________________
: ૧૫૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ભયંકર મોટી દાઢથી બીહામણા મુખવાળી, ચંચલ સ્વભાવવાળી તે વ્યાઘ્રી આકાશમાં ઉછળીને ભયંકર વિજળીની જેમ સુકોશલ મુનિ પર પડી. મુનિને ભૂમિ ઉપર પટકી પાડીને પિતાના મુખથી માંસ તોડીને ખાવાની અભિલાષા કરવા લાગી, હાડકાં તોડવા લાગી, નો-શિરાઓ કાપવા લાગી.
હે શ્રેણિક! આ સંસારમાં મેહની ચેષ્ટાઓ કેવી છે, તે તે જુઓ કે, જે પિતાના વહાલા પુત્રનું માંસ માતા પિતે ભક્ષણ કરે છે ! પૂર્વભવની સહદેવી માતા જે દુર્ગાનથી વાઘણ થએલી છે, તેનાથી ભક્ષણ કરાતા મુનિભગવંત શુકલધ્યાનમાં મનથી અવગાહન કરતા કરતા અંતકૃત્ કેવલી થયા. આ પ્રમાણે સુકોશલ પુત્રનાં અંગેનું ભક્ષણ કરતાં કરતાં પુત્રના દાંતો દેખીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેના પૂર્ણ પશ્ચાત્તાપથી ત્રણ દિવસનું અનશન કરીને વ્યાઘી મૃત્યુ પામીને સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થઈ. ચારે નિકાયના દેવોએ આવીને વિવિધ પ્રકારના સુગન્ધી પદાર્થો અને પુપોથી મુનિવરના નિર્વાણગમનને મહોત્સવ કર્યો. પિતા કીર્તિધર મુનિને પણ જગતને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન પ્રગટ થયું છે, જેનાથી ઉત્સવ કરનાર દેવને માટે એક યાત્રા બની ગઈ. તેમને નિર્વાણ-મહોત્સવ કરીને સર્વાદરથી ત્રણ પ્રદક્ષિણા આપી, નમસ્કાર કરીને ચારે પ્રકારના દેવો પોતપોતાના સ્થાનકે ગયા.
આ પ્રમાણે જે મનુષ્ય ભાવથી સુકેશલમુનિનું નિર્વાણ શ્રવણ કરે છે, તે ઉપસર્ગોથી મુક્ત થઈ વિપુલ પુણ્ય પ્રાપ્ત કરનાર થાય છે.
સમય પૂર્ણ થયા પછી દેવી વિચિત્રમાલાએ હિરણ્યગર્ભ નામના પુત્રને જન્મ આપ્યું. ત્યાર પછી તે ક્રમશઃ શરીરની વૃદ્ધિ પામે, રાજ્યને સ્વામી થયે, હરિવાહન રાજાની મૃગાવતી નામની કન્યા સાથે પરો. તેની સાથે રાજ્યલક્ષ્મી ભેગવતા કેઈક સમયે રાજાએ ભ્રમર સરખા શ્યામ કેશની વચ્ચે એક સફેદ કેશ જે. તે જોઈને શોચવા લાગ્યું કે, “મૃત્યુરાજાએ મને દૂત મોકલીને સમાચાર આપ્યા કે, હવે બળ-શક્તિ-કાનિરહિત થઈશ, તેમાં સંદેહ નથી. અત્યાર સુધી હું વિષાથી ઠગા. વિષયસુખમાં આસક્ત બની ભયંકર પાપ કરવામાં કાલ પસાર કર્યો, બધુઓના નેહમાં ખોટાં આચરણ કર્યા અને ધર્મની ધુરા મેં ન પકડી.” આ પ્રમાણે હિરણ્યગર્ભ રાજા મૃગાવતીના પુત્ર નઘુષકુમારનો રાજ્યાભિષેક કરીને વિમલ નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. તે જ્યારે માતાના ગર્ભમાં રહેલો ત્યારે જેના દેશમાં અશિવ એવી ઉષણું સાંભળવામાં આવી ન હતી, તે કારણે સુન્દર મનવાળા માતા-પિતાએ અને ગુરુવગે નઘુષ” એવું નામ સ્થાપન કર્યું. મહારાણી સિંહિકાને પિતાના નગરમાં રાજ્ય-વ્યવસ્થા માટે સ્થાપના કરીને નઘુષ પિતાના સામને સાથે ઉત્તરદિશામાં દેશ જિતવા માટે નીકળ્યો. નઘુષને દૂરદેશમાં ગએલો જાણીને દક્ષિણદેશને રાજા સાકેતનગર લેવા માટે સમગ્ર ન્ય-સહિત આવી પહોંચ્યો. નઘુષની મહાદેવી સિંહિકા પિતાના સૈન્ય સહિત યુદ્ધ માટે બહાર નીકળી અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org