________________
: ૧૯૪ :
કેમચરિય-પદ્મચરિત્ર
નક્કી જગતમાં મિથ્યાભાષી તરીકે પ્રસિદ્ધિ પામું.” તે સમયે વિનયવંત રામે કહ્યું કે“હે પિતાજી ! તમે પિતાનું વચન પાલન કરે અને બોલેલા બેલનું રક્ષણ કરે, જેનાથી જગતમાં આપને અપયશ થાય, તેવા ભેગેના કારણવાળા રાજ્યથી મને સયું–અર્થાત્ મારે રાજ્ય જોઈતું નથી. હે પ્રભુ! જાતવાન-ગ્ય પુત્રે હંમેશા હુદયમાં વિચારવું જોઈએ કે, “જેનાથી પિતા એક મુહૂત પણ શેક ન પામે” જે વખતે સભાને રંજન કરનારી આ કથા ચાલી રહી હતી, તે સમયે સંવેગમનવાળે ભરત કુમાર પિતા પાસે આવી પહોંચ્યું. તે વખતે દશરથે તેને કહ્યું કે-“હે વત્સ! તું રાજ્યને આધાર થા. હું હવે નિઃસંગ બની જિનવરની દીક્ષા અંગીકાર કરીશ.” ત્યારે તેણે કહ્યું કે, “મારે રાજ્યનું પ્રજન નથી, હું દીક્ષા અંગીકાર કરીશ, તીવ્ર દુખની પ્રચુંરતાવાળા સંસારમાં હું પરિભ્રમણ નહિ કરીશ.”
- “હે પુત્ર! મનુષ્યજન્મના સારરૂપ સુખને તે અનુભવ કર, પાછલી વયમાં જિનેશ્વરે કહેલી દીક્ષા અંગીકાર કરજે.” ફરી પણ ભરતે કહ્યું કે, “હે પિતાજી! આપ અકાર્યમાં મેહ ક્યાં ઉત્પન્ન કરે છે ? મૃત્યુ બાલ, વૃદ્ધ, કે તરુણ કઈ અવસ્થાની રાહ જોતું નથી. હે પુત્ર! ગૃહાશ્રમમાં પણ મહાગુણ કરનાર ધર્મ કહેલો છે. માટે ગૃહસ્થ ધર્મમાં રક્ત બની તું સમગ્ર રાજ્યનો સ્વામી થા.” ત્યારે ભારતે પિતાને કહ્યું કે, “ગૃહસ્થ ધર્મમાં રહેલો પુરુષ જે મુક્તિસુખ મેળવી શકતો હોય, તો પછી સંસારથી અત્યંત ભય પામેલા આપ શા માટે ઘરનો ત્યાગ કરે છે? સ્વજનવર્ગ, ધન, ધાન્ય, માતા અને પિતાને છેડીને સુખ-દુઃખ ભોગવતો એકલો જ જીવ પરિભ્રમણ
- પુત્ર–વચન સાંભળીને અત્યંત આનંદ પામેલા દશરથ રાજાએ કહ્યું કે-“બહુ સારું, બહુ સારું થયું. ભવ્ય જીવોમાં સિંહ સમાન તું પ્રતિબંધ પામ્યો, તે સુંદર થયું. ફરી પણ ખેદ પામ્યા વગર તારે મારું વચન કરવું જોઈએ. સત્ય અને સારભૂત જે કહું છું, તે તું સાંભળ. સંગ્રામમાં સારથી બનીને મને તોષ પમાડનાર તારી માતાને મેં જે વરદાન આપેલ હતું, હે પુત્ર ! તારી માતાએ તે આજે માગ્યું છે. કૈકેયી દેવીએ મને કહ્યું કે, “મારા પુત્રને રાજ્યગાદી આપો, તો હવે તું આ સમગ્ર પૃથ્વીનું પાલન કર.” રામે પણ તે કુમારના હાથ પકડીને સ્નેહથી કહ્યું કે, “લાંબા કાળ સુધી નિષ્ફટક રાજય કર. પિતાની નિર્મલ કીર્તિ અને માતાનું પરિપાલન કરજે.” ત્યારે ભારતે પ્રત્યુત્તર આપ્યો કે, “તમારા વચનનું ઉલ્લંઘન કરી શકતો નથી. “અટવી, નદી અને પર્વતોમાં કે એવા એકાન્ત સ્થાનમાં હું વાસ કરીશ કે જ્યાં કોઈ મને જાણે કે ઓળખે નહિં, તું લાંબા કાળ સુધી રાજ કર.” આવાં વચન કહીને પિતાના ચરણ– કમલમાં પ્રણામ કરીને ઉત્તમગજ સરખી ગતિવાળા રામ રાજ્યસભામાંથી બહાર નીકળી ગયા. આ સમયે રાજાને અચાનક મૂચ્છ આવી અને ફરી ત્યાં સ્વસ્થ થયા છતાં જાણે ચિત્રામણમાં હોય તેમ આંખ મિંચ્યા વગર એકી નજરથી જોઈ રહેલા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org