________________
[૨૦] તીર્થકરે, ચક્રવર્તીઓ, બલદેવે આદિનું કીર્તન
રાક્ષસેન્દ્ર રાવણનું ચરિત્ર સાંભળીને મગધાધિપ શ્રેણિકે ગણધરમાં વૃષભ સમાન (શ્રેષ્ઠ) ગૌતમ ભગવંતને તીર્થકરે તથા ચક્રવર્તીઓની ઉત્પત્તિ તેમજ ત્રણે ભુવનમાં વિખ્યાત આઠમા બલદેવ કેના વંશમાં ઉત્પન્ન થયા ? અને તેનું ચરિત્ર કેવું છે? તે હે મહાયશવાળા ! મને કહો. આ પ્રમાણે શ્રેણિક રાજાએ નમસ્કાર કરીને ગણુધરાધિપને પૂછ્યું, એટલે ઋષભાદિક તીર્થંકર ભગવંતોનાં ચરિત્ર કહેવાનું શરૂ કર્યું. ૧ વૃષભનાથ, ૨ દેથી પૂજિત અજિતનાથ, ૩ ભવનો વિનાશ કરનાર સંભવનાથ, ૪ અભિનન્દન, ૫ સુમતિ, ૬ પદ્મપ્રભ, ૭ સુપાર્શ્વ, ૮ ચંદ્રપ્રભ, ૯ પુષ્પદંત, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજ્ય ભગવંત, ૧૩ વિમલનાથ, ૧૪ અનન્તનાથ, ૧૫ ધર્મનાથ, ૧૬ શાન્તિનાથ, ૧૭ કુન્થનાથ, ૧૮ અરનાથ, ૧૯ મહિલનાથ, ૨૦ મુનિસુવ્રત, ૨૧ નમિનાથ, ૨૨ નેમિનાથ, ૨૩ પાર્શ્વનાથ, જેમનું આ તીર્થ પ્રવર્તે છે, તે ૨૪મા વદ્ધમાન સ્વામી.
પૂર્વ જન્મમાં પ્રથમ પુંડરીકિ નગરી હતી, ત્યાર પછી સુસીમા, ક્ષેમપુરી, રત્નવર ચપા. ઋષભદેવ ભગવંતથી માંડી વાસુપૂજ્ય ભગવંત સુધી પૂર્વકાલમાં રાજધાનિઓ હતી. મહાનગર, રિપુર, સુપ્રસિદ્ધ ભદ્દિલપુર, પુંડરીકિણી, મહાનગરી સુસીમાં, શોક રહિત ક્ષેમા, ચમ્પા નગરી, કૌશામ્બી, નાગપુર, સાકેત-અધ્યા, સુન્દર છત્રાકારપુર, તે બાકીના જિનેશ્વરની પૂર્વ જન્મમાં દેવપુરી સમાન રાજાઓની ધર્મ પુરીઓરાજધાનીઓ હતી. ૧ પ્રથમ વજનાભ, ૨ બીજા વળી વિમલવાહન થયા, પછી ૩ વિપુલવાહન, ૪ મહાબલ, ૫ અતિબલ, ૬ અપરાજિત, છ નન્દિષેણ નામના થયા, પછી ૮ પ, ૯ મહાપદ્મ થયા, ત્યાર પછી ૧૦ પશ્નોત્તર, ત્યાર પછી ક્રમશઃ પંકજ ગુલમ રાજા ૧૧માં થયા, ૧૨ નલિની ગુલમ, ૧૩ પદ્માસન, ૧૪ પદ્મરથ, ૧૫ દરથ થયા, ત્યાર પછી ૧૬ મેઘરથ, ૧૭ સિંહરથ, ૧૮ શ્રમણ, ૧૯ શ્રીધર્મ, ૨૦ સુપ્રતિષ્ઠ, ૨૧ સુર૪, ૨૨ સિદ્ધાર્થ, ૨૩ આનન્દ, તથા ૨૪ સુનન્દ. હે શ્રેણિક ! એવા પ્રકારનાં પૂર્વભવનાં તીર્થકરોનાં નામો કમસર જાણવાં. તીર્થકરના પૂર્વભવના ગુરુઓનાં નામે
૧ વસેન, પછી ૨ અરિદમન, ૩ સ્વયંપ્રભ, ૪ વિમલવાહન તથા ૫ વીર સીમધર ગુરુ, ૬ મહાત્મા પિહિતાવ, ૭ અરિદમન, તથા ૮ યુગધર નામના મુનિ, ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org