________________
: ૨૭૬ :
પઉમચરિય–પદ્મચરિત્ર
દેખી હું સુખ પામી શકતો નથી. યમ, વરુણ, ઈન્દ્ર વગેરે અનેક મહાસુભટને મેં આગળ જિત્યા છે, અત્યારે આ અધમ વાનરે મને કેવી રીતે છળી લીધે? માટે મહાયુદ્ધભેરી વગડા, અજિત નામને રથ જલદી તયાર કરીને લાવે, ત્યાં જઈને હું તે દુષ્ટને ઘોર નિગ્રહ કરીશ.” આ પ્રમાણે બોલતા પિતાને ઈન્દ્રજિત્ કુમારે વિનંતિ કરી કે, “હે સ્વામી! તેની ખાતર આપ જાતે આટલા અધિક દુઃખ શા માટે ભોગવી રહેલા છે ? હે પિતાજી! જે આપ કહો તે અતિ દૂર સુધી ઉડીને સૂર્ય, ચંદ્ર વગેરે
તિષ્કગણનો નાશ કરું, મેરુપર્વતને ચૂર કરી નાખું, કે સમગ્ર ત્રણે લેકને ભુજાઓથી ઉઠાવીને ફેંકી દઉં.”
પુત્રનું ચિત્ત જાણીને દશમુખે તે ઇન્દ્રજિત્ પુત્રને આજ્ઞા કરી કે, “તે દુષ્ટને જલ્દી પકડીને મારી પાસે લાવ.” રાવણને પ્રણામ કરીને ઉત્તમ હાથીથી જોડાએલા રથમાં આરૂઢ થઈને બખ્તર પહેરી હથિયારોથી સજજ થઈને તે મોટા સૈન્ય સાથે ચાલે. યુદ્ધમાં નિષ્ણાત મેઘવાહન પણ હાથીના ઉપર આરૂઢ થયો, ત્યારે રાવણ ઉપર બેઠેલા સ્વય ઈન્દ્ર સરખે તે જણાતું હતું. રથ, કૂદતા અશ્વો તથા હાથીઓની ઘટાઓના સંઘર્ષથી ગાજી ઉઠતી તેમજ હજારો વાજિંત્રોના નિર્દોષથી ગર્જના કરતી ઈન્દ્રજિતની સેના ચાલી.
ત્યાર પછી ટૂંક સમયમાં દર્પ અને કૈધ સહિત બાણ રાખવાનાં ભાથાં બાંધીને હનુમાનની પોતાની મહાસેના પણ લડવા માટે સાબદી બની. ઉતાવળા અને ઉત્સાહવાળા બંને પક્ષના સૈન્યમાં સુભટો એક બીજા સામે સેંકડો તલવાર, કનક, ચક્ર, તમર વગેરે આયુધોથી સુભટોને ઘાયલ કરવા લાગ્યા. હવે ઈન્દ્રના સુભટોથી તીવ્ર પ્રહારથી હણાએલા હનુમાનના સુભટો ભાગીને હનુમાન પાસે ગયા.
પોતાના સૈન્યને પરાભવ થયે દેખીને રોષાયમાન હનુમાન જાતે જ ઈન્દ્રજિતના ભર્યો સાથે લડવા લાગ્યો. પ્રચંડ શાસનદંડ ધારણ કરનાર, સુવર્ણનાં કંકણ પહેરેલ કાનમાં ઝુલતા કુંડલવાળા, સુવર્ણના બાંધેલા દોરાવાળા, વિચિત્ર વસ્ત્ર અને આભૂષણ પહેરેલ, મસ્તક પર સુગન્ધિત પુષ્પ ધારણ કરનાર, કેસર-ચન્દન-મિશ્રિત વિલેપન કરેલ, મુગટમાં મોતી લગાડેલ હોવાથી શોભાયમાન, ચક્ર, બર્ગ અને મેગરયુક્ત, ત્રિશૂલ, ચાપ, પટ્ટીશ નામનું આયુધવિશેષ, સળગતી શક્તિ અને બછયુક્ત, મોટા ભાલા અને તોમરવાળા, પિતાના સ્વામીના કાર્યમાં ઉદ્યત થએલા ઈન્દ્રજિત્ના ભાટે મહાસુભટ હનુમાનના પ્રહારથી વિદ્યારિત થએલા પ્રાણથી મુક્ત થઈ ભૂમિ પર પડવા લાગ્યા. સ્વાભાવિક તીર્ણ નબવાળા, સુન્દર ચામરોથી ભિત, હનુમાનના હથિયારેથી હણાએલા ઈન્દ્રજિતના હાથી અને ઘોડાઓ નષ્ટ થયા. હનુમાનથી ભેદાએલા ગંડસ્થલ અને મસ્તકવાળા, તેમાંથી ઉખડીને બહાર નીકળેલા ખેતીવાળા, દાન નષ્ટ થવાના કારણે મેઘાકાર સરખા શ્યામ હાથીઓ નીચે ઢળી પડ્યા. આશ્ચર્યકારી સુવ
ના બનાવેલા અંદર સુવર્ણના સ્થાપન કરેલા આસનવાળા એવા મહારથ હનુમાનની ગદાથી ચૂર્ણિત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org