________________
[૧૦] દશમુખ, સુગ્રીવ-પ્રયાણ સહસ્ત્રકિરણ, અનરણ્ય-દીક્ષા
: ૮૯ : ક્રમી સહસ્ત્રકિરણને દેખે. તે સમયે કિરણસમૂહ-રહિત સૂર્ય અસ્ત પામ્ય અને આકાશને ઢાંકી દેનાર ગાઢ અંધકાર એકદમ વૃદ્ધિ પામ્યા. ચંદ્રની સ્ના સરખી ઉજજવલ, તથા યુદ્ધ બંધ થવાના કારણે તેના સંબંધી જે કાર્યો હોય, તેનો જેમાં અંત આવ્યો છે, એવી રાતમાં અક્ષત શરીરવાળાઓએ સુખપૂર્વક સુતા સુતાં રાત્રિ પસાર કરી. સહસ્ત્રકિરણ અને અનરયે સ્વીકારેલ પ્રવજ્યા
હવે સૂર્યોદય થયો, ત્યારે લંકાધિપતિ રાવણ સામન્ત પરિવાર સાથે સભાની વચ્ચે બેઠેલો હતો, ત્યારે ત્યાં એક મુનિવર આવી પહોંચ્યા. શ્રમણમાં સિંહ સમાન તે મુનિવરને દેખીને તે એકદમ વિનયથી ઉભે થયે, વન્દન કર્યા પછી આપેલા આસન પર તપલક્ષમીવાળા તે સાધુ બિરાજમાન થયા. ત્યાર પછી મસ્તક નમાવીને રાવણે તે મુનિવરને પૂછયું કે-“હે ભગવંત! કયા કારણથી આપનું અહિં આગમન થયું છે?” ત્યારે મુનિઓમાં વૃષભ સમાન તે મુનિએ પોતાનાં કુલ, બલ, વીર્ય આદિનું વર્ણન કરીને કહ્યું કે, “હું પહેલાં મહેશ્વરનગરનો સ્વામી શતબાહુ નામનો રાજા હતા. વેરાગ્ય થવાના કારણે પુત્ર સહસ્ત્રકિરણને રાજ્ય પર સ્થાપન કરીને જિનવરના ધર્મમાં ઉક્ત મતિવાળા મેં મેક્ષ માટે પ્રત્રજ્યા અંગીકાર કરી. સહસ્ત્રકિરણને તમે બાંધી કેદ કર્યો છે, તે સાંભળીને હું અહીં તમારી પાસે આવ્યો છું. હે રાવણ! મારા પુત્રને જલદી છૂટે કરે, તેમાં વિલંબ ન કરો.” ત્યારે રાવણે કહ્યું કે, “મેં પ્રતિમાઓની મહાપૂજા રચી હતી, તેની ખરાબ ચેષ્ટાઓથી મારી પૂજા નાશ પામી અને નદીના પૂરમાં સર્વ તણાઈ ગયું. પૂજાના વિનાશના કારણે મેં તેને કેદ કરી અપમાનિત કર્યો છે. હે મુનિ ! તમારા વચનથી હું તેને મુક્ત કરું છું, એમાં સંદેહ ન રાખશે.” દશમુખના વચનથી ક્ષણવારમાં સહસ્ત્રકિરણને મુક્ત કર્યો, એટલે તેણે ઉત્તમમુનિને દેખ્યા, ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કર્યું. રાવણે તેને કહ્યું કે, “આજથી માંડીને તું મારો ભાઈ છે અને આ મંદિરની સ્વયંપ્રભા નામની બહેન તને અર્પણ કરું છું.” ત્યારે સહસ્ત્રકિરણે કહ્યું કે, “મૃત્યુ ક્યારે કોને આવશે ? એ કેઈ નિશ્ચયથી જાણી શકતું નથી. શરદના મેઘ સરખો આ દેહ વિનાશ પામવાના સ્વભાવવાળો છે, એમાં બિલકુલ સંદેહ નથી. અત્યંત ખરાબ ફલ આપનાર આ ભોગોમાં કંઈ સાર હોત, તો મારા પિતાજીએ દીક્ષા ગ્રહણ ન કરી હોત. રાવણની આજ્ઞા પૂર્વક પુત્રને રાજ્યગાદી પર સ્થાપન કરીને નિઃસંગ બની સહસ્ત્રકિરણે પિતાની પાસે દીક્ષા અંગીકાર કરી. આગળ અનરણ્ય નામના મિત્ર સમક્ષ જે વચન કહેલાં હતાં, તે તેને યાદ આવ્યાં. ભૂતકાળમાં જે કહ્યું હતું, તે વર્તમાનમાં પ્રગટ થયું. તેણે તે સમયે કહ્યું હતું કે, “હે નરાધિપ ! જ્યારે હું પ્રથમ જૈની દિીક્ષા અંગીકાર કરીશ, ત્યારે તમને નક્કી તેના સમાચાર આપીશ.” તેણે કોઈ પુરુષને મોકલીને સાકેતપુરના સ્વામી અનરણ્યને સહસ્ત્રકિરણની જૈન દીક્ષા વિષયક સમાચાર જણાવ્યા. સહસ્ત્રકિરણની દીક્ષા સાંભળીને વૈરાગ્ય પામેલા અનરણ્ય પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પ્રવજ્યા અંગીકાર કરી.
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org