________________
૬િ૪] વિશલ્યાનું આગમન
: ૩૦૭ :
તેમ લક્ષ્મણના વક્ષસ્થલમાંથી શક્તિવિદ્યા બહાર નીકળી પડી. અત્યન્ત જળહળાટ કરતા અગ્નિસમૂહવાળી તે શક્તિ આકાશતલમાં ચાલી જતી હતી, ત્યારે અતિ વેગવાળા હનુમાને એકદમ ઉડીને તેને પકડી પાડી.
હવે ક્ષણવારમાં તેણે રૂપનું પરાવર્તન કર્યું અને દિવ્યરૂપ ધારણ કરનારી સુન્દર દેવાંગના બની. હનુમાનને વિનંતિ કરી કે, “મને છોડી દે, આમાં મારે દોષ નથી. હું ત્રણે લોકમાં વિખ્યાત થએલ અમેઘવિજયા નામની શક્તિવિદ્યા છું. નાગરાજેન્દ્ર તુષ્ટ થવાથી મને રાવણને અર્પણ કરી હતી. કારણ કે, તે સમયે ગવાળા વાલીમુનિ કૈલાસ(અષ્ટાપદ) પર્વત ઉપર તપ કરતા હતા અને ભુજા કાપીને દશમુખે વીણા સજજ કરી હતી. ચૈત્યગૃહ સમક્ષ જિનેશ્વરનાં ચરિત્ર અને ગુણગણ-સુંદર સંગીત અને આલાપ તથા નૃત્ય કરતાં ગાયું હતું, તે સમયે તુષ્ટ થએલા ધરણેન્ટે મને રાવણને સમર્પણ કરી હતી.
“હે પ્રભુ! દુસ્સહ તપના તેજ અને અનેક આશ્ચર્યકારી ગુણવાળી આ વિશલ્યા સિવાય ત્રણે ભુવનમાં કઈ પણ પુરુષથી હું કોઈ દિવસ પરાભવ પામી નથી. આ વિશલ્યાના પૂર્વભવના જીવે ભૂખ, તરસ, ઠંડી, તાપ અને તેવી શરીર-પીડાઓ સહન કરવા સાથે ઘોર મહાતપ કરીને અપૂર્વ શક્તિ ઉપાર્જન કરી છે. હે સુપુરુષ ! દેખે કે પૂર્વભવમાં જિનવર ભગવન્તના શાસનમાં કહેલા તપનું સેવન કરનારનો પ્રભાવ કેવા પ્રકારનું છે કે, “જેનાથી આવાં અસાધ્ય કાર્યો પણ સાધી શકાય છે. અથવા આ લેકનાં કાર્યોની સિદ્ધિ થાય, તેમાં કયું આશ્ચર્ય ગણાય ? જેનાથી જીવો સર્વ કર્મને ક્ષય કરીને શિવસુખની પ્રાપ્તિ કરે છે, તે તપધર્મને પ્રભાવ કેટલો મહાન ગણાય? મને મુક્ત કરે. તપના પ્રભાવથી તેણે મને જિતેલી છે. તે સ્વામી ! મારા દુશ્ચરિત્ર અને અપરાધની મને ક્ષમા આપે, હવે હું મારા સ્થાને જઈશ.” આ પ્રમાણે હનુમાને શક્તિ વિદ્યાદેવી સાથે વાર્તાલાપ કરીને પછી સંભ્રમ હદયવાળા તેણે તેને છોડી દીધી, એટલે તે પિતાના સ્થાને પહોંચી. દ્રોણમેઘની વિશલ્યાપુત્રી વિનયથી તે સખીઓ સાથે રામને પ્રણામ કરીને લક્ષમણની સમીપમાં બેડી. જાણે ગોશીષ ચન્દનથી અંગે અંગેને વિલેપન કરતી હોય, તેમ તે મુગ્ધા ઉત્તમ કમલસરખા કોમલ અંગો વિષે લક્ષ્મણને પંપાળતી હતી.
સુખે સુતેલ કે અન્ય જન્મ પ્રાપ્ત કર્યો હોય તેમ લક્ષમણ લાલ નેત્રયુગલવાળો, હાથ ચલાયમાન કરતો શ્વાસ લેતા હતા. તે સમયે ત્યાં સંગીત ગવાઈ રહેલું હતું, ત્યારે સફાળ રેષાયમાન થએલો ચારે બાજુ આમ-તેમ નજર કર ઉડ્યો અને બોલવા લાગ્યા કે, “રાવણ ક્યાં ગયે ?” માંચિત થએલા પ્રફુલવદનવાળા રામે હર્ષથી નાનાબંધુને આલિંગન કર્યું અને કહ્યું કે, “તે શત્રુ તે નાસી ગયો છે. શક્તિને કરેલ પ્રહાર અને ત્યારથી માંડી વિશલ્યાએ કરેલ નિરુપદ્રવપણું સર્વ હકીકત લક્ષમણને જણાવી. મન્દર વગેરે સુભટોએ મહાઆનન્દ-મહોત્સવ પ્રવર્તાવ્યો. દિવ્ય આયુધથી ઘવાએલા ઈન્દ્રજિત્ વગેરે સુભટને વિશલ્યાના હાથથી રામની આજ્ઞાથી તે ચંદનનાં છાંટણાં કરાવ્યાં. તે ચંદનજલથી છટાએલા તે ખેચરો એકદમ શલ્ય વગરના થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org