________________
પઉમચરિય–પદ્મચરિત્ર
એક બીજા સાથે વાતો કરવા લાગ્યા કે, “આ નગરી લોકોથી પરિપૂર્ણ છે, પરંતુ રામના વિયેગમાં વિધ્યાટવી સમાન છે.” ઉત્સુક મનવાળા લોકો બાલવા લાગ્યા કે, આ મહાનારી સીતા ખરેખર ધન્ય છે કે, “જે રામની સાથે પરદેશ જઈ રહેલી છે. નયનના અશ્રુથી સિંચેલા ગાત્રવાળી માતાને છેડીને રામ સાથે ચાલી નીકળેલા આ લક્ષ્મણકુમારને દેખો.” તે સમયે આ કુમારોની સાથે સામન્તજને જવાના કારણે સાકેત નગરી ઉત્સવ–વગરની શૂન્યનગરી જેવી જણાવા લાગી. દંડધારી રાજપુરુષ વડે પાછા વળાતા નગરલકો પાછા વળતા ન હતા, એટલામાં દિવસનું અવસાન થતાં સૂર્ય અસ્ત થયો. નગરીની મધ્યમાં એક મનહર જિનચૈત્ય દેખ્યું, હર્ષથી રોમાંચિત અને અત્યન્ત તુષ્ટ થએલા લોકોએ તેમાં પ્રવેશ કર્યો.
ભગવંતની પૂર્ણ ભાવથી સ્તુતિ અને અર્ચન કરીને જનસમુદાય સહિત તેઓ ત્યાં જ વસ્યા. તે બંને ઉત્તમ કુમારે ત્યાં વસેલા છે એમ જાણીને તેઓની માતાઓ જિનગૃહમાં આવી અને બંને પુત્રોને વાત્સલ્યથી આલિંગન કર્યું. સર્વ શુદ્ધિઓમાં મનની શુદ્ધિ ઉત્તમ ગણેલી છે; ભર્તારને સ્નેહથી અને પુત્રને વાત્સલ્યભાવથી આલિંગન કરાય છે. પુત્રોની સાથે કેટલીક વાતચીત કરીને બંને માતાઓ લોકોનાં હૃદયને ડોલાવીને પતિ પાસે પાછી ફરી. પતિને નમસ્કાર કરીને કહેવા લાગી કે--“હે મહાયશ! સીતા અને લક્ષ્મણ સહિત રામને પાછા બેલા, હે ધીર! તમે ઉગ ન પામે.” ત્યારે દશરથે કહ્યું કે, “આ વિષયમાં મારું કંઈ પણ સામર્થ્ય નથી, જે જેણે પૂર્વે કરેલું હોય, તે પ્રમાણે તેને તે પ્રાપ્ત થાય છે. રાજ્યભારથી રહિત, પાપથી વિરમેલે, સંયમની સન્મુખ થએલ હું નથી જાણી શકતો કે, કયા સમયે હું મુનિચર્યા માટે પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.” આ પ્રમાણે જિનશાસનના ઉદ્યોતની, રાત અને દિવસ નિરંતર કલ્યાણની અભિલાષાવાળા, ભવ્યજનોમાં સિંહ સમાન તે મહારાજા સુખના ધામરૂપ વિમલ મુક્તિમાર્ગમાં સુખપૂર્વક પ્રતિબંધ પામ્યા. (૧૨૮)
પચરિત વિષે “દશરથને પ્રવજ્યા-નિર્ણય” નામના એકત્રીશમાં
ઉદ્દેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૩૧]
[૩૨] દશરથની દીક્ષા, રામનું નિર્ગમન અને ભારતનું રાજ્ય
ત્યાં જિનચૈત્ય (અધિષ્ઠિત ઉદ્યાન)માં નિદ્રા લઈને અર્ધરાત્રિના સમયે જ્યારે લકે સુખેથી નિદ્રા કરતા હતા, કેઈને પગ-સંચાર કે શબ્દ થતું ન હતું, ત્યારે ઉત્તમ ધનુષને ગ્રહણ કરીને તથા જિનેશ્વર ભગવન્તને નમસ્કાર કરીને સીતા સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org