________________
રિ૦] તીર્થકરે, ચકવર્તીઓ, બલદેવે આદિનું કીર્તન
: ૧૪૧ :
સર્વજનાનન્દકર, ૧૦ સાર્થક, અને ૧૧ વાદત્ત, ૧૨ વાનાભગુરુ, ત્યાર પછી ૧૩ સર્વસુગુપ્ત જાણવા. પછી ૧૪ ચિત્તરક્ષ, ૧૫ વિમલવાહન, પછી ૧૬ ઘનર, ૧૭સંવર, ૧૮ સાધુ સંવર, ૧૯ વરધર્મ, ૨૦ સુનન્દ, ૨૧ નન્દ, ૨૨ વ્યતીતશેક, ૨૩ ડામરમુનિ, અને ૨૪ પદિલ એ પ્રમાણે ક્રમશઃ તીર્થકરેના પૂર્વભવના ગુરુઓનાં નામે જાણવાં. તીર્થકરના છેલ્લા દેવભ
૧ સર્વાર્થસિદ્ધ, ૨ વિજયન્ત, ૩ વેયક, ૪ વૈજયન્ત, ૫ ઉપરનું શ્રેયક તથા ૬ મધ્યમ શૈવેયક, ૭ શૈવેયક, ૮ વૈજયન્ત, ૯ અપરાજિત વિમાન, ૧૦ સૌભાગ્યશાલી આરણ, ૧૧ પુપિત્તર, ૧૨ કાપિષ્ટ, ૧૩ સહસ્ત્રાર, ૧૪ પુત્તર, ૧૫ વિજય, ૧૬ શ્રેષ્ઠ અપરાજિત વિમાન તથા ૧૭ વિજયા અને છેલ્લે ૧૮ પુત્તર આ વિમાનમાંથી ચ્યવને આ ભારતવર્ષમાં તીર્થકર તરીકે ઉત્પન્ન થયા. દેવે અને અસુરોથી પ્રણામ કરાએલા તેઓ સિદ્ધ થયા. તીર્થકરોની જન્મનગરી, માતા-પિતા નક્ષત્રો, જ્ઞાનવૃક્ષો અને નિર્વાણુસ્થાને
૧ ઋષભદેવ–સાકેત-અયોધ્યાનગરી, મરુદેવી માતા તથા નાભિ પિતા, ઉત્તરાષાઢા નક્ષત્ર, વડલાનું વૃક્ષ, અષ્ટાપદ પર્વત. પ્રથમ જિનેશ્વર તમારું કલ્યાણ કરો. ૨ કેશલાનગરી, વિજયા માતા અને જિતશત્રુ પિતા, રોહિણી નક્ષત્ર, સપ્તપણે વૃક્ષ. હે શ્રેણિક! ૨ અજિતજિન તમારું મંગલ કરે. ૩ સંભવજિન-શ્રાવસ્તી નગરી, સેના માતા અને વિજયારિ પિતા, ઉત્તમ શાલ ધારણ કરનાર ઈન્દ્રવૃક્ષ. હે મગધસ્વામી ! હે શ્રેણિક ! તમારા પાપને અંત લાવે. ૪ અભિનદન સ્વામી-સિદ્ધાર્થ માતા, પ્રથમનગરી (વિનીતા), પુનર્વસુ નક્ષત્ર, સરલ વૃક્ષ, સંવર રાજા પિતા. અભિનન્દન જિન તમને પવિત્ર કરે. સુમતિસ્વામી-હેનરેન્દ્ર ! મેઘપ્રભ પિતા, સુમંગલા માતા, પ્રિયંગુવૃક્ષ, સાકેત નગરી, મઘા નક્ષત્ર, સુમતિસ્વામી તમારું અતુલ કલ્યાણ કરે. ૬ પત્રપ્રભ-કૌશામ્બી નગરી, પ્રિયંગુ વૃક્ષ, ચિત્રા નક્ષત્ર, સુસીમાં માતા, ધર રાજા પિતા. પપ્રભ જિનેન્દ્ર હંમેશાં તમારું મંગલ કરે. ૭ સુપાર્શ્વનાથ–સુપ્રતિષ્ઠ પિતા. પ્રવીમાતા, કાશી નગરી, વિશાખા નક્ષત્ર, શિરીષ વૃક્ષ. તે સુપાર્શ્વ તીર્થકર તમારા માટે પરમમંગલ થાઓ. ૮ ચન્દ્રપ્રભ-ચન્દ્રપુરી, મહાન પિતા, લક્ષ્મણ માતા, અનુરાધા નક્ષત્ર, નાગવૃક્ષ. ચંદ્રપ્રભ ત્રણે લોકમાં અતુલ મંગલપ્રદાન કરો. ૯ સુવિધિનાથ-હે શ્રેણિક! કાકંદીનગરી, સુગ્રીવ પિતા, રામાં માતા, મૂલ નક્ષત્ર, મલલી વૃક્ષ. પુષ્પદંત
* ઉપર ૧૮ દેવભ જણાવ્યા છે, પાછળના સતિશતસ્થાનમાં ૫૪-૫૫-૫૬ ગાથામાં અષભવ આદિ તીર્થકરના કમશઃ ૧ સર્વાર્થસિદ, ૨ વિજય, ૩ ગ્રેવેયક, ૪-૫ જયન્ત, ૬ નવમી રૈવેયક, છ છઠ્ઠી શૈવેયક, ૮ વૈજયન્ત, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ અશ્રુત, ૧૨ પ્રાણત, ૧૩ સહસ્ત્રાર, ૧૪ પ્રાણુત, ૧૫ વિજય, ૧૬-૧૭-૧૮ સર્વાર્થસિદ્ધ, ૧૯ જયન્ત, ૨૦ અપરાજિત, ૨૧ પ્રાણુત, ૨૨ અપરાજિત, ૨૩-૨૪ પ્રાણુત. ચાલુ ચોવીશીના તીર્થકરના પૂર્વના દેવ કહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org