________________
[૨૨] સુકેશલનું માહાત્મ અને દશરથને જન્મ
હવે મલથી વ્યાપ્ત સર્વ અંગવાળા કીર્તિધર મુનિવૃષભે એક વખત મધ્યાહ્ન સમયે ભિક્ષા ગ્રહણ કરવા માટે નગરમાં પ્રવેશ કર્યો. ગવાક્ષની જાળીમાંથી તે સાધુને દેખીને સહદેવી રાણીએ રેષાયમાન થઈને સેવક મનુષ્યોને મોકલીને નગરમાંથી આ મુનિવરને હાંકી કઢાવ્યા. “બીજા પણ અન્યધર્મના સાધુઓ, પાખંડીઓ જે કઈ હોય, તેને નગરમાંથી બહાર કાઢે, તેમાં થોડી પણ ઢીલ ન કરશો. રખેને મારે આ પુત્ર ધર્મનાં વચન કે શબ્દ સાંભળે નહિ.” આ સમયે તે સેવક મનુષ્યએ આ ઉત્તમ મુનિને તથા બીજા પણ નગરમાં રહેલા વેષધારી પાખંડીઓ હતા, તેમને નગર બહાર કઢાવ્યા. તે કીર્તિધર મુનિવરને તિરસ્કારથી કઢાવી મૂક્યા. એમ જાણીને કૃપાલુ હૃદયવાળી સુકોશલની ધાવમાતા હતી, તે સ્વામીના ગુણસમૂહને યાદ કરતી રુદન કરવા લાગી. રુદન કરતી ધાવમાતાને સાંભળીને સુકેશલે પૂછયું કે, “હે અમ્બ ! તારે પરાભવ કોણે કર્યો? તે કહે, તો તેને હું બરાબર શિક્ષા કરીશ.” હે પુત્ર! ભિક્ષા માટે વિચરતા મુનિવરને આજે તારી માતાએ દુછપુરુષો દ્વારા કાઢી મુકાવ્યા, તે કારણે હું રુદન કરતી હતી. બીજા ધર્મના પાખંડીઓને જોઈને પુત્રને વૈરાગ્ય ન થાય, તે કારણે સર્વ વેષધારી અન્ય સાધુઓને પણ કઢાવી મુક્યા છે. તમારી માતાએ નગરની અંદર વન, આરામ, ઉદ્યાન, અગીચા, જળાશય, વાવડી, અશ્વકીડાનાં મેદાન વગેરે બનાવરાવ્યાં છે. હે પુત્ર! તમારા વંશમાં પહેલાં જે રાજાઓ થઈ ગયા છે, તેમણે પણ પૃથ્વીનું રાજ્ય ભોગવીને પછી સર્વે એ દીક્ષા અંગીકાર કરી છે. આ કારણથી તમોને નગરમાંથી બહાર નીકળવા દેતી નથી કે. રખેને ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી તમે દીક્ષા ગ્રહણ કરે.”
આ વચન સાંભળીને સુકોશલ નગરમાંથી બહાર ગયે. પિતાજી પાસે પહોંચીને પરમવિનયથી તેમને વંદન કર્યું. હવે તે શ્રમણને વંદન કરીને ત્યાં બેઠો અને ધર્મના પરમાર્થને સાંભળીને સુકોશલે કહ્યું કે–“હે ભગવંત ! મારી એક વાત સાંભળપિતાના ઘરમાં જો આગ લાગી હોય, ત્યારે પુત્ર, ભાંડરડાને કે વસ્ત્રપાત્રને ગ્રહણ કરીને ઉતાવળા ઉતાવળા તેને બહાર કાઢે છે. કારણ કે, પિતાને હંમેશાં તેના હિતને જ વિચાર હોય છે. આ મોહરૂપી અગ્નિથી જલી રહેલ છવલોકરૂપી ઘરમાં મને છોડીને હે નાથ! તમે દીક્ષા લીધી, તે લોકમાં આમ કરવું ઠીક ન ગણાય. માટે કૃપા કરે, મોહાગ્નિથી બની રહેલા આ શરીર-ઘરમાંથી બહાર નીકળતા મને આપ હસ્તાવલંબન થાએ. આ સાંભળીને એ અનગારે મનમાં પિતાના પુત્રને ઓળખી લીધે. ત્યારે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org