________________
[૩૧] દશરથ રાજાને પ્રવજ્યાને નિર્ણય
૧૯૩ :
મારા પ્રથમ પુત્રને અભિષેક કરે, જેથી વિશ્વસ્ત થઈ હું નિર્વિને દીક્ષા અંગીકાર કરું.” રાજાને દીક્ષા લેવાને દઢ નિશ્ચય સાંભળીને સુભ, અમાત્ય તથા પુહિત એકદમ શેક–સમુદ્રમાં પડ્યા. નિશ્ચિત બુદ્ધિવાળા દીક્ષાભિમુખ રાજાને જાણીને અંતઃપુરમાં સર્વ યુવતીવ રુદન કરવા લાગ્યા. પિતાજીને વૈરાગી જાણીને ભરત પણ ક્ષણવારમાં પ્રતિબોધ પામ્યા. તે વિચારવા લાગ્યું કે–
આ જીવલોકમાં સનેહબંધન તેડવું અત્યંત મુશ્કેલ છે. પ્રત્રજ્યા લેવા માટે ઉદ્યત થએલા પિતાજીને પૃથ્વીનું શું પ્રયોજન હોય ? આ કારણે તેના પાલન માટે પુત્રને રાજ્ય પર સ્થાપન કરે છે. અહીં નજીકમાં નજર સમક્ષ રહીએ તો પણ આ ક્ષણભંગુર દેહથી કયું પ્રજન પૂર્ણ થવાનું છે ? બધુઓ દૂર રહેલા હોય તે કઈ અધિક અવસ્થાની આશા રાખી શકાય ? અહીં દુઃખ અને પાપથી પૂર્ણ દુઃખરૂપી વૃક્ષોથી વ્યાપ્ત ભવરૂપી અરણ્યમાં આ મેહમાં અબ્ધ થએ જીવ એકલે આમતેમ અટવાયા કરે છે. ફરી ફરી ત્યાંને ત્યાં જ ભ્રમણ કર્યા કરે છે. આ પ્રકારે ભરતને પ્રતિબોધ પામે લે જાણીને સર્વ કળાઓમાં કુશલ, હૃદયમાં ઉત્પન્ન થએલા શેકવાળી કૈકેયી મહાદેવી ચિતવવા લાગી કે તે હવે પતિ રહ્યા કે, ન તે પુત્ર રહ્યો, બંને દીક્ષાના અભિલાષી થયા છે, તે હવે કે એ ઉપાય ચિન્તવું કે, જેથી પુત્ર દીક્ષા ન લે, એને પાછો વાળી લાવું.” ત્યાર પછી કૈકેયી મહાદેવી રાજાને વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગી કે, “સુભટ સમક્ષ મને આપે જે વરદાન આપ્યું હતું, તે મને હમણાં આપો.” ત્યારે ઉત્તમ દશરથ રાજાએ કેકેયીને જણાવ્યું કે, “હે સુંદરિ! દીક્ષા સિવાય સર્વ તું જે પ્રિય પદાર્થ માગીશ, તે આજે જ તને આપીશ.”
આ વચન સાંભળીને રુદન કરતી કૈકેયી કહેવા લાગી કે, વિરાગ્યરૂપી ખડગથી તમે દઢ નેહ-બંધન તે છેદી નાખ્યું. સર્વ જિનેશ્વરોએ આ દુઃખે પાલન કરી શકાય તેવું ચારિત્ર ઉપદેશેલું છે. આજે અણધારી સંયમ ગ્રહણની બુદ્ધિ કેમ ઉત્પન્ન થઈ ? હે સ્વામી ! ઈન્દ્ર સરખાએ પણ પિતાનું શરીર ભોગેમાં લાલન-પાલન કર્યું છે, તે કઠોર અને અત્યંત કર્કશ એવા પરિષહીને તમે કેવી રીતે જિતી શકશો? ત્યાર પછી ચરણ-અંગુલીથી ભૂમિ ખોદતી અને નીચી નજર કરતી કેકેયીએ કહ્યું કેસ્વામી ! મારા પુત્રને આ સમગ્ર રાજ્ય આપો.” દશરથે કહ્યું કે- “હે સુન્દરિ! તારા પુત્રને મેં સમગ્ર રાજ્ય આપ્યું, તેને ગ્રહણ કર અને હવે જરા પણ વિલમ્બ ન કર.” ત્યાર પછી દશરથે જલ્દી લક્ષ્મણ સહિત રામને બોલાવ્યા. વૃષભ સરખી ગતિવાળા રામ પણ આવ્યા અને પિતાને પ્રણામ કર્યા. દશરથે રામને કહ્યું કે, “હે વત્સ ! મહાસંગ્રામમાં કૈકેયીએ મારું સારથીપણું કર્યું હતું, તે સમયે તુ થએલા મેં તેને સર્વ નરેન્દ્રો સમક્ષ વરદાન આપ્યું હતું. તે વરદાનમાં અત્યારે કૈકેયીએ પોતાના પુત્ર માટે સર્વ રાજ્યની માગણી કરી છે. હે વત્સ! હવે મારે શું કરવું ? તેની ચિન્તામાં હું પડેલ છું. કદાચ ભરત દીક્ષા લે, તે તેના વિયેગમાં કૈકેયી મૃત્યુ પામે અને હું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org