________________
[૫૮] નલ–નીલ, તથા હસ્ત-પ્રહસ્તના પૂર્વભવનું વર્ણન
: ૨૮૯ :
તે પછી અતિબલવાન હોવા છતાં યુદ્ધમાં નલ અને નીલથી કેવી રીતે માર્યા ગયા? આ વિષયમાં મને ઘણું કુતૂહલ થયું છે, માટે આ સમગ્ર વૃત્તાન્ત મને કહો.” ત્યારે ઈન્દ્રભૂતિ ભગવતે કહ્યું કે-“હે શ્રેણિક ! તમે એકાગ્ર ચિત્તથી તેને પૂર્વ–વૃત્તાન્ત સાંભળે. જે પ્રમાણે બન્યું હતું, તે પ્રમાણે કહું છું—
કુશસ્થલ નગરમાં ખેતીવાડીમાં એકાગ્ર ચિત્તવાળા બે ગૃહસ્થ સહેદરે રહેતા હતા. બંનેનાં અનુક્રમે ઈન્ધન અને પલવ એવાં નામ હતાં. ભિક્ષાદાનમાં ઉઘત, વિનીત તેમ જ તેઓ સાધુની નિન્દા ન કરનારા હતા. તેઓ સ્વાભાવિકપણે જિનશાસન અને સાધુ-શ્રાવકોના સંસર્ગની અભિલાષા કરનારા હતા. બીજું એક સહોદર-યુગલ હતું, તે અતિક્રૂર, નિર્દય, અશુભ મનવાળા, લૌકિક પાપશાસ્ત્રોમાં મહિત તથા સાધુઓની નિન્દામાં તત્પર રહેતા હતા. કોઈક વખતે રાજાને ભરવાના કર નિમિત્તે તેઓને મેટ ટંટે થયે, તે કારણે તે પાપીઓએ ઈન્શન અને પલ્લવ એ બંનેને મારી નાખ્યા. મુનિવરને દાન આપવાના પ્રભાવથી હરિવર્ષના યુગલિક ક્ષેત્રમાં ભોગો ભેગવીને આયુષ્ય પૂર્ણ કરીને તે બંને વૈમાનિક દેવલોકના વિમાનમાં ઉત્પન્ન થયા. વળી જે પાપ કરવામાં રસિક હતા, તેઓ મૃત્યુ પામીને ઘણું દુખેથી ભરપૂર આહાર-જળરહિત, કાલિજર નામની ભયંકર ઘેર મહાઅટીમાં બંનેએ જંગલી ઘોને અવતાર લીધે.
આ લોકમાં તીવ્ર કષાય કરનારા, સાધુઓની નિન્દા કરવામાં રસિક, ઈન્દ્રિયોને આધીન થએલા હોય, તેમને માટે દુર્ગતિગમન નિર્માણ નકકી સમજી લેવું.” ત્યાંથી કાલ પામીને વિવિધ પ્રકારની તિયચ એનિઓમાં ભ્રમણ કરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થયા અને વલ્કલ ધારણ કરનાર તાપસ થયા. મોટી જટાવાળા અને મહાકાયાવાળા તેઓ બાલ-અજ્ઞાનતપ કરી મૃત્યુ પામી અજિયપુરીમાં અશ્વિનદેવીના ગર્ભમાં ઉત્પન્ન થયા. વહ્નિકુમારના તે બંને પુત્ર દેવતાના રૂપ સરખા હસ્ત અને પ્રહસ્ત નામથી પ્રસિદ્ધ થયા. ત્રણે લોકમાં પ્રસિદ્ધ આ બંને સુભટો રત્નશ્રવાના પુત્ર રાવણના સેવક થયા હતા.
પહેલાના બંને ઈધન અને પલવના છે સ્વર્ગમાંથી અવી મનુષ્યપણે ઉત્પન્ન થયા. શ્રાવકધર્મમાં અનુરાગવાળા તેઓ મૃત્યુ પામ્યા પછી દેવપણે ઉત્પન્ન થયા. દેવલેકના પુણ્યને ભોગવટે પૂર્ણ કર્યા પછી તે ઈશ્વન અને પલ્લવના છે ત્યાંથી ચવીને કિકિધિપુરમાં ઋક્ષરજના નલ અને નીલ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. પાપ-પરિ– ણામવાળા તેઓએ પ્રથમ ઈ-ધન અને પલ્લવના વધ કર્યા હતા; તે કારણે યુદ્ધમાં નલ અને નીલે હસ્ત અને પ્રહસ્તને ફરી હણ્યા. “પૂર્વે જેણે જેને હ હોય, તે તેનાથી નક્કી હણાય છે, તેમાં સદેહ નથી. માટે કેઈએ કેઈને હણવો નહિ, કોઈને શત્રુ બનાવ નહિં.” હે શ્રેણિક! એ વાતમાં સળેહ નથી કે, જે જીને સુખ આપે છે, તે અવશ્ય ભોગસુખનો અનુભવ કરે છે અને દુઃખ આપનાર નક્કી દુઃખને ભેગવટ કરનાર થાય છે. આ પ્રમાણે નલે અને નીલે કરેલા હસ્ત અને પ્રહસ્તના વધને
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org