________________
: ૮૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
પૂજા નાશ પામી, તે કારણે કાપાયમાન થયેલા રાવણે કહ્યું કે- આ શું થયું ? ' તેણે સેવાને આજ્ઞા કરી કે, તપાસ કરી કે, આર્ચિતા જલ-પ્રવાહ કયાંથી આબ્યા ? તેઓ ગયા અને પાછા આવીને જે પ્રમાણે દેખ્યું, તે પ્રમાણે નિવેદન કર્યું. હે નાથ ! ગંગાનદીના કિનારે જેમ દેવા તેમ આ નદીના કિનારા પર કોઈ પુરુષ યુવતીઓ સાથે ક્રીડા કરતા રહેલ છે. તેણે જ જલયંત્રથી નદીના પ્રવાહ રાકયા હતા. જલક્રીડા કરી રહ્યા પછી ફરી જળ છૂટું કર્યું, જેથી માટા આવત અને છેળ સાથે વહેવા લાગ્યું. ઘણા વાજિંત્રા અને જયકારના શબ્દો સાંભળીને અતિ રાષાયમાન થએલા રાવણે તેને વધ કરવા માટે સેના સહિત સુભટા માકલ્યા. સુભટાને માકલીને ફરી પૂજા કરીને એકાગ્ર મનથી સેંકડો મગલ-સ્તુતિથી રાવણુ સ્તવના કરવા લાગ્યા.
સહસ્રકિરણે આકાશમામાં શસ્ત્રસજ્જ અને કવચ ધારણ કરેલ વિદ્યાધર રાજાઆને દેખ્યા એટલે નદી-કિનારાથી નીચે ઉતર્યાં. સેનાના કલકલારવ સાંભળીને મહેશ્વર નગરના સુભટો એકદમ તૈયાર થઇને સહસ્રકિરણની પાસે આવ્યા. ચક્ર, તરવાર, તામર અને મેાગર વગેરે હથિયારાની જડી વરસાવતા રાક્ષસેા પૃથ્વી પર ચાલતા સુભટેટાની સાથે લડવા લાગ્યા. રથ, હાથી, ઘેાડા તેમજ અભિમાની ચપળ પાયદલના સૈનિકે એક-બીજા પક્ષના આમને-સામનેા કરતા પેાતાનાં નામ અને ગેાત્રને સંભળાવતા યુદ્ધ કરવા લાગ્યા.
યુદ્ધભૂમિમાં રાક્ષસયેાદ્ધાથી પોતાના સૈન્યના ભંગ દેખીને રાષાયમાન થએલા સહસ્રાંકરણ આયુધાના સમૂહ સાથે એકદમ ઝળકી ઉઠ્યો. તેણે એકદમ પેાતાના ઉત્તમ રથ મગાવ્યો અને રાક્ષસ-સૈન્ય તરફ હકાવ્યેા અને નવીન મેઘના ધારા-સમૂહની જેમ તેમના તરફ ખાણાની વૃષ્ટિ છેડી. ભયંકર પ્રહારાથી ઘવાએલ, તેમજ ઢળી પડતા વિદ્યાધરાના હાથી, ઘેાડા અને પાયઇલ–સેના એક ચાજન સુધી પાછી હઠી ગઇ. પ્રતિહારે જ્યારે આ સમાચાર રાવણને આપ્યા, ત્યારે યુદ્ધથી સંતપ્ત થએલ શરીરવાળા દેશમુખ ભુવનાલંકાર હાથી પર આરૂઢ થયા. સંગ્રામમાં આયુધો ફૈ'કતા રાવણને દેખીને અનેક લડાઈમાં મેળવેલા વિજયવાળા સહકરણ યુદ્ધના મેાખરે આવ્યેા. અનેક પ્રકારના શસ્ત્રોના ઘાત-પ્રતિઘાતવાળા યુદ્ધમાં બંને સામસામા યુદ્ધ કરવા લાગ્યા; ત્યારે રણભૂમિમાં સહસ્રકિરણને ક્ષણાર્ધમાં રથથી નીચે પાડ્યો. રથને છેડીને તે પર્યંત સરખા ઉત્તમ હાથી ઉપર સ્વાર થયા અને રાવણના અખ્તરને ભેદી નાખનાર તીક્ષ્ણ ખાણુ છાડવા લાગ્યા. વળી તેણે કહ્યું કે, હે રાવણુ ! તારી નગરીમાં પાછા જઈને ધનુવે શીખીને પછી મારી સાથે સાવધાનીથી યુદ્ધ કર.' તે સાંભળી લેાહી સરખા લાલવ ના શરીરવાળા દશાનન પેાતાના ચપળ હાથથી ભાથામાંથી ખે ́ચી ખેંચીને સહસ્રકિરણના દેહમાં ઉપરા ઉપરી ખાણા છેાડવા લાગ્યા. પ્રહાર વાગવાથી વિદ્દલ થએલ સહસ્રકિરણ મૂર્છાધીન થયા, ત્યારે રાક્ષસપતિ રાવણે તેને યુદ્ધભૂમિમાંથી પકડી લીધે. તેને આંધીને પેાતાના પડાવમાં લાવ્યા, ત્યારે આશ્ચય પામેલા વિદ્યાધરેાએ મહાપરા
.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org