________________
: ૨૮૬ :
પઉમરિય–પદ્મચરિત્ર
મમતા, આ પ્રમાણે પ્રેમ અને અભિમાનથી સુભટ બે વિભાગમાં વહેંચાયેલું છે. હે સુંદરાંગી ! તે વીર પુરુષના યશથી ત્રણે ભુવન અલંકૃત થયાં છે કે, જેના સ્વામીની સમક્ષ જ યુદ્ધમાં તલવારના પ્રહાર પડે છે. આવા અને આના સરખાં બીજ મધુર વચનોથી પિતાપિતાની પત્નીઓને આશ્વાસન આપી સુભટો નીકળવા લાગ્યા.
સહુથી પહેલાં નગરીમાંથી સેના સાથે હસ્ત અને પ્રહસ્ત નીકળ્યા, પછી મારીચિ, સિંહકટી, સ્વયજૂ, અતિવેલ, શક, સારણ, સૂર્ય, શશાંક, ગજારિ, બીભત્સ, વાક્ષ, વાધર, ગંભીરનાદ. નક, મકર, કુલિશ-નિનાદ, સુન્દ, નિસુન્દ, ઉગ્રવાદ, કૂર, માલ્યવાન્, સહસાક્ષ, વિભ્રમ, અરનિસ્વન, જબૂ, માલી, શિખી, દુર્ધર, મહાબાહુ-આ વગેરે સુભટ સિંહ જોડેલા રથમાં બેસીને નીકળી પડ્યા. વજોદર, કૃતાન્ત, ઈન્દ્રાભ, અશનિરથ, ચન્દ્રનખ, વિકટોદર, મૃત્યુ, સુભીષણ, કુલિશાદર, ધૂમ્રાક્ષ, મુદિત, તડિજિહે, મહામાલી, કનક, ક્રોધન, નિધન, ધૂમ્રોડ્રામ, ક્ષોભ, હિંડી, મરુસ્વર, પ્રચંડ ડમ્બર, ચંડમુંડ તથા હાલાહલ વગેરે વાઘ જોડેલા મજબૂત રથમાં બેસીને નીકળ્યા.
વિદ્યાકૌશિક, ભુજંગબાહુ, મહાદ્યુતિ, શંખ, પ્રશંખ, રાગ, ભિન્ન, અંજનાભ, પુષ્પચૂલ, રક્તવર, પુષ્પશેખર, સુભટ, અનંગકુસુમ, ઘટસ્થ, કામવર્ણ, મદનશર, કામાગ્નિ, અનંગરાશિ, શિલીમુખ, કનક, સેમવદન, મહાકામ, હેમાભ વગેરે સંગ્રામમાં જેમને રાગ ઉત્પન્ન થયો છે, એવા તે સુભટો વાનર જોડેલા રથમાં બેસીને ઘણી ગર્જના કરતા બહાર નીકળ્યા. ભીમ, કદમ્બવિટપ, ગજનાદ, ભીમનાદ, શાર્દૂલકીડન, સિંહબિલાંગ, બિલાંગ, પ્રહલાદન, ચપલ, ચલ, ચંચલ આદિ સુભટે હાથી જડેલા રથમાં બેસીને લંકામાંથી નીકળ્યા. આ અને તે સિવાય બીજા સુભટનાં હું કેટલાં વર્ણન કરું? સાડા ચાર કરોડ ઉત્તમ કુમારે તેમાં હતા. આ અને બીજા કુમારવાથી પરિવરેલા ઇન્દ્રજિત્ ઘનવાહનની સાથે જલ્દી નીકળી પડ્યા. તિષપ્રભ વિમાનમાં આરૂઢ થઈને ત્રિશૂલધારી ભાનુકણું પણ ઘણું સુભટથી પરિવારે બહાર નીકળે. વેગથી ઉડવાના કારણે પૃથ્વી અને આકાશમાગને (શબ્દથી) પૂરતો પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થઈને સેના સાથે રાવણ લંકાનગરીથી બહાર નીકળ્યો. રથ, હાથી, ઘોડા, મૃગ, મહિષ, વરાહ, વ્યાવ્ર, સિંહ, ગધેડા, અને ઉંટ ઉપર સ્વાર થઈને બીજા સુભટ પણ નીકળી પડ્યા. તે સમયે રાવણને ભયંકર અપમંગલ-સૂચક ઉત્પાત થવા લાગ્યા અને બીજા પણ ઘણા પ્રકારના પરાજય જણાવનારા પક્ષી રુદન કરવા લાગ્યા. માને કહે કે, અભિમાન કહે, તેને વશ બનીને અપશકુનને જાણવા છતાં તે સર્વ રાક્ષસે યુદ્ધ કરવા નીકળી પડ્યા. આ પ્રકારે હાથમાં હથિયાર લઈને, શરીર પર બખ્તર પહેરીને, જુદાં જુદાં ચિહ્નોવાળી ઉડતી દવાઓ સહિત, જેમને કપિલ પર કુંડલ રહેલાં છે, વાહન પર સવાર થએલા, હર્ષ પામતા, યુદ્ધ કરવાના એકાગ્ર ચિત્તવાળા તે સર્વ શૂરવીર સુભટો વિમલ આકાશને આચ્છાદિત કરતા નગરીમાંથી નીકળ્યા. (૪૭) પદ્મચરિત વિષે “રાવણની સેનાનું નિર્ગમન નામના છપન્નમાં પવને
આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org