________________
[૨] સુકેશલનું માહાસ્ય અને દશરથને જન્મ
: ૧૫૭ : કે, “તે સારી વાત કરી. ધર્મમાં તેને નિર્વિઘ હો.” આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો, તેટલામાં સુભટ-સમૂહથી પરિવરેલ તેની ગર્ભવતી વિચિત્રમાલા નામની પત્ની ત્યાં આવી પહોંચી. તે પગમાં પડીને પતિને કહેવા લાગી કે, હે સ્વામી ! આ પૃથ્વીને અને મને છોડીને તમે પ્રવજ્યાને સ્વીકાર ન કરશે. કારણ કે, ઉત્તમ મુનિઓને પણ તે પાળવી દુષ્કર છે. તેને અત્યંત આશ્વાસન આપીને સુકેશલે કહ્યું કે, “હે ભદ્ર! તારા ગર્ભમાં જે પુત્ર છે, તેને મેં રાજ્યાભિષેક કર્યો છે. બધુજન, પરિવાર તથા સ્ત્રીઓને પૂછીને પિતાની પાસે સુકોશલે જિનદીક્ષા અંગીકાર કરી.
ત્યાર પછી હદયની પૂર્ણ દઢતાવાળે, સંવેગ-પરાયણ, દઢધતિવાળો તે જુદા જુદા પ્રકારની વિધિની યેજના કરીને તપ કરવા લાગ્યા. રત્નાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, વજ મધ્ય, યવમધ્ય, જિનગુણ-સમ્પત્તિ, તથા સર્વતોભદ્ર વિધિ, વિકસારા, મૃદંગમધ્યા, પિપીલિકામધ્યા, શીર્ષાકારક લબ્ધિ, દર્શન-જ્ઞાનની લબ્ધિ, પાંચમન્દરા, કેસરિકલા, ચારિત્રલબ્ધિ, પરિષહજ્યા, પ્રવચનમાતા, આકીર્ણ –ગુમનામા, પંચનામસ્કાર વિધિ, તીર્થાર્થ શ્રુતા, સૌ સમ્પત્તિ, ધર્મોપાસના લબ્ધિ, તથા અનુવર્તમાના, આ તેમજ બીજા દશમ, પક્ષ, માસ, બેમાસ, ત્રણ માસ અને છ માસ સુધી તપ કરવાની વિધિ આ વગેરે તપ કર્મક્ષય કરવા માટે આદર્યા. તપ, સંયમ અને નિયમ–અભિગ્રહ કરીને શરીરને સુકવી નાખીને દઢમતિવાળા પિતાપુત્ર બંને ગામ અને ખાણથી ભિત પૃવીમાં વિચરવા લાગ્યા.
પુત્ર-વિયેગથી દુઃખ પામેલી તે સહદેવી આર્તધ્યાન કરતી મૃત્યુ પામીને ગુફામાં વ્યાધ્રી (વાઘણુ) પણે ઉત્પન્ન થઈ. આ પ્રમાણે વિચરતા તે બંને મુનિઓને વર્ષાકાલ નજીક આવ્યું. મેઘ પુષ્કલ વરસવા લાગે, આકાશ વિજળીની કાંતિ અને આટોપથી ભયંકર દેખાવા લાગ્યું. એકદમ ચારે બાજુ મેઘના ગડગડાટના શબ્દો પ્રસરી ગયા. વરસાદની ધારાથી પૃથ્વી જર્જરિત બની ગઈ, જલના માર્ગો ઉલટા વહેવા લાગ્યા, અંકુરાનાં નાનાં પત્રે ફૂટવાના કારણે મરકતમણિ સરખી પૃથ્વી શ્યામ દેખાવા લાગી. આવા વર્ષાકાલમાં જ્યાં હોય, ત્યાં અવશ્ય રહેનારા મુનિ ચાતુર્માસના ગના કારણે પર્વતની તલહટ્ટીમાં રોકાયા. ફાડી ખાનારા જાનવરે અને ગીચ વૃક્ષ-સમૂહથી ગહન ભયંકર ત્રાસ ઉત્પન્ન કરનાર અરણ્યમાં પ્રશસ્ત ધ્યાનમાં ઉઘુક્ત મતિવાળા બંને મુનિએ નિજીવ સ્થાનમાં રહ્યા. વીરાસનને વેગ, કાયેત્સર્ગ, ધ્યાન, એક પડખાથી ભૂમિ સાથે સંબન્ધ રાખો અને ઉપવાસ કરવા વડે એક વર્ષાકાલ પસાર કર્યો. શરદકાળમાં કાર્તિક મહિનામાં જ્યારે ચાતુર્માસનો સમય પૂર્ણ થયો અને તેમના નિયમ અને ગો પૂર્ણ થયા, એટલે ભિક્ષા માટે નગરમાં પ્રવેશ કરવા પ્રયાણ કર્યું. આરામથી સમિતિગુપ્તિ સાચવતા તેઓ જઈ રહેલા હતા. ત્યારે પેલી વાઘણે આ ઉત્તમ મુનિઓને જોયો અને ક્રોધે ભરાએલી ગર્જના કરતી નખથી ભૂમિ ખોદવા લાગી. મારવા તૈયાર થએલી તે વાઘણને દેખીને તે સુકોશલ મુનિ પિતાની કાયાને વસિરાવી શુકલધ્યાનમાં આરૂઢ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org