________________
: ૨૮૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
વાળા, ભંભા, મૃદંગ, ડમરુ, ઢક્કા, હુંકાર અને શંખની પ્રચુરતાવાળા, ખરમુખી, હુડુક્ક, પાવક (
પાબંસી), તથા કાંસીજડાના મોટા મોટા શબ્દો સહિત રણવાજિંત્રો વાગવા લાગ્યાં. તે સમયે કાયરપુરુષોને ભય ઉત્પન્ન કરનાર હાથી, ઘોડા, સિંહ, મહિષ, વૃષભ, તથા મૃગલાઓ તેમજ પક્ષીઓના વિવિધ શબ્દો ચારે દિશામાં ફેલાઈ ગયા. ઘણા વાજિંત્રના મેટા નાદથી તથા સુભટની ઉંચા શબ્દોની ગર્જનાથી કાનમાં પડેલા એક બીજાના શબ્દો સાંભળી શકાતા ન હતા. બંને તરફના સૈન્યનું ભયંકર મહાયુદ્ધ પ્રવત્યું, ત્યારે તેના પ્રભાવથી પૃથ્વી ક્ષોભ પામી, અકસ્માત્ પર્વતે પણ કમ્પવા લાગ્યા, લવણસમુદ્ર ઉછળવા લાગે, ઘણું જ ઉડે, તે મલિન પવન વાવા લાગ્યો, નદીઓ ઉલટી વહેવા લાગી. બંને પક્ષના સુભટો પ્રજવલિત આકાશના અગ્નિરૂપ ઉલકા સરખા મુગર, બાણ, ઝસર, ભિંડિમાલ, વગેરે આયુધો ફેંકવા લાગ્યા. બખ્તર પહેરેલા પર
સ્પર એકબીજાને વધ કરવા ઉદ્યત થયેલ, રણમાં બહાદૂરી બતાવનાર સુભટો પોતાના કુલની પ્રશંસા કરતા, ગદા, તરવાર અને ચક વગેરે આયુધથી હણવા લાગ્યા. સામે રાક્ષસ સુભટો આવ્યા અને ચડક્ક-શસ્ત્ર સરખા પ્રહાર કરીને એવું યુદ્ધ કરવા લાગ્યા કે, વાનરસેનાને પાછળ હઠવું પડ્યું.
યુદ્ધ આગળ વધવાથી નિરાશ થયા વગર બીજા વાનરસુભટો આગળ આવ્યા અને રાક્ષસસૈન્યનું નિકંદન કરતા તેમની સામે ઝઝુમ્યા. યુદ્ધમાં રાવણે પોતાના સૈન્યને વિશેષ હણાતું જોયું, એટલે રાવણપક્ષના હસ્ત અને પ્રહસ્ત નામના બે મહારથીઓ જલ્દી ઉઠીને ઉભા થયા અને તેમને સામને કરવા લાગ્યા. હસ્ત અને પ્રહસ્ત સુભટોએ ફરી વાનરસેનાને ભગાડી મૂકી. એકદમ પલાયન કરતા તેમને નલ અને નીલ સુભટે રોક્યા. જેમાં સારા સારા સુભટો જમીન પર ઢળી પડતા હતા, તેવું બંને સેનામાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે નલે હસ્તને અને નીલે પ્રહસ્તને એમ બંને મહારથીને મારી નાખ્યા. રાવણ પક્ષના હસ્ત અને પ્રહસ્ત બે મહાસુભટોને હણાએલા દેખીને ત્યાર પછી દ્ધાઓ અને ઘોડાઓ જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, તેવા યુદ્ધમાંથી રાવણની સેના પાછી હઠવા લાગી. જેમ વિમલ કિરણવાળા ચન્દ્રની સ્નાથી રહિત રાત્રિ નક્ષત્રના સમૂહથી યુક્ત હોય, તે પણ શેભા પામતી નથી, તે પ્રમાણે પ્રધાનપુરુષ વગર કાર્ય કરવા છતાં પણ કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. (૩૬) પદ્ધચરિત વિષે હસ્ત અને પ્રહસ્તને વધ” નામના સત્તાવનમા પર્વને
ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૫૭]
[૫૮] નલ-નીલ, તથા હસ્ત-મહસ્તના પૂર્વભવનું વર્ણન
શ્રેણિક રાજાએ મસ્તકથી પ્રણામ કરીને ગૌતમ ભગવન્તને પૂછ્યું કે-“હે ભગવન ! હસ્ત અને પ્રહસ્ત મહાસુભટ પહેલાં કોઈ વખત કેઈથી જિતાયા ન હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org