________________
[૫૩] હનુમાનનું લંકા-ગમન
: ૨૭૫ :
કરનાર વૃક્ષોને ભૂમિ પર ઢાળી દીધા. વળી પવનપુત્ર હનુમાન ગદા ગ્રહણ કરીને સુવશું થી નિર્માણ કરેલ, સિંહનાદથી આકુલ, લાલ અને ઈન્દ્રનીલની પ્રભાવાળા ઉદ્યાનનાં વાવડીનાં ગૃહને ભાંગી–તેડી નાખ્યાં. તે સમયે ગર્જના કરનાર પાયદલ સન્ય, કૂદતા અને બૂમ પાડતા સેનામુખવાળા રાક્ષસ-સૈન્યને હનુમાને દેખ્યું. જેમ મદોન્મત્ત હાથી કમલિનીના વનને ખેદાન–મેદાન કરી નાખે, તેમ હનુમાને આ પદ્ઘોઘાનનું સૌન્દર્ય લાવણ્ય-શૂન્ય કરી નાખ્યું અર્થાત્ ઉદ્યાનને ભાંગી-તોડી ખેદાન-મેદાન કરી નાખ્યું.
આ સમયે સમુદ્રની ભરતી ઉછળતી આવે, તેમ આક્રમણ કરનાર રાવણનું સૈન્ય મેટી સંખ્યામાં આવી પહોંચ્યું અને મેઘસમૂહો જેમ સૂર્યને વીંટળાઈ જાય, તેમ હનુમાનની ચારે બાજુ સૈન્ય વીંટળાઈ વળ્યું. પિતાના સ્વામીનું કાર્ય કરવામાં ઉદ્યત તથા અભિમાન સાથે ઉત્સાહવાળા તે સુભટો હનુમાનની સન્મુખ બાણ, ઝસર, શક્તિ અને સર્વલ વગેરે આયુધે છોડવા લાગ્યા. તે આયુધોના સમૂહને અંજનાનો પુત્ર હનુમાન રેકીને રાક્ષસ-સુભટ ઉપર સ્ફટિક શિલાઓ, પત્થરો અને વૃક્ષે તેમના તરફ ફેંકવા લાગ્યું. હે શ્રેણિક! આયુધ વગરના એકલા હનુમાન રાવણની સમગ્ર સેનાને ઘાયલ કરી પરેશાન પમાડીને પિતાના જીવિતનું રક્ષણ કરી પલાયન થયા. જતાં જતાં લંકાના વિવિધ મનહર ઉંચા ભવન-મહેલ, તોરણે, અટારીએ મહેલનાં અનેક શિખરને તોડી-ફોડી ચૂરેચૂરા કરીને તેમ જ પગની લાત મારીને હથેલી અને ગદાથી પ્રહાર મારીને કણ કણ કરતા રત્નનાં શિખરે નીચે પડી ગયાં. જંઘા અફળાવવાના કારણે ઉત્પન્ન થતા પવનથી અનેક વર્ણવાળી ફેલાતી રનરજ વિશાલ આકાશમાગમાં જાણે ઈન્દ્રધનુષની રચના થઈ હોય–તેમ દેખાવા લાગી. દીનતાથી રુદન અને વિલાપ કરતી યુવતીઓ. અને બાળકોના અવ્યક્ત અને કાલા કાલા શબ્દ બેલતા તેમજ ભય અને ઉદ્વેગથી લોકો “શું છે? શું છે ?” એમ બેલતા સંભળાવા લાગ્યા. હાથીએ પિતાના બાંધવાના સ્તંભે તેડીને દેડવા લાગ્યા, અશ્વો પિતાના ગળામાં બાંધેલાં દેરડાંઓ તેડવા લાગ્યા, અને માર્ગે જતા લોકોને ભય પમાડીને નગરમાં ગમે ત્યાં દોડવા લાગ્યા. આ પ્રમાણે લંકાનગરીમાં લાખો ભવન વગેરેને તોડતો દઢ નિશ્ચયવાળે હનુમાન ત્યાં પહોંચે કે,
જ્યાં રાવણ હતા. પોતાની નગરીનાં ભવને, ઉદ્યા વગેરેને નાશ થએલો દેખીને ક્રેપમાં આવેલો રાવણ કહેવા લાગ્યું કે, મારું એક વચન સાંભળે–
હે મય! માલ્યવન્ત, ત્રિશિર, શુક, સારણ, વજાદં, અશનિવેગ, કુમ્ભ, શિલ્પ, બિભીષણ, હસ્ત, પ્રહસ્ત વગેરે સર્વે તમે મારું વચન સાંભળ-કેલાસપર્વતને આકાશમાં અદ્ધર ઉંચો કર્યો અને ત્રણે લોકમાં જે મારે યશ ફેલાયે; આજે હનુમાને મારી નગરી ખેદાન-મેદાન કરી નાશ પમાડી, તે ખરેખર મારા યશ ઉપર મશીન કચડો ફેરવ્યું. પરપુરુષના હાથે પકડાએલી અને તે કારણે ઉદ્વેગ પામેલી પત્નીને દેખીને જેમ પતિ સુખ પામતે નથી, તેમ વાનર દ્વારા મસળાઈ ગયેલું ઉદ્યાન અને દીન લંકાને
૧ જેમાં નવ હાથી, નવ રથ, સતાવીશ ઘોડા અને પીસ્તાલીશ પાયદલ હોય, તે સેનામુખ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org