________________
[૧૦] દશમુખ, સુગ્રીવ-પ્રયાણ સહસ્ત્રકિરણ, અનરણ્ય-દીક્ષા
: ૮૭ :
ચવવાળી, કઈ જગ્યા પર પવનવડે ડેલતા વૃક્ષનાં ખરી પડતાં પુપેન પરાગથી વિવિધ પ્રકારે રંગીન થએલા તરંગવાળી, કઈ કઈ સ્થાને તેના બંને કિનારા પર રહેલા સારસ અને કલહંસના મધુર શબ્દવાળી નર્મદા નદીને દેખી. સહસ્ત્રકિરણની જલક્રીડા
આવા ગુણયુક્ત એ ઉત્તમ નદીમાં રાવણ ઉતર્યો અને અત્યંત લીલાથી જળમાં સ્નાન કરવા લાગ્યા. તે સમયે નદીના ઉપલા પ્રદેશમાં ઉત્તરદિશા તરફ મહાનગરી માહિષ્મતીને સહસ્ત્રકિરણ નામને રાજા જલક્રીડા કરવામાં આસક્ત હતા અને તે પહેલાં તે નદીમાં ઉતર્યો હતો. એક હજાર યુવતીઓ સહિત નદીના જળ વચ્ચે જલક્રીડા કરતો હતો. નદીના બંને કિનારા પર રહેલા સિન્ય અને સામો “જય જય” શબ્દની ઉદ્ઘોષણા કરતા હતા. વિવિધ પ્રકારનાં જલયંત્ર નિર્માણ કરીને રેકેલા જળથી ભરેલા બંને કિનારા વચ્ચે સહસ્ત્રકિરણની જળક્રીડા કરતી પત્નીઓ શેભતી હતી. એક સુન્દર યુવતી પોતાના બંને સ્તનોને ઉત્તરીયવસ્ત્રથી ઢાંકતી હતી, પરંતુ તે વસ્ત્રને પતિએ ખેંચી લીધું, એટલે એકદમ તેણે જલમાં ડૂબકી મારી અને ઈર્ષાના બાનાથી પ્રણયકેપ કરતી પોતાના કેમલ હસ્તથી જળ ભરીને મનમાં આનંદ પામતી પિતાના પતિના વક્ષસ્થલ પર ફેંકવા લાગી. નીલકમલના પત્ર સમાન નયનવાળી બીજી સ્ત્રીએ ઈન્દીવર-કમલ લઈને બીજી સ્ત્રી ઉપર ફેંકયું, એટલે તરત જ તે સ્ત્રીએ સહસ્ત્રદલ કમલથી સામી સ્ત્રીને મારી છાતી ઉપર બીજના બાલચંદ્ર સરખા આકૃતિવાળા નખક્ષતને દેખીને બીજી સ્ત્રીએ તેનું ઢાંકેલ વસ્ત્ર છીનવી લીધું, એટલે તેણે સ્તને હાથથી ઢાંકી દીધા. પ્રણયકુપિત કેઈ સુન્દર યુવતીએ અલા લીધા, એટલે પતિએ મસ્તકથી પ્રણામ કરીને કઈ પ્રકારે સંતોષ પમાડી મૌન તોડાવ્યું. એક પ્રિયાને મનામણાં કરી પ્રસન્ન કરે છે, ત્યારે બીજી પ્રિયા ઈર્ષ્યાથી રેષ કરવા લાગી, કોઈ પ્રકારે રાજાએ તે યુવતીએના કેપ દૂર કર્યા. વસ્ત્ર ખેંચવાં, વક્ષસ્થલ દાબવું, હાથથી પાણી ઉછાળવું, ઠગવું, છટકી જવું, ડૂબકી મારવી વગેરે અનેક પ્રકારની જલક્રીડા તે યુવતીઓ કરતી હતી. કીડા કરતી યુવતીઓના શરીર પર ભેગા માટે લગાડેલ અંગરાગ, કુંકુમ, ચંદન, અગર, કસ્તુરી આદિ દેવાઈ જવાના કારણે નદીનું જળ ક્ષણવારમાં લાલ અને પીત વર્ણન વાળું પલટાઈ ગયું. રાવણની સેના સાથે સહસ્ત્રકિરણનું યુદ્ધ
આ પ્રમાણે નદીમાં જલક્રીડા કરીને બહાર નીકળ્યો, ત્યાર પછી જલયંત્રો દ્વારા ખૂલેલાં જલબંધેનાં જળ છૂટાં થઈને એક સાથે વહેવા લાગ્યાં અને કિનારા પર આનંદથી આભૂષણો પહેરવા લાગ્યા. તે જ સમયે રાવણે સ્નાન કરીને વેતવસ્ત્ર પહેરી સુવર્ણના સિંહાસન પર જિનેશ્વરેની પ્રતિમાઓ સ્થાપના કરી. સુંદર રેતીના કિનારા પ્રદેશમાં પતાકાઓથી રમણીય મંડપમાં જિન-પ્રતિમાઓની મહાપૂજા કરીને સ્તુતિ કરવા લાગ્યું. તે સમયે અણધાર્યું છૂટેલું નદીનું પૂર આવી ચડ્યું અને કરેલી મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org