________________
: ૩૦૬ :
પઉમચરિય-પદ્યચરિત્ર
-
-
કે, “તેના નાનજળ માટે અંગદ, હનુમન્ત અને ભામંડલને મોકલે. ત્યાર પછી રામે ભામંડલ, હનુમાન, સુગ્રીવપુત્ર અંગદને સાકેતપુરીમાં જળ લાવવા માટે તમે પ્રયાણ કરેએમ કહ્યું. રામની આજ્ઞા અંગીકાર કરીને હવે તે વિદ્યાધરે ક્ષણાર્ધમાં સાકેતપુરમાં નરેન્દ્રના મન્દિરે નીચે ઉતર્યા. સુંદર સંગીત ગાઈને ભરતરાજાને જલદી જગાડ્યા. ભવનમાંથી નીચે ઉતરીને તુષ્ટ થએલ ભરતરાજાએ ખેચરને પૂછયું. સીતાના અપહરણ નિમિત્તે લક્ષમણ શક્તિથી ઘવાયે છે–વગેરે સર્વ હકીકત ભરતને જણાવી. આ સાંભળીને રેષાયમાન ભરત મહારાજાએ યુદ્ધની મહાભેરી વગડાવી; એટલે તે જ ક્ષણે હાથી, 'ઘડા અને રથની સાથે સજ્જ થયે. ભેરીને શબ્દ સાંભળીને સાકેતપુરીના સમગ્ર લેક “શું થયું? શું થયું?” એમ બોલતા ભયવિહલ અને અવ્યવસ્થિત થયા. લોકે વાતો કરવા લાગ્યા કે-“અતિવીર્ય રાજાને પુત્ર રાત્રે આવ્યા છે અને ભરતરાજાના કઈ દેષ કાઢીને નકકી પ્રતિકૂલ થી જણાય છે-એટલે સાકેતનગરીના લેકે પોતપિતાના મણિ, રત્ન, સુવર્ણ, રૂપું, પ્રવાલ, વસ્ત્ર, આભૂષણ વગેરે કીમતી પદાર્થોને ભોંયરામાં છુપાવી દે, સુભટો, હાથી, ઘડા આદિના ઉપર સ્વાર થઈને, શત્રુધ વગેરે બખ્તર પહેરી આયુધોથી સજજ થઈને ભરતરાજાના રાજ્યાંગણમાં આવી પહોંચ્યા. રણસંગ્રામ કરવાના ઉત્સાહવાના પ્રયાણ કરવા તત્પર ભરતને દેખીને ભામંડલે ભરતને જે કહ્યું, તે સાંભળો.
- “હે નરાધિપ! લંકાનગરી ઘણી દૂર છે, વચમાં મેટે લવણસમુદ્ર છે, પાર વગ૨ના તે ભયંકર સમુદ્રને પગે ચાલનાર તમે કેવી રીતે લંઘન કરી ત્યાં જઈ શકશે? ત્યારે ભારતે તેને પૂછયું કે, તે આ વિષયમાં અત્યારે મારે શું કરવા ચગ્ય છે, તે જલદી જણાવે; જેથી તે સર્વ કાર્ય તમને સાધી આપું. ત્યારે ભામંડલે કહ્યું કે, “વિશલ્યાનું સ્નાનજળ અમને આપે, હે મહાયશ! આમાં તમે હવે વિલમ્બ ન કરે. આ જળ લક્ષમણને છાંટવાથી નક્કી તે જીવશે જ. તેથી અમે જલ્દી જઈએ, નહિતર પ્રાતઃકાળ થશે, તો મૃત્યુ પામશે.” ત્યારે ભરતરાજાએ તેને કહ્યું કે, “એ જળ લઈ જવાનું શું પ્રયોજન છે? દ્રોણમેઘ રાજાની પુત્રી વિશલ્યા ત્યાં જાતે જ આવશે. આગળ મુનિએ કહેલું જ છે કે, આ પુત્રીનું પ્રથમ કલ્યાણ-મંગલકાર્ય તેના સાથે જ થશે, તેમ જ તે લક્ષમણનું સ્ત્રીરત્ન થશે, તે સ્ત્રીરત્ન બીજાને હોઈ શકે નહિં. દ્રોણઘન રાજાની પાસે ભરતે એક દૂત મોકલ્ય, તે વિશલ્યા પુત્રીને આપતું નથી, એટલું જ નહિ, પરંતુ પુત્ર અને સૈન્ય સાથે લડવા તૈયાર થયે. ત્યારે કૈકેયી ત્યાં ગઈ અને અત્યન્ત મધુર વચનથી સમજાવ્યું, ત્યારે તુષ્ટ થએલા મનવાળા દ્રોણરાજાએ પુત્રીને મોકલી. ભામડિલે તે કન્યાને પિતાના ઉત્તમ વિમાનમાં આરોહણ કરાવી, તેની સાથે બીજી પણ એક હજાર કન્યાઓ વિમાનમાં બેઠી. મનોહર શ્વેત ચામરોથી વીંઝાતી જાણે હંસી ચાલતી હોય, તેવી. ગતિવાળી તે વિશલ્યા લક્ષમણ પાસે પહોંચી. વિશલ્યાએ જ્યાં લમણુના શરીરને સ્પર્શ કર્યો, એટલે કામીપુરુષના ઘરમાંથી કઈ દુષ્ટ સ્ત્રી એકદમ બહાર નીકળી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org