________________
[૩૨] દશરથની દીક્ષા, રામનું નિર્ગમન અને ભારતનું રાજ્ય
: ૧૯૭ :
તે રામ અને લક્ષ્મણ અને ધીમે ધીમે લોકેને દેખતા દેખતા નીકળી ગયા. તે સમયે ત્યાં કોઈ સુરતક્રીડા કરીને થાકી ગએલો પત્નીને ગાઢ આલિંગન આપીને સુઈ ગયો હતો. કોઈ વળી પહેલાં અપરાધ કરેલ હોવાથી રીસાએલી પત્નીને પ્રસન્ન કરવા મથામણ કરતો હતો. બીજે કઈ ધૂર્ત વળી બીજાને ઘેર જઈને અંગો સંકેચીને ગાવા ક્ષની જાળીમાંથી બિલાડીને ભગાડતો હતે. વળી બીજો કોઈ એકાન્ત-શૂન્યઘરમાં કઈક કન્યાને આપેલ સંકેત અનુસાર તે ન પ્રાપ્ત થવાથી અને બીજે કઈક આવેલ હોવાથી અધિક આકુળ-વ્યાકુલ મનવાળો તે પુરુષ ઉભો થાય છે, વળી બેસી જાય છે. એમ ઉઠ-બેસ કરતો હતો. આ પ્રમાણે લોકોનાં કાર્યોને સાંભળતા અને દેખતા તેઓ નગરીના ગુપ્તદ્વારમાંથી ધીમેથી બહાર નીકળી ગયા. બીજી દિશામાં જતા તેમને શોધવા માટે નીકળેલા સુભટોએ જોયા. પિતાના સૈન્યસહિત આવીને તેમણે ભાવપૂર્વક પ્રણામ કર્યા. સ્વભાવથી સિંહ સરખી મંદગતિવાળા રાજા સેનાની સાથે ધીમે ધીમે એક ગાઉ સુધી સુખેથી ચાલ્યા.
જતાં જતાં ગામોમાં, નગરોમાં ઘણા લોકોથી પૂજાતા હતા, તેમ જ ચાલતા ચાલતા ખેડ, મડબ અને ખાણોથી યુક્ત પૃથ્વીનું અવલોકન કરતા હતા. આ પ્રમાણે ક્રમશઃ વિચરણ કરતા કરતા તેઓ સિંહ, હાથી, અજાતિના મૃગલા, ચમરી ગાય, આઠ પગવાળા શરભ ચાર આંખવાળા સિંહ સરખા જંગલી જાનવરેના શબ્દોથી વ્યાપ્ત અને ગાઢ નિછિદ્ર વૃક્ષોથી આચ્છાદિત એવી પારિયા2 નામની અટવામાં આવી પહોંચ્યા. ત્યાં ભયંકર ઘણા મત્સ્ય-મગરમચ્છ વગેરે જળચરથી વ્યાકુલ, જલથી સમૃદ્ધ, તરંગોના સમૂહે જેમાં ઉછળી રહેલા છે–એવી ગંભીરા નામની નદી દેખી. ત્યારે સૈન્ય સહિત સર્વ સુભટને કહ્યું કે, “આ અરણ્ય ઘણું ભયંકર છે, માટે તમારે પાછા ફરવું સારું છે. પિતાએ સમગ્ર પૃથ્વીના સ્વામી ભરત રાજાને સ્થાપન કરેલ છે, હું તે હવે દક્ષિણાપથ તરફ જઈશ, તમે સર્વે હવે પાછા જાવ.” ત્યારે તે સુભટે કહેવા લાગ્યા કે, “તમારા વિરહમાં રાજય, સૈન્ય કે દેહના વિવિધ પ્રકારના સુખનું શું પ્રયાજન છે? સિંહ, રીછ-ભાલૂ, ચિત્તા, ગીચવૃક્ષો અને મોટા પર્વત સહિત ગાઢ જંગલમાં અમે આપની સાથે વાત કરીશું. શરણ વગરના અમારા ઉપર દયા કરો.” આ પ્રકારે બોલતા સુભટને પૂછીને સીતાને હાથનું અવલખન આપીને લક્ષ્મણ સહિત રામે ગંભીરા નદી પાર કરી. લક્ષમણ સહિત રામને સામે કિનારે દેખીને તે સર્વે ભટે હાહારવ કરતા પાછા ફર્યા.
પાછા ફરેલા સુભટએ સાધુઓ જેમાં રહેલા હતા–એવું ઘણું ઊંચું જિનમન્દિર જોયું, એટલે સુભટસિંહોએ તેમાં પ્રવેશ કર્યો. વિશુદ્ધભાવથી જિનબિઓને નમસ્કાર કરીને ત્યાર પછી ક્રમસર મન, વચન અને કાયાથી ઉત્તમ મુનિવરેને પણ પ્રણામ કર્યા. તેઓએ સાધુઓને પૂછયું કે-“હે ભગવન! હે મહાયશ! જિનધર્મરૂપી નૌકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org