________________
: ૩૦૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
અને પરમશાન્તિ અનુભવવા લાગ્યા. ઈન્દ્રની પાસે જેમ ઈન્દ્રાણી શેલે, તેમ ચંદ્રના સરખા મુખવાળી મનહર રૂપ-લાવણ્યવાળી દ્રોણપુત્રી વિશલ્યા લક્ષમણની જોડે શોભવા લાગી. સર્વ વૃત્તાન્તો ઠેકાણે પડી ગયા. ત્યારે રામની આજ્ઞાથી દઢવૃતિવાળા લક્ષ્મણે ઠાઠમાઠ અને આડમ્બરથી વિશલ્યા સાથે પાણિગ્રહણ કર્યું. આ પ્રમાણે લોકે પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ધર્મના પ્રભાવથી દુઃખમુક્ત થાય છે અને ઈચ્છા પ્રમાણે દિવ્યસુખોની પ્રાપ્તિ થાય છે અને લેકમાં પ્રધાન-અગ્રેસરપદ મેળવી વિમલ યશ પ્રાપ્ત કરે છે. (૪૬)
પદ્મચરિત વિષે વિશલ્યાઆગમન નામના ચોસઠમા પવને
ગૂર્જરનુવાદ પૂર્ણ થશે. [૬૪]
[૬૫] રાવણના દૂતનું ગમન ગુપ્તચર પુરુષો દ્વારા લક્ષમણને નિરુપદ્રવ બનેલે જાણીને હવે રાવણ મંત્રીઓની સાથે મસલત કરવા લાગ્યું. ત્યારે વિવિધ કળા અને શાસ્ત્રોમાં કુશલમતિવાળો મૃગાંક નામને મંત્રી કહેવા લાગ્યું કે, “આપ ખુશ થાય કે નારાજ થાવ, તો પણ મારું એક વચન સાંભળો. “હે સ્વામી! રામ અને લક્ષ્મણે સિંહ અને ગરુડ નામની વિદ્યાઓ વગર સાધનાએ પ્રયત્ન વગર આપોઆપ તમારી સમક્ષ પ્રાપ્ત કરેલી છે. યુદ્ધમાં તમારા પુત્રો સહિત. તમારા બધુ ભાનુકણને પણ બાંધ્ય, અમેઘ વિદ્યાયુક્ત શક્તિ પણ નિરર્થક બની. હવે કદાચ લક્ષ્મણ નક્કી જીવશે, તો તમારા પુત્રોને કુંભકર્ણ સાથે વિનાશ થશે. માટે તે સ્વામી ! આપની પાસે આટલી ધર્મભિક્ષાની માગણી કરીએ છીએ કે, “આ સર્વ યથાર્થ હકીક્ત જાણુને ધર્મબુદ્ધિને અનુસરે અને તે સ્વામિ! હવે સીતાને સમર્પણ કરી દે. આમ કરવાથી તમારે હાથ ઉંચે રહેશે, લોકમાં સુન્દર વાત ફેલાશે કે, પૂર્વના પુરુષોને સુન્દર માર્ગ અનુસર્યો, મર્યાદાનું પાલન કર્યું, અને સન્ધિ કરવાથી પ્રજા, બધુઓ અને પુત્રોનું પણ પ્રગટ ભાવિ હિત થશે.” સર્વ મંત્રીઓના સમૂહે રાવણના પગે પડીને સામન્ત નામના એક દૂતને મોકલવાનો નિર્ણય
મંત્રીઓના સમુદાયે દૂતને સુન્દર સદેશ આપે, પરંતુ મહાઔષધની જેમ તે સદેશે રાવણની માગણીથી દૂષિત કરાએલો હતો. ઉત્તમકુલમાં જન્મેલો, નીતિ, વિનય અને શક્તિ-સંપન્ન તે સામન્ત દૂત રામની પાસે પહોંચ્યો અને તેને જલ્દી પૂછયું. દૂત રામના ચરણમાં પડ્યો, આસન પર બેઠો એટલે ત્યાર પછી રામને કહ્યું કે, લંકાધિપ--રાવણે કહેવડાવેલ સન્ધશે આપ સાંભળે–
હવે આપણે યુદ્ધ સારાં કર્યા, પરંતુ તેમાં તે લોકોને વિનાશ અને નુકશાન ઘણાં થયાં, યુદ્ધના અભિમાનથી ઘણુ પુરુષને બેડો અને ઘાણ નીકળી ગયો. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org