હિસાબ જ ક્યાં ગણાય? બિભીષણે કહ્યું કે, “આ પ્રસ્તાવ–સમયે શાતિગૃહમાં પ્રવેશ કરેલ, અને પ્રતિજ્ઞામાં રહેલ રાવણને રામ એકદમ પકડી પાડી શકે.” રામે તેને પ્રત્યુત્તર આપ્યો કે, “સંગ્રામમાં ભય પામેલાને પણ હું હણતું નથી, તે જિનચૈત્યમાં નિયમ ગ્રહણ કરીને રહેવાને તો કેમ જ પકડી શકાય?” હવે તે વાનરસુભટોએ માંહોમાંહે ગુપ્તમંત્રણ કરીને આઠ દિવસ સુધી ઉત્તમ કુમારને સેના સહિત લંકાનગરીમાં મોકલ્યા. રાવણને ધ્યાનમાં ક્ષોભ પમાડવા માટે કવચ પહેરેલા અને શસ્ત્ર સજજ થયેલા પિતાના ચિન્હનની દવાજાવાળા રથ, હાથી અને ઘોડા ઉપર આરૂઢ થઈને લંકા તરફ ચાલ્યા. કયા કયા કુમાર ચાલ્યા, તે જણાવે છે-મકરધ્વજ કુમાર, આટોપ, ગરુડ, ચન્દ્રાભ, રતિવર્ધન, શૂર, મહારથ, દઢરથ, વાતાયન, જ્યોતિ, મહાબલ, નન્દન, નીલ, પ્રીતિકર, નલ, સર્વપ્રિય, સર્વદુષ્ટ, સાગરઘોષ, સ્કન્દ, ચંદ્રમરીચી, સંપૂર્ણ ચન્દ્ર, ત્યાર પછી સમાધિ, બહુલ, સિંહકટી, દાસણું તેમ જ જાબૂનદ, સંકટ, વિકટ, જયસેન આ અને બીજા પણ ઘણું સુભટો લંકાનગરી તરફ ગયા. તે સમયે લંકાનગરીમાં સમગ્ર લોકોને નિર્ભય દેખીને વાનરકુમારે કહેવા લાગ્યા કે, “રાવણ રાજા કેટલે ધીર-ગંભીર જણાય છે! પિતાને ભાનુકર્ણભાઈ કેદખાનામાં જકડાયે છે, ઈન્દ્રજિત્ અને ઘનવાહન પણ તે જ દશામાં કેદી બનેલા છે, અક્ષ વગેરે ઘણા રાક્ષસ સુભટોનો વધ થયો છે. આટલું દુઃખ આવી પડેલું હોવા છતાં પણ રાવણને ક્ષણવાર પણ પ્રતિશંકા થતી નથી, આમ વાત-ચીત કરતા વાનરકુમાર વિસ્મય પામ્યા. ત્યારે બિભીષણના સુભૂષણ નામના પુત્રે કહ્યું કે, “શંકાનો ત્યાગ કરીને, યુવતીઓને મોહ છેડીને હાલ લંકા નગરીમાં પ્રવેશ કરો. આમ કહેતાં જ કમાડ–સહિત તેના મોટા સુન્દર દરવાજા તોડીને પ્રચંડ સ્વભાવવાળા ચપળ વાનરસુભટએ નગરીમાં પ્રવેશ કર્યો. તેની સેનાને દુંદુભિ શબ્દ સાંભળીને તથા તેઓએ નગરીમાં પ્રવેશ કર્યો છે-એમ જાણીને નગરલેકે ક્ષોભ પામ્યા અને બેલવા લાગ્યા કે, “શું થયું છે, શું થયું છે?” એમ ભયથી વિહલ અને અવ્યવસ્થિત બની ગયા. વાનરસેના આવી પહોંચી છે. હે પિતાજી! મહાભય ઉત્પન્ન થયે, જલ્દી ઘરમાં પેસી જાવ, આમાં તમે નાહક માર્યા જશે, હે ભદ્ર! તું મને બચાવ, હે ભાઈ ! તું જ નહિ, જલ્દી પાછો ફરજે, અત્યારે જઈ રહ્યા છે, તો શત્રુબલથી વિવાસિત નગરી તમે જેતા નથી? નગરલોકને આ પ્રમાણે અત્યન્ત હાહારવ કરતા સાંભળીને રાવણના ઘરમાં પણ એકબીજા આમ-તેમ જતાં-આવતાં ક્ષોભ પામવા લાગ્યા. અહીં કઈ કઈ સ્ત્રીઓનાં આભૂષણમાં જડેલાં રત્નો સરી પડયાં, ભયથી ઉદ્વેગ પામેલી કેટલીકની મેખલા તૂટી પડી, કેઈને વળી હાથને ટેકે આપતી, કેઈ ઉતાવળી ઉતાવળી ચાલવા લાગી. વળી કેઈ ભય પામેલી સ્ત્રી નિતમ્બભાગ મોટા હોવાથી કેઈ શબ્દ કરીને ઉતાવળા ચાલવાનું કહેતે, પણ પઘસવરને વિષે હંસી જેમ મુશ્કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy