________________
[૫૬] રાવણની સેનાનું નિર્ગમન
: ૨૮૫ :
ચતુરંગની સાથે સંગ મેળવવાથી એક અક્ષૌહિણી સેના તૈયાર થાય છે. આઠ ભેદો કરતાં પ્રથમભેદ ૧ પંક્તિ, ૨ સેના, ૩ સેનામુખ, ૪ ગુલ્મ, ૫ વાહિની, ૬ પૃતના, ૭ ચમૂ અને છેલ્લી આઠમી અનીકિની-એમ આઠ ભેદ જાણવા. હવે પંક્તિ કોને કહેવાય? ૧ હાથી, ૧ રથ, ૩ ઉત્તમ અશ્વ, ૫ પાયદલ આટલા એકઠા મળીને એક પંક્તિ કહેવાય. પંક્તિને ત્રણ ગુણ કરવાથી સેના, સેનાને ત્રણ ગુણ કરવાથી સેનામુખ થાય છે. ત્રણ સેનામુખથી એક ગુમ થાય છે. ત્રણ ગુલમેની એક વાહની, ત્રણ વાહિનીની એક પૃતના, ત્રણ મૃતનાની એક અમૂ, અને ત્રણ ચમૂઓની એક અનીક થાય છે, દશ અનીકિનીઓથી એક અક્ષૌહિણી સેના કહેવાય છે. હવે એક એક અંગની સંખ્યા કહું છું. ૨૧,૮૭૦ હાથી અને રથની બંનેની સરખી સરખી સંખ્યા છે. ૧,૦૯,૩૫૦
દ્ધાઓની સંખ્યા છે. ૬૫,૬૧૦ ઉત્તમ ઘેડાઓની સંખ્યા છે. હે શ્રેણિક! એક અક્ષહિણી સેનામાં સમગ્ર સંખ્યાનો સરવાળો કરીએ, તો કુલ બે લાખ, અઢાર હજાર અને સાતસોની સંખ્યા થાય.
આ બાજુ રામના સૈન્યને નજીક આવતું દેખીને રાક્ષસ-સુભટો પણ સમગ્ર વાહને સાથે તૈયાર થયા. કવચ પહેરેલા અને શસ્ત્રો સજેલા કેટલાક શૂરવીર અને યુદ્ધની ઉત્કંઠાવાળા સુભટો એકદમ તયાર થયા. ત્યારે તેમની સ્નેહી પત્નીએ તેમને રોકવા લાગી. બખ્તરના કંઠસૂત્રને પકડીને કોઈ પ્રિયતમા પ્રિયતમને કહેવા લાગી કે-“હે નાથ ! યુદ્ધમાં સામે આવનાર સુભટને બરાબર હણજે. બીજી સ્ત્રી પતિને કહેવા લાગી કે-“હે નાથ ! સંગ્રામમાં તમે શત્રુને પીઠ ન બતાવશે, નહિંતર સખીઓની આગળ મારે શરમાઈને ઘુંઘટ ખેંચ પડશે, વળી કઈ ઈર્ષ્યાળ પત્ની અધિક ઉતાવળ કરનાર પતિને કહેવા લાગી કે-“હે સ્વામિ! મને છોડીને તમને કીર્તિ વધારે પ્યારી લાગે છે? કેઈ સુભટપત્ની એમ કહેવા લાગી કે, “હે નાથ યશના અભિલાષી તમારા નવીન શસ્ત્રઘાથી ચિહ્નિત આ મુખકમલનું ચુમ્બન હું હસતી હસતી અધિકપણે કરીશ. બીજી વળી કઈ પરાક્રમી સુભટની સુન્દરી પતિના મુખકમલનું ચુમ્બન કરતી હતી, ત્યારે પુષ્પમાં આસક્ત ભ્રમરી પુષ્પને ન છોડે, તેમ પતિ પરાણે છોડાવે છે, તે પણ છેડતી નથી. ત્યાં વળી કોઈ બીજી સુભટી શસ્ત્ર ધારણ કરેલ પતિના કંઠમાં મહાગજેન્દ્ર પકડેલી નલિનીની જેમ ડોલતી હોય તેવી શભા પામતી હતી.
આ પ્રકારે વિવિધ ચેષ્ટાઓ દ્વારા પ્રેમ ઉત્પન્ન કરનારા ઉત્તમ સુભટો પિતાની પ્રિયાઓને સાત્વન આપવા માટે કહેવા લાગ્યા કે, “હે સુન્દરિ ! મને પકડી ન રાખો, છેડી દે, હે વરતનુ! અમારા દેખતાં બીજા યુદ્ધ જીતવાને યશ ગ્રહણ કરી લે, પછી અમારે જીવીને શું કરવું? હે ભદ્રે ! તે નરવૃષભે ખરેખર ધન્યવાદને પાત્ર છે, જેઓ સંગ્રામમાં આગળ ખરે ગયા છે, વળી તેઓ શત્રુન્યમાં ધ્રુજારી કરાવીને સામી છાતીએ લડી રહેલા છે. યુદ્ધમાં હાથીઓના દંકૂશળથી ભેદાએલ સુભટો હિંડોળાની જેમ ડોલવાનું અને શત્રુદ્વારા પ્રશંસા પામવાનું અર્થાત્ સાબાશી મેળવવાનું પુણ્ય વગર બની શકતું નથી. એક તરફ યુદ્ધને રાગ અને બીજી તરફ પ્રિયાના પ્રેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org