________________
[૨૧] મુનિસુવ્રત, વાજબાહુ અને કીર્તિધરનું માહાસ્ય-વર્ણન
: ૧૫૫ :
ઘેરાએ, અભિમાન અને ઉત્સાહ વગરને હું હવે કોનું શરણ પામું? શિથિલ અને કંપિત ગાત્રવાળો, કાસના પુષ્પ સરખા સફેદ કેશવાળે, પડી ગએલા દંત-સમૂહવાળે થયે, છતાં હજુ આ અવસ્થામાં પણ મને વૈરાગ્ય આવતો નથી. આ પ્રમાણે વૈરાગ્યવાસિત થઈ નાના પુત્ર પુરંદરને રાજ્યલક્ષ્મી આપીને પ્રસિદ્ધ કીર્તિવાળા તે વિજયરાજાએ નિર્વાણહ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. કીર્તિધરની દીક્ષા
ત્યાર પછી પુરંદર રાજાની પૃથ્વીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થએલ વિખ્યાત કીર્તિવાળ કીર્તિધર નામનો પુત્ર થયે. કુશસ્થલમાં એક સહદેવી નામની રાજપુત્રી હતી. મહાવિભૂતિથી તે સુંદરી સાથે કીર્તિધરકુમારે પાણિગ્રહણ કર્યું. વૈરાગ્ય પામેલા પુરંદરે ક્ષેમકર. મુનિ પાસે દીક્ષા લીધી, પરંપરાથી પ્રાપ્ત થએલા રાજ્યને કીર્તિધરકુમાર ભગવત હતો. હવે કોઈક સમયે સુખાસન પર સુખેથી બેઠેલા કીર્તિધર કુમારે આકાશતલમાં રાહુથી પ્રસાએલા સૂર્યબિંબને જોયું. રાજા વિચારવા લાગ્યા કે, ગ્રહચકને નિસ્તેજ કરનાર સૂર્ય રાહુના તેજને દૂર કરવા અસમર્થ છે. એ જ પ્રમાણે ભારી કર્મોથી જકડાએલ પુરુષ મરણનો ઉદય થાય, ત્યારે નિવારણ કરવામાં અશક્ત છે અને પરાધીનતાથી અવશ્ય મૃત્યુ પામે છે. આ મનુષ્યજન્મ અશાશ્વત છે, ઇન્દ્રિયોનાં સુખો અસાર છે, માટે રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને જિનેશ્વરે કહેલી દીક્ષા હું અંગીકાર કરીશ. રાજાનું વૈરાગ્યપૂર્ણ વચન સાંભળીને મંત્રી અને બાન્ધવજને દીન મુખવાળા થઈને કહેવા લાગ્યા કે, “હે નરાધિપ! આવા પ્રકારને વ્યવસાય ન કરશે. તે સ્વામી ! તમારા વિયેગમાં આ બિચારી પૃથ્વી નાશ પામશે અને પૃથ્વીના વિનાશમાં હંમેશાં ધર્મનો વિનાશ નક્કી સમજવો. ધર્મનો નાશ થતાં હે નરેન્દ્ર! સર્વ કેઈને નાશ થાય છે, માટે રાજ્ય કરે અને પૃથ્વીનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરો.” મંત્રીઓએ જે કહ્યું, તે સાંભળી ધીર રાજાએ અભિગ્રહ ગ્રહણ કર્યો કે પુત્ર જન્મ્ય”—એમ સાંભળીને હું દીક્ષા અંગીકાર કરીશ.”
આ પ્રમાણે ઉત્તમ રાજ્યલમી જોગવતાં લાંબા કાળ પસાર થયા, ત્યારે સહદેવીના ગર્ભમાં સુકોશલ નામને પુત્ર ઉત્પન્ન થયે. કુશલ મંત્રીઓએ થોડા દિવસ તો બાળકને ગુપ્ત રાખ્યો, પરંતુ ત્યાર પછી એક મનુષ્ય રાજાને પુત્ર જન્મ્યાન વૃત્તાન્ત નિવેદન કર્યો. “પુત્ર જન્મ્યો” એમ સાંભળીને વધામણ આપનારને મુકુટ વગેરે સમગ્ર આભૂષણો અને સે ગામ-સહિત ઘોષપુર નગર આપ્યું. પંદર દિવસના જમેલા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પરિગ્રહ અને આરંભ ત્યાગ કરી કીર્તિધર રાજાએ દીક્ષા અંગીકાર કરી. ગ્રીષ્મકાલમાં તે મુનિ ઘેર તપ કરતા હતા, વર્ષાકાળમાં છાપરાથી. ઢંકાએલા સ્થાનમાં રહેતા હતા, હેમન્ત (ઠંડી) ના સમયમાં તપવનમાં રહીને પ્રશસ્ત વિમલ ધ્યાન ધરતા હતા. (૯૩) પદ્મચરિત વિષે “મુનિસુવ્રત, વજુબાહુ અને કીર્તિધર–માહાસ્ય વર્ણન
નામના એકવીશમા ઉદેશાને ગુજરાનુવાદ પૂર્ણ થયા. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org