________________
[૩૧] દશરથ રાજાને પ્રત્રજ્યાના નિર્ણય
: ૧૯૫ :
પિતાની માતાની પાસે જઈને પ્રણામ કરવા પૂર્વક રામે રજા માગી કે, હે માતાજી! હું લાંબા પ્રવાસે જાઉં છું, માટે મને ક્ષમા કરજે.” અણધાર્યું આ વચન સાંભળીને માતા મૂચ્છ પામી, વળી ભાન આવતાં, રુદન કરતાં પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર! મારે ત્યાગ શા માટે કરે છે? અનાથ એવી મને કોઈ પ્રકારે ઘણું મનોરથોથી તું પ્રાપ્ત થયેલ છે. ડાળીને જેમ નવાંકુર તેમ તું મને અવલંબનરૂપ થઈશ. “કેકેયી માતાના વરદાન-નિમિત્તે પિતાજીએ ભરતને પૃથ્વી આપી છે, મારી હાજરીમાં એ કુમાર પૃથ્વીને ભગવટો કરવા ઈચ્છતો નથી. માતા રામને કહેવા લાગી કે, “પતિ મહારાજા દશરથ દીક્ષા લેવા તૈયાર થયા છે, હે પુત્ર! તું દૂર ચાલ્યો જઈશ; પતિ અને પુત્રના વિરહમાં હવે હું કોનું શરણું પામીશ?” રામે પ્રત્યુત્તર આપે કે, વિધ્યપર્વતના શિખર ઉપર, મલય પર્વત પર, કે સમુદ્રની સમીપમાં નિવાસ કરીને નક્કી હું તમારી પાસે આવીશ.” આમ કહી માતાને અને બીજી માતાઓને મસ્તકથી પ્રણામ કરીને જવા માટે તૈયાર થએલા રામે ફરી પણ દશરથ પિતાને પ્રણામ કર્યા. ત્યાર પછી પુરોહિત, પ્રધાને, મંત્રીઓ, સર્વે બધુઓ અને સુભટોની રજા લીધી. વળી નેહદૃષ્ટિથી રથ, ઘોડા, હાથી તરફ નજર કરી. ચારે પ્રકારના વર્ગોને પૂછીને રામ નીકળ્યા. સીતાએ પણ ઘણા જ આદરપૂર્વક શ્વશુરને પ્રણામ કર્યા. સીતાએ દરેક સાસુઓના ચરણમાં વન્દન-પ્રણામ કર્યા. પોતાની સર્વ સખીઓને પછી રજા લઈ સીતા પણ બહાર નીકળી. રામ જવા તૈયાર થયા અને નીકળ્યા, તે દેખીને લક્ષમણ રે ભરાઈને કહેવા લાગ્યા કે, “પિતાને અપયશ અપાવનાર આ પ્રયાણ કેવી રીતે કરી કરી રહ્યા છો ? આ જગતમાં રાજાઓને વંશ-પરંપરાથી રાજય ચાલ્યું આવે છે. શું પિતાજી અદીર્ઘદર્શી છે કે, આમ વિપરીત કરે? ધીર અને ગંભીર એવા રામના ગુણનો અન્ત કોણ પામી શકે ? મુનિવરની જેમ જેનું ચિન ભરહિત છે. અથવા આજે જ હું રાજ્યની ધુરા ધારણ કરનાર ભારતનું સર્વ કાંઈ ઉખેડીને ફેંકી દઉં અને કુલપરંપરાથી ચાલ્યા આવતા આસન પર રામને રાજા તરીકે સ્થાપન કરું; અથવા મારે આ સર્વ વિચાર આજે કરવા નિરર્થક છે, બાકી વસ્તુતઃ સાચી વાત તો પિતાજી અને વડીલબધુ જ જાણે છે.” ત્યાર પછી કોપને ઉપશમાવી લમણે પરમ વિનયપૂર્વક પિતાને પ્રણામ કર્યા, દઢ ચિત્તવાળા તેણે પોતાની માતા સુમિત્રાની રજા માગી, સેવકોને સ્નેહથી બોલાવીને વાવત ધનુષ ગ્રહણ કરીને રામના ઉપર સજજડ પ્રીતિવાળા લક્ષમણ રામની પાસે પહોંચી ગયા.
પિતા, બધુઓ અને સેંકડો સામનાદિથી પરિવરેલા રામ, લક્ષ્મણ અને સીતા સુરકુમારની જેમ રાજભવનમાંથી બહાર નીકળ્યા. પુત્રશોકથી ઝરતી, પૃથ્વીતલ પર અશુઓના સમૂહને સિંચતી એવી માતાઓને મહામુકેલીથી પાછી વાળી. મસ્તકથી પ્રણામ કરીને, દશરથને તથા સાથે રમેલા, ભણેલા અને વૃદ્ધિ પામેલા અને કરુણ વિલાપ કરતા એવા બધુઓને મુશ્કેલીથી રમે પાછા વાળ્યા. ત્યાર પછી પાછા વળેલા લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org