________________
: ૧૪૨
પઉમચરિય–પદ્મચરિત્ર
જિન તમારાં પાપનો નાશ કરે. ૧૦ શીતલનાથ–ભદિલપુર, સુનન્દા માતા, દઢરથ રાજા, પૂર્વાષાઢા નક્ષત્ર, ન્યગ્રોધ વૃક્ષ. શીતલ જિનેન્દ્ર તમારાં પાપ હરણ કરનાર થાઓ. ૧૧ શ્રેયાંસનાથ-સિંહપુર નગર, વિષ્ણુશ્રી માતા, વિષ્ણુ પિતા, શ્રવણ નક્ષત્ર, તિન્દુક વૃક્ષ, શ્રેયાંસ તીર્થંકર તમને સુખ પ્રાપ્ત કરાવનાર થાઓ. ૧૨ વાસુપૂજ્ય-ચપ્પાનગરી, પાટલવૃક્ષ, જયા માતા, વસુપૂજ્ય રાજા પિતા, શતભિષગ નક્ષત્ર. વાસુપૂજ્ય ભગવાન તમને પવિત્ર કરે. ૧૩ વિમલનાથ-કાંપિલ્ય નગરી, કૃતવર્મા પિતા, શર્મા માતા, જબૂવૃક્ષ, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, વિમલનાથ ભગવંત તમારું સદા શ્રેયઃ કરે. ૧૪ અનન્તનાથ-સર્વ શા માતા, સિંહસેનરાજા પિતા, રેવતી નક્ષત્ર, અશ્વત્થ વૃક્ષ. સાકેત નગરી અનન્તનાથ જિનેશ્વર તમોને સુખ આપો. ૧૫ ધમનાથ-રત્નપુર નગર, ભાનુ પિતા, સુત્રતા માતા, પુષ્યનક્ષત્ર, દધિપણું વૃક્ષ, ધર્મનાથ જિનેન્દ્ર તમને મંગલ આપો. ૧૬ શાંતિનાથઅચિરા માતા, વિશ્વસેન રાજા પિતા, નાગપુર નગર, ભરણી નક્ષત્ર, નન્દિવૃક્ષ, શાંતિનાથ જિનેશ્વર તમને શાંતિ આપે. ૧૭ કુન્થનાથ-નાગપુર નગર, સૂર્યરાજા પિતા, તિલકશ્રી માતા, કૃત્તિકા નક્ષત્ર, કુબ્યુનાથ તમારાં પાપનો નાશ કરે. ૧૮ અરનાથ-મિત્રા માતા, સુદર્શન પિતા, પ્રથમપુરી--સાકેત નગરી, આમ્રવૃક્ષ, રોહિણી નક્ષત્ર, અરનાથ તમારું સદા મંગલ કરે. ૧૯ મલ્લિજિન-મિથિલા નગરી, કુંભરાજા પિતા, રક્ષિતા માતા, અશ્વિની નક્ષત્ર, અશોકવૃક્ષ નીચે કેવલજ્ઞાન. તે મલ્લીજિન જલદી શકને નાશ કરે. ૨૦ મુનિસુવ્રત-પદ્માવતી માતા, સુમિત્ર પિતા, કુશાગ્રનગર, શ્રવણ નક્ષત્ર, ચમ્પક વૃક્ષ, મુનિસુવ્રતજિન તમારાં પાપમલ નાશ કરે. ૨૧ નમિનાથ-વપ્રા માતા, વિજય પિતા, મિથિલા નગરી, બકુલ વૃક્ષ, અશ્વિની નક્ષત્ર, નમિનાથ જિનેન્દ્ર તમોને ધર્મને સમાગમ આપો. ૨૨ નેમિનાથ-સમુદ્રવિજય પિતા, શિવા માતા, શૌરીપુર નગરી, ઉજજ્યન્ત-ગિરનાર પર્વત, ચિત્રા નક્ષત્ર, અરિષ્ટનેમિ જિન તમારું મંગલ કરે. ૨૩ પાશ્વનાથ-અશ્વસેન પિતા, વામ માતા, વારાણસી નગરી, વિશાખા નક્ષત્ર, અહિચ્છત્રા બાહ્યાભાગ. એ હંમેશાં તમારું મંગલ કરનાર થાવ. ૨૪ વીર જિનેન્દ્ર-સિદ્ધાર્થ પિતા, ત્રિશલા માતા, કુડપુર નગર, સરલ સાલ વૃક્ષ, હસ્ત નક્ષત્ર, વીર જિનેન્દ્ર તમોને હંમેશાં મંગલ આપે.
અષ્ટાપદ પર્વત ઉપર ઋષભસ્વામી, ચંપાનગરમાં વાસુપૂજ્ય, નેમિનાથ ઉજજ્યન્ત પર્વતના શિખર ઉપર, વદ્ધમાનસ્વામી પાવાપુરીમાં સિદ્ધ થયા, બાકીના ૨૦ તીર્થકરે સમેતશિખર ઉપર નિર્વાણ પામી મેક્ષે ગયા. જે પુરુષ આ ભણે કે શ્રવણ કરે, તે બેફિલ પ્રાપ્ત કરે.
શાતિ, કુ અને અરનાથ તીર્થકર ચક્રવતી હતી. બાકીના જિનેશ્વરે સામાન્ય રાજાઓ હતા. ચંદ્રપ્રભ અને પુષ્પદંત જિનેન્દ્ર ચન્દ્ર સરખી ઉજજ્વલ કાંતિવાળા હતા. મેહ નાશ કરનાર સુપાર્શ્વનાથને વર્ણ પ્રિયંગુના પુષ્પ સમાન હતા. નાગેન્દ્ર કરેલ સ્તુતિવાળા પા ભગવંત ઉત્તમ અપકવ-તરુણ શાલિના સમાન વર્ણવાળા, પદ્મપ્રભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org